“મને પહેલા મારા પૈસા આપો પછી જ હું અંતિમ સંસ્કાર કરવા દઈશ”, પછી દીકરી એ જવાબ આપ્યો તે સાંભળી…
એક ખૂબ જ સુખી-સંપન્ન પરિવાર હતો. બધા હળી-મળીને સાથે રહેતા હતા. પતિ પત્ની, તેના બે દીકરા દીકરાની બંને વહુઓ અને દીકરાઓના સંતાનો બધા એકસાથે રહેતા. તેની એક દીકરી પણ હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા, તેનું સાસરું પણ ખૂબ જ સુખી સંપન્ન હતું. અને બન્ને પરિવાર વચ્ચે સંબંધો પણ ખૂબ જ સારા હોવાથી દીકરી પણ અવારનવાર તેના માતા-પિતાના ઘરે પણ આવ્યા કરતી.
તેની દીકરીને પણ બે સંતાન હતા, અને તેઓ પણ પોતાના પરિવારમાં ખૂબ જ સુખી હતા. અને દીકરીના માતા-પિતાના ઘરે પણ તેના પિતા ઉપર થી લગભગ બધી જવાબદારીઓનો બોજ હલકો થઇ ગયો હોવાથી તેઓએ નિવૃત્તિ લઈ લીધી. પોતાના બંને દીકરાઓને કારોબાર સોંપી દીધો.
સમય તો જતો રહ્યો અને તેઓ પોતે એક ભયંકર બીમારીમાં સપડાઇ ગયા. બીમારીમાંથી ઘણા મહિનાઓ ના ઈલાજ પછી પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યા નહીં.
આમ ને આમ થોડો સમય કાઢ્યો, પછી દીકરી સહિતના દરેક નજીકના સગા સંબંધીઓને બોલાવી લીધા. દીકરીને જોઇને પિતાજી ખુશ પણ થઇ ગયા. થોડી થોડી તબિયતમાં પણ સુધારો આવવા લાગ્યો. તેને પોતે ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી, આથી તેની ઈચ્છાને માન આપીને તેને ઘરે લઈ જવામાં આવ્યા.
ઘરે ગયા પછી પણ થોડા સમય સુધી તેની તબિયત સુધરી રહી પરંતુ ત્યાર પછી તબિયત ફરી પાછી મળતી રહી, અને એ વ્યક્તિ અવસાન પામ્યા.
ઘરના વડીલ અને પિતાજી અવસાન પામ્યા હોવાથી ઘરમાં શોકની લાગણી ફરી વળી. દિકરી સહિત દરેક લોકોને જાણ કરી, બધા સગા સંબંધીઓ અને દીકરી દરેક લોકો ઘરમાં હાજર હતા, ત્યાર પછી અંતિમ સંસ્કાર કરવા માટે જ્યારે ઘરની બહાર લઈને જતા હતા.