એક પિતાએ ની લાડકવાયી દીકરી ની સગાઈ કરી. ઘણા સમયથી તે દીકરી માટે સારો છોકરો જોઈ રહ્યા હતા અને અંતે ખૂબ સારો અને સંસ્કારી છોકરો મળ્યો હતો એટલે તેની સગાઈ કરીને દીકરીના પિતા એકદમ ખુશખુશાલ હતા.
છોકરાની સાથે સાથે વેવાઈ પણ ખૂબ જ માણસાઈ વાળા હોવાથી દીકરીના પિતા ઉપરથી જાણે મોટો બોજો ઉતરી ગયો હોય કેવી રીતના તે અત્યંત હળવા થઈ ગયા હતા. એવામાં એક દિવસ દીકરીના સાસરીયા માં વેવાઈ ને જમવા તેડાવ્યા એટલે થોડી તેની તબિયત સારી ન હતી પરંતુ તેમ છતાં આમંત્રણ મળ્યું હતું એટલે તેનું માન રાખીને દીકરીના પિતા તેના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરીમાં જતી વેળાએ તેને ખૂબ જ આદર સાથે માન-સન્માન આપવામાં આવ્યું. બન્ને વેવાઈ એક બીજા ને મળીને અવનવી વાતો કરવા લાગ્યા.
થોડા સમય પછી વેવાઈ માટે ચા આવી, દીકરીના પિતા ને ડાયાબિટીસ હતું એટલે ડોક્ટરે ખૂબ જ સાવચેતી રાખવાનું કહ્યું હતું અને એમાં પણ ખાંડવાળી ચા ની ચોખ્ખી મનાઈ કરેલી હતી તેમ છતાં હજુ નવા નવા સંબંધ બંધાયા છે અને ચાની ના ક્યાં પાડવી એટલે ખોટું ન લાગે તેથી દીકરીના પિતાએ ચા લઇ લીધી અને જેવી ચા ની પહેલી ચૂસકી મારી તો બિલકુલ પોતાના ઘર જેવી જ હતી જેમાં ખાંડ પણ હતી જ નહીં અને એલચી પણ નાખેલી હતી.
ચા નો એક સબડકો લઈને દીકરીના પિતા વિચારમાં પડી ગયા કે આ લોકોને કઈ રીતે ખબર હશે કે મારે કેવી ચા પીવાની છે? તેમ છતાં તે કંઈ બોલ્યા નહીં અને વાતો કરતા રહ્યા થોડીવાર પછી જ્યારે બપોરે જમવા બેઠા તો બધી જ રસોઈ જેવી ડોક્ટરે સલાહ આપી હતી તે મુજબ ની જ હતી, જમીને આરામની વ્યવસ્થા હોવાને કારણે આરામ કર્યો થોડીવાર પછી જેવા જાગ્યા કે તરત જ વરિયાળીનું પાણી લઈ આવવામાં આવ્યુ. વરિયાળીનું પાણી પણ તેને પીવાની ટેવ હતી આ બધી ઘર જેવી રીત નવા સંબંધીને કઈ રીતે સમજાઈ તેની ખબર દીકરીના પિતા ને પડી રહી હતી નહિ.
તેમ છતાં તેઓ ચૂપ રહ્યા અને ત્યાં બેસી રહ્યા.
બંને વેવાઈએ સાથે બેસીને ઘણી વાતો કરી, જુના જુના સંબંધીઓ અને એકબીજાની ઓળખાણ વધુ ગાઢ બને તે માટે ઘણી જૂની જૂની વાતો કરી રહ્યા હતા.
સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે દીકરીના પપ્પાએ કહ્યું કે હવે હું રજા લઉ? એમ કરીને ની કરવા જઈ રહ્યા હતા અને નીકળતા નીકળતા તેનાથી રહેવાયું નહીં એટલે તેઓએ તેના વેવાઈને જ પૂછી લીધું કે મારે શું ખાવાનું છે? મારે શું પીવાનું છે અને મને કઈ જાતનો ટેસ્ટ પસંદ છે આ બધી ખબર તમને લોકોને કેવી રીતે પડી?
ત્યારે દીકરીના સાસુ એ પણ આ વાત સાંભળી લીધી તેની પણ આ વાતમાં ધ્યાન હોવાથી તેને તરત જ જવાબ આપતા કહ્યું કે ગઈકાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. તેને મને ફોનમાં કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહીં પણ એની તબિયત ને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે આથી હું તમને આ વાત કરું છું તમે મારા પપ્પાને સાચવજો.
આટલું સાંભળીને દીકરીના પિતા ની આંખ માંથી અશ્રુધારા વહેવા લાગી, કોઈ પણ કાળે તેઓ આ અશ્રુધારા ને રોકી શક્યા નહીં.
વેવાઈ ના ઘરે થી વિદાય લઈને તેઓ જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તરત જ ઘરે આવીને હોલમાં જ રાખેલી સ્વર્ગવાસી માતા ની તસ્વીર હતી જેમાંથી તેને હાર કાઢીને નીચે ઉતારીને મૂકી દીધો, આવું વર્તન ઓચિંતાનું કર્યું હોવાથી તરત જ એના પત્ની આવીને પૂછ્યું કે કેમ તમે બા ના ફોટા ઉપરથી હાર નીચે ઉતારી લીધો?
હજુ પણ અશ્રુધારા રોકવા નુ નામ નથી લેતી, તેમ છતાં આંખમાં આંસુ સાથે તેની પત્નીને જવાબ આપતા તેને કહ્યું કે મને તો આજે ખબર પડી કે મારું ધ્યાન રાખનારી મારી માતા ક્યાંય ગઈ જ નથી. એ હવે આ જ ઘરમાં દીકરી ના સ્વરૂપે રહે છે.
પછી તેની પત્નીને પણ બધી વાત કરી ત્યારે તેની પત્નીને બધી ખબર પડી.
એટલે જ કદાચ કહેવાતું હોય છે કે જેના ઘરમાં દીકરી હોય છે એને બે માતાનો પ્રેમ મળે છે કારણ કે એક તો દરેકને જન્મદાત્રી મા હોય છે અને બીજી દીકરી માં રહીને બાપ ને જીવની જેમ સાચવતી હોય એવી માતા.
જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં આ લેખને 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપજો.