“મને પહેલા મારા પૈસા આપો પછી જ હું અંતિમ સંસ્કાર કરવા દઈશ”, પછી દીકરી એ જવાબ આપ્યો તે સાંભળી…
એવામાં રસ્તા ઉપરથી એક ભાઈ સામે આવે છે અને બધાને રોકીને પૂછે છે કે આ ભાઈ ના વારસદાર કોણ છે, મારે આ ભાઈ પાસેથી 10 લાખ રૂપિયા લેવાના છે, આથી તેઓના સંતાન મને રૂપિયા ચુકવશે પછી જ હું અંતિમ સંસ્કાર પુરા કરવા દઈશ.
એના બંને સંતાન આગળ આવે છે અને બંને ભાઈ કહે છે કે અમને કોઈ જાતની ખબર નથી કે તમે પિતાજી પાસે રૂપિયા માંગો છો, આથી અમે શું કામ રૂપિયા આપીએ? બંને ભાઈ ના મોઢા માંથી આ જ વાત નીકળી… આથી પેલા ભાઈએ કહ્યું કે જ્યાં સુધી મને મારી બાકી રકમ નહીં મળે ત્યાં સુધી હું તમારા પિતાશ્રી ના અંતિમ સંસ્કારને આગળ નહીં વધવા દઉં.
અને ત્યાં હાજર બધા લોકોમાં આવી રીતની વાતચીત થયા ને લીધે આ વાત એકબીજા દ્વારા ઘર સુધી પહોંચી ગઈ. જેવી કે વાત તેના દીકરી ને ખબર પડી એવી તરત જ દીકરી ઉભી થઈને બહાર આવી અને જેણે એના પિતાજી ને રૂપિયા આપેલા હતા તે ભાઈ ને આવીને પોતાના બધા દાગીનાઓ કાઢીને આપી દે છે અને કહે છે કે આ તમે રાખી લો, અને જો હજુ પણ આમાં ખૂટતા હોય તો મારા પિતાશ્રી ના અંતિમ સંસ્કાર થયા પછી હું મારું ઘર વેચીને પણ તમને તમારા રૂપિયા ચૂકવી દઈશ.
દીકરી નો જવાબ સાંભળીને ત્યાં હાજર બધા લોકો નવાઈ પામી ઊઠ્યા અને ભાઈઓના મોઢા પણ શરમથી ઝુકી ગયા.
દીકરીએ આવું કહ્યું એટલે પેલા ભાઈ થી રહેવાયું નહીં અને તરત જ તે માણસ બોલી ઉઠ્યો કે દીકરી મારે તારા પિતા પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી થતો, પરંતુ મારે તો તારા પિતાને દસ લાખ રૂપિયા આપવાના હતા. જ્યારે મારે પૈસાની જરૂર હતી ત્યારે એક પણ સવાલ પૂછ્યા વગર તારા પિતાએ મને તરત જ રૂપિયા આપી દીધા હતા.
અને આ મદદને કારણે જ મારી જિંદગી બદલી ગઈ હતી, પરંતુ આ રૂપિયા પાછા કોને આપવા એની થોડી મૂંઝવણ હતી પરંતુ હવે મને બરાબર સમજાઈ ગયું કે મારે આ રૂપિયા ને કોના હાથમાં આપવા. ધન્ય છે દીકરી તારા માવતર ને કે મૃત્યુ પછી પણ દીકરી તેના માવતર ને ભૂલી નથી. આથી આ રૂપિયાની સાચી હકદાર તું જ છો.
ભલે આ એક કદાચ કાલ્પનિક સ્ટોરી હશે. પરંતુ, તમે ઘણી વખત જીવનમાં પણ જોયું હશે કે લગ્ન થયા પછી પણ પોતાના માતા-પિતાની સંભાળ રાખવામાં એક કસર પણ દીકરી ક્યારેય છોડતી નથી. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો સુધી આને પહોંચાડવા માટે શેર અચૂક કરજો. અને કોમેન્ટમાં આ સ્ટોરી ને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ જરૂરથી આપજો.