Site icon Just Gujju Things Trending

દીકરાએ કરાવ્યા પોતાના પિતાના બીજા લગ્ન, કારણ જાણીને ગળગળા થઈ જશો

એક માણસ ૪૫ વર્ષનો હતો ત્યારે તેની પત્ની નો સ્વર્ગવાસ થઈ ગયો, આથી લોકોએ તેને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી.

એટલું જ નહીં દરેક સગા-સંબંધીઓએ કહ્યું કે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. અને દરેક લોકોએ તેને સમજાવવાની કોશિશ પણ કરી.

પરંતુ પેલા માણસે જ્યારે પણ કોઈ કહે ત્યારે એ વાત કહી ને આ વાત ને ટાળી દેતો કે તેની જિંદગીમાં પત્ની ની ભેટ સ્વરૂપે તેનો પુત્ર છે, એની સાથે જિંદગી આસાનીથી વીતી જશે.

ધીમે ધીમે સમય વીતતો ગયો, પુત્ર પણ મોટો થતો ગયો.

જ્યારે પુત્ર વ્યસ્ત થઇ ગયો ત્યારે તેને આંખો કારોબાર પોતાના પુત્ર ના હવાલે કરી દીધો, અને પોતે રિટાયર્ડ લાઈફ જીવવા લાગ્યા. એટલે કે ક્યારેક ક્યારેક પોતાની તો ક્યારેક ક્યારેક મિત્રો ની ઓફિસે બેસી ને સમય વિતાવવા લાગ્યા.

ધીમે ધીમે પુત્ર લગ્ન કરવા લાયક થવાથી તેના લગ્ન વિશે વિચાર્યું, એટલું જ નહીં પરંતુ પોતાના પુત્રના ધામ-ધૂમ થી લગ્ન પણ કરાવ્યા.

લગ્ન પછી તે વધારે પડતા નિશ્ચિત થઈ ગયા અને આખું ઘર વહુને સોંપી દીધું.

ધીમે ધીમે પોતે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈને આ રામનું જીવન જીવવાની કોશિશ કરી રહ્યા હતા.

એક વખત પુત્રના લગ્ન થયા પછી આશરે એક વર્ષ પછી બધા બપોરે જમવાનું જમી રહ્યા હતા, અને તેનો પુત્ર પણ લંચ કરવા માટે ઓફિસેથી આવી ગયો હતો અને હાથ મોઢું ધોઈને ખાવાની તૈયારી કરી રહ્યો હતો.

એટલામાં તેને સાંભળ્યું કે તેના પિતાએ વહુ પાસે ખાવા સાથે દહી માંગ્યું અને વહુ એ જવાબ આપ્યો કે આજે ઘરમાં દહી નથી, આથી લંચ પતાવી ને પિતા ઓફિસ ચાલ્યા ગયા.

થોડા સમય પછી પુત્ર તેની પત્ની સાથે ખાવા બેઠો, અને તે જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો કારણ કે ખાવામાં સાથે એક આખો વાટકો ભરીને દહીં પણ હતું, પરંતુ તેને પોતાની અંદરની લાગણી બહાર આવવા દીધી નહીં અને કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

પોતે પણ ખાવાનું પતાવીને ઓફિસ ચાલ્યો ગયો.

થોડા દિવસ પછી પુત્રે પિતાજીને કહ્યું કે પપ્પા ચાલો આજે આપણે કોર્ટ જવાનું છે, આજે તમારા લગ્ન થઈ રહ્યા છે.

પિતા આ સાંભળીને તદ્દન આશ્ચર્યચકિત થઈ ગયા પુત્ર તરફ જોઈને કહ્યું કે દીકરા મારે પત્ની ની જરૂર નથી અને હું તને આટલો પ્રેમ આપું છું અને આશા રાખું છું કે તને પણ માં ની જરૂરત નહીં જ હોય, તો પછી બીજા લગ્ન કેમ?

ઉતરાયણ ધીમેથી કહ્યું પિતાજી, હું મારા માટે મમ્મી નથી લાવી રહ્યો કે તમારી માટે પત્ની પણ નથી લાવી રહ્યો, હું તો માત્ર તમારા માટે દહી નો પ્રબંધ કરી રહ્યો છું.

કાલથી હું ભાડાના મકાનમાં તમારી વહુ સાથે રહીશ, અને તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ પગાર લઈશ આથી તમારી વહુ ને પણ દહીંની કિંમતનો અંદાજો આવે.

આ ભલે કદાચ એક સ્ટોરી હશે, પરંતુ આ સ્ટોરીમાં ખુબ જબરદસ્ત મેસેજ આપવામાં આવ્યો છે, કે જો માબાપ આપણા માટે ATM કાર્ડ બની શકતા હોય તો આપણે એના માટે આધારકાર્ડ તો બની જ શકીએ છીએ.

લેખક: અજ્ઞાત

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version