શોભનાબેન તેના દીકરા અંકિત ને ફોન લગાવ્યો બેટા, તારા માટે એક છોકરી તમે પસંદ કરી રહ્યા છીએ. હજુ દીકરો કંઈ જવાબ આપે તે પહેલા જ અંકિતની માતાએ તેને કહ્યું કે હવે તને તો અમે છૂટ આપી હતી કે તને કોઈ પસંદ આવી જાય તો જણાવજે પરંતુ તું કંઈ જણાવી રહ્યો નથી.
અને હવે અમને એક છોકરી પસંદ આવી ગઈ છે, અને આપણા નજીકના સગામાં જ થાય છે. એ પરિવાર સાથે આપણે દૂરનો સંબંધ પણ છે અને પરિવાર વિશે આપણે સાંભળેલું પણ છે અને ઘણી વખત જોયેલું પણ છે સારો પરિવાર છે. એક વખત તું અહીં આવીને તેને મળી લે, વાત કરી લે પછી આપણે તારા લગ્ન ફાઈનલ કરી દઈએ.
આ સાંભળીને અંકિત જવાબ આપતા કહ્યું શું યાર મમ્મી તમે ગમે ત્યારે લગ્નની જ વાતો કરતા રહો છો, મને ફોન કરીને કેમ છો બેટા એમ પણ ન પૂછ્યું, અને આ કંઈ શું ઉંમર છે લગ્ન કરવાની? મને થોડા દિવસ તો શાંતિથી એકલો રહેવા દો યાર. અને આપણે તો જોયું જ છે ને મોટાભાઈ કેટલા ઉતાવળા હતા લગ્ન કરવા માટે. સુંદર સુશીલ કન્યા અને સારો પરિવાર છે એવું કહીને આપણે ભાભીને ઘરે તો લઈ આવ્યા પરંતુ એ પૂર્વી ભાભી ઘરે આવ્યા પછી શું થયું તે ભૂલી ગઈ કે શું?
મને લાગે છે તું ખરેખર ભૂલી જ ગઈ છે, એ બધું યાદ કરી લે અને હું અત્યારે લગ્નનો વિચારી રહ્યો નથી. મને જ્યારે લગ્નનો વિચાર આવશે ત્યારે હું તને જણાવીશ, અત્યારે ઓફિસમાં છું અને કામ કરી રહ્યો છું એટલે ફોન કાપી રહ્યો છું આટલું કહીને અંકિતે તેની માતાનો ફોન કાપી નાખ્યો.
શોભનાબેન થોડા નાખુશ થઈ ગયા નિરાશ થઈને તેના પતિને કહ્યું કે આપણો છોકરો પણ ગજબનો છે, જો એ અહીંયા હોત તો તેને ગમે તેમ કરીને મનાવી લે પરંતુ એટલો દૂર રહે છે કે હું કંઈ કરી શકતી નથી.
અંકિત ના પપ્પા ખૂબ જ શાંત સ્વભાવના હતા,. અંકિતને પણ સારી રીતે ઓળખતા હતા તેને તેની પત્નીને સાંત્વના આપતા કહ્યું જો શોભના તું ગમે તે કહે પરંતુ તારો દીકરો કહી તો સાચું જ રહ્યો છે. આપણે બધા સગાઓની વાતોમાં આવીને સંબંધ તો કરી લઈએ છીએ પરંતુ બાદમાં જે દગો મળે છે તે ખાઈને ભાન આવે છે કે આપણે શું કરી લીધું,? જો એક વખત ના પાડી દીધી હોત તો આજે તેની પાછળ આટલા બધા સંબંધ ખરાબ ન થયા હોત.
આ શબ્દો કાને પડ્યા કે તરત જ શોભનાબેન ને તેના મોટા દીકરાના લગ્નની વાતો યાદ આવવા લાગી. તેની નણંદ કોઈ તેના સગામાં સંબંધ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ લગ્ન પછી ખબર પડી કે છોકરી સાસરીમાં કંઈ જ સમજવા માંગતી નહોતી, લગ્ન પછી બંને વચ્ચે નાના-મોટા ઝઘડા થવા લાગ્યા. અને બંને પાત્રની વચ્ચે ઝઘડાને કારણે બંને પરિવાર વચ્ચે પણ સંબંધ બગડી ગયો.
અંતમાં મોટા દીકરાની પત્ની ઘર છોડીને ચાલી ગઈ અને તેનો મોટો દીકરો પણ અલગ થઈને જાણે પોતાની દુનિયામાં એકલતામાં ખોવાઈ ગયો, આજે પણ ક્યારેક તે આ ઘરે આવે તો તે પહેલાની જેવો નિખાલસ જરા પણ રહ્યો નથી. એકદમ ગંભીર થઈ ગયો છે. અને આવું બધું થયું એટલે નણંદ સાથે પણ સંબંધ ખરાબ થઈ ગયો, મોટા દીકરાની નોકરી પણ છૂટી ગઈ અને જાણે તેની જિંદગી જ બરબાદ થઈ ગઈ.
છોકરીના વખાણ તો ખૂબ જ સાંભળ્યા હતા તેમ છતાં શોભના બેને મગજમાં નક્કી કરી રાખ્યું હતું કે આ વખતે ગમે તેમ થાય પરંતુ નાના દીકરાના લગ્નમાં કંઈ જ ખરાબ ન થવું જોઈએ. જો છોકરી કે તેનો પરિવાર બંનેમાંથી કોઈ પણ સારું નહીં લાગે તો ના પાડતા જરા પણ સંકોચ કરવો નથી.
થોડા દિવસ પછી તેનો દીકરો અંકિત રજાઓમાં ઘરે આવ્યો ત્યારે, અચાનક જ જોવાનું ગોઠવ્યું અને અંકિત ને જાણ કરી કે તૈયાર થઈ જાય ત્યારે અંકિત થોડો ગુસ્સે થઈ ગયો કે તમે મને પૂછ્યા વગર કેમ જોવાનું ગોઠવ્યું છે ત્યારે તેના માતાએ જણાવ્યું કે કોઈ પ્રેશર નથી તને જો પસંદ પડે તો જ આપણે આગળ વધીશું, નહીંતર ચોખા શબ્દોમાં હું જ ના પાડી દઈશ.
ઘણી ઉલટ તપાસ કરીને પછી જ બંનેનો પરિવાર ભેગો થયો હતો, સદ્નસીબે અંકિત ને એ છોકરી પસંદ પણ આવી અને તે બંનેની સગાઈ કરી દેવામાં આવી થોડા સમય પછી લગ્ન પણ થઈ ગયા. અને લગ્નના બે વર્ષ પછી તેના ઘરે એક દીકરીનો જન્મ થયો, જેથી આખો પરિવાર ખુશી ની લાગણી અનુભવી રહ્યો હતો.. પરંતુ અંકિતની માતા શોભનાબેન એક બાજુ ઘરમાં દીકરી આવવાની ખુશીમાં અત્યંત ખુશ થઈ ગયા હતા પરંતુ તેના હૃદયના ખૂણામાં એ વાત હજુ પણ ખટકી રહી હતી કે તેનો મોટો દીકરો કેવો એકલતામાં જીવી રહ્યો છે.
તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો, તેમજ જો સ્ટોરી પસંદ પડી હોય તો 1 થી 5ની વચ્ચે રેટિંગ પણ આપજો.