દરજી ના દિકરાએ પુછ્યુ કાતર પગ નીચે અને સોંય ઉપર કેમ રાખો છો? તેના પિતાએ જવાબ આપતા કહ્યું…

તેના પિતા આવું લગભગ ઘણા સમયથી કરી રહ્યા હતા ઓછામાં ઓછું ચાર પાંચ વખત આવું કર્યું એટલે બાળક થી રહેવાયું નહી અને તરત જ તેને પોતાના પિતાને પૂછ્યું કે પપ્પા શું તમને એક વાત પૂછું?

એટલે પપ્પાએ કહ્યું કે હા પૂછ ને દીકરા શું જાણવું છે તારે? એટલે એના બાળક એ તરત જ પૂછ્યું કે

તમે જ્યારે કપડું કાપો છો ત્યારે કાપીને તમે કાતરને તમારા પગ નીચે દબાવી ને રાખો છો અને જ્યારે સૌથી કપડું સિવિ લો ત્યારે સોઈ ને તમે ટોપી ઉપર લગાવીને રાખો છો. શું આનું કારણ જાણી શકું?

આ બાળકના નિર્દોષ સવાલ નો પેલા માણસે એવો જવાબ આપ્યો કે બાળકને આખી જિંદગીનો જાણે સાર સમજાઈ ગયો હોય તેવું લાગ્યું.

તેના પિતાએ તેને જવાબ આપતા આપતા કહ્યું કે બેટા જ્યારે પણ હું કામ કરું ત્યારે આ રીતે જ કરું છું. કાતર છે તે કાતર કાપવાનું કામ કરે છે અને સોય બે કાપડને જોડવાનું કામ કરે છે એટલે કે જોડવાનું કામ સોંઈ નું છે અને કાપવાનું કામ કાતરનું છે. કાપવા વાળી જગ્યા હંમેશા નીચે હોવી જોઈએ પરંતુ જોડવા વાળી વસ્તુઓ ની જગ્યા હંમેશા ઉપર હોય છે.

અને આ એક જ કારણથી હું સોઈને ટોપી પર લગાવું છું અને કાતર ને નીચે રાખું છું. જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો. અને કમેંટ માં જણાવજો આ લેખ કેવો લાગ્યો?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts