દીકરીના પિતા ને કોઈ છોકરા એ ચિઠ્ઠી લખી, દીકરીના લગ્ન હતા અને ચિઠ્ઠી માં લખ્યું હતું…
અશોકજી ની દીકરીના લગ્ન હતા અને સમગ્ર પરિવારમાં તૈયારીઓની દોડધામ ચાલી રહી હતી. અશોકજીની એકમાત્ર દીકરી હોવાથી આ લગ્ન તેમના માટે ખુબ જ ખાસ હતા. એ કારણોસર તેમણે પોતાની કંપનીમાંથી એક મહિનાની રજા લઈ ઘરે આવવાનો નિર્ણય લીધો હતો.
ઘરે પહોંચતા જ તેઓ તમામ તૈયારીઓની સમીક્ષા કરતા અને કોઈ કામ અધુરું હોય તો તરત જ તેનો ઉપાય શોધી કાઢતા. એક દિવસ તેઓ ખરીદી કરવા બહાર ગયા હતા અને પાછા આવ્યા હતા.
ઘરે આવીને ફ્રેશ થયા બાદ, અશોકજીની પત્નીએ તેમને કહ્યું, “તમારા નામે એક ચિઠ્ઠી આવી છે, ડ્રોઈંગ રૂમમાં રાખી છે, તમે જોઈ લેજો.” ચિઠ્ઠી આવતા આ જમાનામાં, જયારે બધું સ્માર્ટફોન પર ચાલે છે, તેમને આશ્ચર્ય થયું કે કોણ ચિઠ્ઠી મોકલી શકે છે.???
તે છતાં, તેઓ ડ્રોઈંગ રૂમમાં જઈને ચિઠ્ઠી પર નજર નાખવા લાગ્યા. એક કવર માં તે ચિઠ્ઠી હતી. તેમણે પત્ર ખોલ્યો, તેમાંથી ચિઠ્ઠી કાઢી અને ઉપર લખેલું નામ જોયું – “અશ્વિન.” એક એવું નામ, જેને મળ્યાને વર્ષો વીતી ગયા હતા. ઝડપથી તેમણે ચિઠ્ઠી ખોલી અને તેમાં લખેલું બધું એક જ શ્વાસમાં વાંચી લીધું.
“નમસ્તે સર,
હું તમારા માટે એક નાની ભેટ મોકલી રહ્યો છું. મને એહસાસ છે કે તમારા ઉપકારનું ઋણ હું કદી નથી ચૂકવી શકવાનો, પરંતુ આ મારી નાની બહેન માટે છે. કૃપા કરીને ઘરે બધાને મારું પ્રણામ કહેજો.
તમારો, અશ્વિન.”
આ ચિઠ્ઠી વાંચીને અશોકજીને વર્ષો પહેલાની એક ઘટનાની યાદ આવી.
એક દિવસની વાત છે, જ્યારે અશોકજી દરરોજની જેમ ભોજન કરીને ફરવા નીકળ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર રસ્તા પર ઊભેલા એક છોકરા પર ગઈ, જે પુસ્તક દુકાનની બહાર ઊભો રહીને અંદર જતા લોકોને રોકીને કંઇક પૂછતો હતો. દૂરથી જોવા પર એવું લાગતું હતું કે જાણે કે તે કોઈ પાસે કંઈક માગી રહ્યો હોય.
ઘણા વખત સુધી જોયા કર્યા પછી અશોકજી થી રહેવાયું નહીં અને તે પોતે છોકરા પાસે ગયા. છોકરો ઉત્સાહપૂર્વક તેમના પાસે આવ્યો. તેની આંખોમાં નિખાલસ આત્મવિશ્વાસ છલકાતો હતો, જો કે તેનો વેશભૂષા ખૂબ સામાન્ય હતો. ઠંડા હવામાનમાં પણ તે માત્ર પાતળું સ્વેટર પહેરીને ઊભો હતો.