Site icon Just Gujju Things Trending

દીકરી હોય તો આવી, ભગવાન આવી દીકરી બધાને આપે

એક પિતાએ પોતાના દીકરીને સગાઈ કરાવી, છોકરો ખૂબ જ સારા ઘરેથી હતો હાથી આખા પરિવાર સહિત પિતા પણ ખુબ જ ખુશ થયાં.

છોકરાનો અને છોકરા ના માતા પિતાનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો, આથી પિતાના માથે થી જાણે મોટો બોજ ઊતરી ગયો હોય તેવું લાગતું હતું.

એક દિવસ લગ્ન પહેલા છોકરા વાળાઓએ છોકરીના પિતાને જમવા માટે બોલાવ્યા.

આમંત્રણ આવ્યું હોવાથી તેની તબિયત થોડી સારી ન હોવા છતાં તેઓ ના પાડી શક્યા નહીં.

અને જ્યારે તેઓ જમવા ગયા ત્યારે ખૂબ જ આદર સત્કાર સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું.

પછી છોકરીના પિતા માટે ચા લઈ આવવામાં આવી, પિતાને ડાયાબીટિસ હોવાથી તેને ખાંડવાળી ચા પીવાની જાણે મનાઈ કરી દીધી હતી.

પરંતુ છોકરીના સાસરામાં હોવાથી તે ચૂપચાપ ચાનો કપ હાથમાં લઇ લીધો, અને જેવો પહેલો ઘૂંટડો ભર્યો કે તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેઓને નવાઈ લાગી કારણ કે ચા મા ખાંડનું પ્રમાણ બિલકુલ હતું જ નહીં અને એલચી પણ નાખેલી હતી.

એ વિચાર માં પડી ગયા કે શું આ લોકો પણ અમારા ઘરે બને છે એવી જ ચા પીતા હશે?

સમય વીતતો ગયો બપોરના જ્યારે જમવાનો ટાઈમ થયો ત્યારે જમવા બેઠા તો જમવાનું પણ અસલ તેના ઘર જેવું જ બનાવેલું હતું, જેમાં મીઠાનું પ્રમાણ વગેરે બધું ઘર જેવું જ લાગ્યું.

આ વાતમાં પણ તેમને નવાઈ લાગી પછી આરામ કરવા માટે તેને બે તકિયા પણ આપવામાં આવ્યા આ પણ તેને નવીન લાગ્યું અને જેવા જાગ્યા કે તરત જ તેને વરિયાળીનું પાણી આપવામાં આવ્યું.

આ બધી વાતો તેના પેટમાં ઊતરી નહીં, અને અંતે વિદાય લેતી વખતે તેનાથી રહેવાયું નહીં અને તેને પૂછ્યું કે મારે શું ખાવાનું છે, શું પીવાનું છે, મારી તબિયત માટે શું સારું છે આ બધું એકદમ પરફેક્ટ તમને કઈ રીતે ખબર પડી?

તો દીકરીની સાસુ એ ધીમેથી કહ્યું કે કાલે રાત્રે જ તમારી દીકરી નો ફોન આવી ગયો હતો… અને તેને કહ્યું કે મારા પપ્પા સ્વભાવના એકદમ સરળ માણસ છે, તે કંઈ પણ બોલશે નહીં પરંતુ જો થઈ શકે તો મહેરબાની કરીને તમે એનું ધ્યાન રાખજો.

આટલું સાંભળ્યું કે એટલામાં જ પિતાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, છોકરીના પિતા જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે અત્યંત ગળગળા થઈ ગયા અને પોતાના ઘરમાં એક ખૂણા ઉપર લગાવેલી ફોટો હતી, આ ફોટો બીજા કોઈની નહીં પરંતુ તેને સ્વર્ગ સિધાવી ગયેલી માતાની હતી પરંતુ એ ફોટામાંથી તેને બહાર કાઢી નાખ્યો.

અને તે હાર કાઢતા હતા એવામાં તેની પત્ની જોઈ આથી તેને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો.

છોકરીના પિતાએ કહ્યું કે મારું ધ્યાન રાખવા વાળી મારી માતા આ ઘરમાંથી ક્યાંય ગઈ નથી, પરંતુ એ તો મારી દીકરી ના રૂપમાં હવે આ જ ઘરમાં રહે છે.

અને પછી અત્યંત ગળગળા થઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.

દુનિયામાં બધા લોકો કહે છે કે દીકરી એક દિવસે ઘર છોડીને ચાલી જાય છે.

પરંતુ સાચી વાત તો એ છે કે દરેક મા-બાપ ના ઘરે થી દીકરી ક્યારેય જાતી નથી, તે હંમેશાં તેના દિલમાં રહે છે.

સ્ટોરી પસંદ આવી હોય તો દરેક ગ્રુપમાં તેમજ મિત્રો સાથે શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version