Site icon Just Gujju Things Trending

દરજી ના દિકરાએ પુછ્યુ કાતર પગ નીચે અને સોંય ઉપર કેમ રાખો છો? તેના પિતાએ જવાબ આપતા કહ્યું…

સ્કૂલમાં રજા પડ્યા પછી બાળકો ઘરે રહેવા લાગ્યા છે. એક દરજીનું ઘર હતું,બે રુમ અને રસોડુ ન હતું દરજી પોતે તેની પત્ની અને બે બાળકો એમ કુલ ચાર જણા રહેતા હતા.

એક રૂમમાં બેસીને જ દરજી પોતાનું કામ કરતો હતો એવામાં તેના દીકરાને તેની પાસે આવીને કહ્યું પપ્પા તમે કેમ કામ કરી રહ્યા છો તમારે રજા નથી?

આથી તેના પપ્પાએ સહજતાથી જવાબ આપ્યો કે હા દીકરા બસ રજા જેવું જ છે

આ તો ઘણા સમયથી જે કામ માટે સમય નહોતો મળતો એ હવે કરી શકાય માટે હું અહીં બેઠો છું.

આથી બાળક કંઈ બોલ્યો નહિ અને તેના પપ્પા જે કામ કરી રહ્યા હતા તેને જોવા લાગ્યો, થોડા સમય પછી તેના પિતાએ કાતરથી કપડું કાઢ્યું અને કાતર ને પોતાના પગ પાસે દબાવીને રાખી દીધી,

થોડા સમય પછી સોઈની જરૂર પડી એટલે ટોપી પરથી સોઈ કાઢીને તેનો ઉપયોગ કરીને ફરી પાછી માથામાં પહેરેલી ટોપી પર જ રાખી દીધી.

તેના પિતા આવું લગભગ ઘણા સમયથી કરી રહ્યા હતા ઓછામાં ઓછું ચાર પાંચ વખત આવું કર્યું એટલે બાળક થી રહેવાયું નહી અને તરત જ તેને પોતાના પિતાને પૂછ્યું કે પપ્પા શું તમને એક વાત પૂછું?

એટલે પપ્પાએ કહ્યું કે હા પૂછ ને દીકરા શું જાણવું છે તારે? એટલે એના બાળક એ તરત જ પૂછ્યું કે

તમે જ્યારે કપડું કાપો છો ત્યારે કાપીને તમે કાતરને તમારા પગ નીચે દબાવી ને રાખો છો અને જ્યારે સૌથી કપડું સિવિ લો ત્યારે સોઈ ને તમે ટોપી ઉપર લગાવીને રાખો છો. શું આનું કારણ જાણી શકું?

આ બાળકના નિર્દોષ સવાલ નો પેલા માણસે એવો જવાબ આપ્યો કે બાળકને આખી જિંદગીનો જાણે સાર સમજાઈ ગયો હોય તેવું લાગ્યું.

તેના પિતાએ તેને જવાબ આપતા આપતા કહ્યું કે બેટા જ્યારે પણ હું કામ કરું ત્યારે આ રીતે જ કરું છું. કાતર છે તે કાતર કાપવાનું કામ કરે છે અને સોય બે કાપડને જોડવાનું કામ કરે છે એટલે કે જોડવાનું કામ સોંઈ નું છે અને કાપવાનું કામ કાતરનું છે. કાપવા વાળી જગ્યા હંમેશા નીચે હોવી જોઈએ પરંતુ જોડવા વાળી વસ્તુઓ ની જગ્યા હંમેશા ઉપર હોય છે.

અને આ એક જ કારણથી હું સોઈને ટોપી પર લગાવું છું અને કાતર ને નીચે રાખું છું. જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો. અને કમેંટ માં જણાવજો આ લેખ કેવો લાગ્યો?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version