Site icon Just Gujju Things Trending

દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો

દિવાળીનો પર્વ ચાલુ છે અને દિવાળી નજીક છે. ત્યારે આખા દેશમાં સાત તારીખે દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે સુખ-સમૃદ્ધિ, હેલ્થ, વેલ્થ તેમજ વૈભવ પામવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસોનું શાસ્ત્રોમાં પણ એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવી જ રીતે દિવાળી પર અમુક એવા પણ હોય છે જે ક્યારેય ન કરવા જોઈએ, એવી માન્યતાઓ છે કે આ કામ કરીએ તો આખું વર્ષ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

દિવાળીના દિવસોમાં ક્યારેય સાંજના સૂવું ન જોઈએ, કારણ કે આનાથી ઘરમાં દરિદ્રતા આવવાની શક્યતા રહે છે. એનું કારણ એ છે કે સાંજના સમયે લક્ષ્મીદેવી કરાવે છે અને જો કોઈ સદસ્ય સૂતું હોય તો તે જતા રહે છે.

તહેવારના દિવસોમાં ઘરના મોટા વડીલોનું સન્માન કરવાનું ચૂકવું જોઇએ. ભૂલથી પણ તેઓ માટે અપશબ્દોનો પ્રયોગ કરવો જોઇએ નહીં, આવું કરવાથી માતા લક્ષ્મી ની કૃપા મળતી નથી. દિવાળી જ નહિ પરંતુ ક્યારેય પણ પોતાના ઘરના વડીલોનું અપમાન કરવું જોઈએ નહીં. આ એક સારી ટેવ બિલકુલ નથી.

ઘણા ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આખા ભારતમાં ઘણી જગ્યાએ રહે છે, આમાંથી ઘણાં ગુજરાતીઓને તહેવારો ઉપર નશો કરવાની પણ એક ટેવ હોય છે. પરંતુ એવું ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એના હિસાબે ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

આ પર્વ દરમ્યાન કોઈ સાથે ઘરમાં લડાઈ કે ઝઘડો કરવો જોઈએ નહીં. કારણકે જે ઘરમાં લડાઈ ઝઘડાને સ્થાન હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી.

આપણે દિવાળીમાં સાફ-સફાઈ સુ કામ કરીએ છીએ? આનું એક કારણ એ પણ હોય છે કે લક્ષ્મીજી ત્યાં સૌથી પહેલા આવવાનું પસંદ કરે છે જ્યાં સાફ-સફાઈ રાખવામાં આવી હોય. આથી દિવાળીમાં આપણા ઘરની દિવાલો થી લઇને બધી જ ચીજ વસ્તુઓ સાફ કરવી જોઈએ અને ઘરની બહાર એક રંગોળી જરૂર બનાવી જોઈએ.

દિવાળી તેમજ તહેવારો દરમિયાન પોતાની વાણી પર કંટ્રોલ કરતા શીખવું જોઈએ. આ પર્વ દરમિયાન કોઈપણ ગુસ્સો કરીને નુકશાન પહોંચાડવું જોઈએ નહીં. આવું કરવાથી પણ માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.

શ્રદ્ધાથી લક્ષ્મી પૂજન કરવું જોઈએ. અને તમારો મિજાજ આનંદી અને ખુશનુમાં રહેવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version