દીકરીના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ દીકરાએ ગુસ્સામાં કહ્યું, “હું નહીં જાઉં રેલવે સ્ટેશન તેડવા!” પછી જે થયું તે…

આ સવાલોના જવાબમાં રોહને જે કહ્યું, તે સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. રોહને કહ્યું, “મને કંઈ નથી થયું. આજે હું એ જ બોલી રહ્યો છું જે તમે બંને હંમેશાં ફોઈ-ફુવા માટે બોલતા હતા. આજે તમારી દીકરી માટે તો તમે મોટાં મોટાં ઉપરાણાં લો છો, પણ જ્યારે બા હતાં ત્યારે બાના મનમાં શું વીતતું હતું? ફોઈ-ફુવા સાથે ખરાબ વર્તન કરતા હતા ત્યારે એમના માન-સન્માનની ચિંતા નહોતી થતી?”

“દાદાજીએ ક્યારેય તમારા પાસે દીકરીને દેવા માટે એક થેલાની પણ માગણી કરી હતી? તો પણ તમે લોકોને ફોઈ-ફુવા આ ઘરમાં બે-ત્રણ દિવસ રહે તે પોસાતું નહોતું. એમની સાથે આવું વર્તન કેમ કરતા હતા?”

રોહનની આંખોમાં અફસોસ અને આંસુ ભરાઈ ગયા હતા. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, પણ એ અટક્યો નહીં. એણે ચાલુ રાખ્યું, “તમારા મતલબ ભર્યા સ્વભાવના કારણે ફોઈ આ ઘરમાં આવવાનું બંધ કરી દીધું. બા-બાપુજી શરમથી નીચું જોઈ ગયા. પણ રોહને ફરી કહ્યું, “બા ને પણ પોતાની દીકરી એટલી જ વાહલી હતી, જેટલી તમે બંનેને તમારી દીકરી વાહલી છે. તમારા બંનેના આવા સ્વભાવના કારણે બા મૃત્યુ સુધી મુંજાઈ મુંજાઈને મરી ગયાં.”

રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “હું જાઉં છું રેલવે સ્ટેશન, રુહી અને આકાશને લેવા. હું તમારા જેવો બનવા નથી માગતો.” આટલું કહીને રોહન ગાડીની ચાવી લઈને નીકળી ગયો.

રોહનની વાત સાંભળીને સુધાકરભાઈએ તરત જ પોતાની બહેન, ગીતાફોઈને ફોન કર્યો અને માફી માંગીને એમને ઘરે આવવા વિનંતી કરી. ગીતાફોઈ પણ પોતાના ભાઈના બદલાયેલા સ્વરથી ખુશ થઈને આવવા તૈયાર થઈ ગયા.

દીવાલ પર ટિંગાઈ રહેલી દાદીમાની તસવીર જાણે હસી રહી હતી. એમના હોઠ પર એક સંતોષભરી સ્મિત હતી. દાદીમાએ વિચાર્યું કે, “મારું ન માન્યા, પણ આજે મારા પૌત્રએ આખરે બ્રહ્મજ્ઞાન કરાવી જ દીધું.” આખરે, આ નાનકડા વાવાઝોડા પછી, આખું કુટુંબ ફરીથી હળીમળીને રહેવા લાગ્યું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.