એક કપલ હતું, તેઓના લગ્ન થયાં ૨૫ વર્ષ થઈ ચૂક્યા હતા અને સંતાનમાં તેઓને એક દીકરો અને દીકરી હતા. જેમાં દીકરાની ઉંમર ૨૩ વર્ષની હતી ત્યારે દીકરી 19 વર્ષની હતી.
હમણાં જ દીકરા નો 23 મો બર્થડે પણ ગયો હતો અને 23માં જન્મદિવસ ઉપર દીકરાને એક નવી ગાડી તેના પિતાએ તેને ભેટમાં આપી હતી. દીકરાને આ ગાડી ખૂબ જ વહાલી હતી, અને તેને ઘણી વખત કહ્યું પણ હતું કે હવે મારે એક ગાડી લેવી છે.
પરંતુ તેના જન્મદિવસે તેના પિતાએ તેને સરપ્રાઇઝ આપીને ચોંકાવી નાખ્યો હતો અને દીકરો પણ તેની આ સરપ્રાઈઝ થી ખૂબ ખુશ થયો હતો.
એક દિવસ તે ગાડી લઈને રાત્રે ક્યાંક જઈ રહ્યો હતો અને અચાનક તેનું એક્સિડન્ટ થઇ ગયું, એવામાં તેના પિતા ઉપર અને માતા ઉપર ફોન આવ્યા હતા અને તરત જ દવાખાને દાખલ કરવાનો હતો, માતા-પિતા તરત જ એકસીડન્ટ ની જગ્યાએ પહોંચે છે અને તરત હોસ્પિટલ ભેગા રવાના થાય છે અને હોસ્પિટલમાં પ્રવેશ કરે છે.
દીકરાને ઓપરેશન રૂમમાં લઇ જવામાં આવે છે પરંતુ ડોક્ટર છે કે કેમ તેની હજુ ખબર પડી હોતી નથી એવામાં એકદમ ઉતાવળે થી એક ડૉક્ટર હોસ્પીટલમાં પ્રવેશ કરે છે અને તરત જ કપડાં બદલી ઓપરેશન માટે તે ઑપરેશન રૂમ તરફ જવા લાગે છે, ડોક્ટરને ઑપરેશન રૂમ તરફ જતા જોઈને દીકરાની માતા ગુસ્સે થઈ જાય છે અને બોલી નાખે છે કે કેમ ડોક્ટર તમે આવવામાં આટલું મોડું કર્યું? તમને ખબર નથી કે અમારા પુત્રની હાલત ખુબ જ ગંભીર છે ઇમરજન્સી કેસ છે તમને તમારી જવાબદારીઓનું ભાન છે કે નહીં?
એક સાથે આટલા બધા સવાલ પૂછી નાખે છે એટલે ડોક્ટર જવાબ આપે છે કે મારી ભૂલ બદલ માફી માગું છું મને ફોન આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હાજર નહોતો જેવી મને ખબર પડી કે તરત જ હોસ્પિટલ આવવા નીકળી ગયો હતો પરંતુ રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોંચતા પહોંચતા મોડું થઈ ગયું. હવે તમે ચિંતા ના કરો હું આવી ગયો છું ભગવાનની ઇચ્છાથી બધું સારું થઈ જશે હવે તમે વિલાપ ન કરો.
આટલું સાંભળીને છોકરાની માતા વધારે ગુસ્સે થઈ જાય છે વિલાપ ન કરો એટલે શું? તમારા મતલબ શું છે જો મારા છોકરાને કંઈક થઈ ગયું હશે તો? આની જગ્યાએ તો તમારો છોકરો હોત તો પણ તમે આમ કરો? એટલે એના જવાબમાં ડોક્ટરે સહેજ સ્માઇલ કરીને જવાબ આપ્યો શાંત થઈ જાઓ બહેન, જીવન અને મરણ એ તો ભગવાનના હાથમાં છે. હું ફક્ત એક સામાન્ય માણસ છું, તેમ છતાં હું મારાથી બનતા પ્રયાસ કરીશ જેથી તમારા દીકરાને બચાવી શકું અને બાકી વધારે તો તમારી પ્રાર્થના અને ભગવાનની મરજી. હવે મને ઓપરેશન રૂમમાં જવા દેશો? આટલું કહીને ત્યાં ઉભેલી નર્સ પણ બાજુમાં આવી જાય છે એટલે નર્સ ને થોડું સલાહ સૂચન આપે છે તે આપીને ડોક્ટર તેના ઓપરેશન રૂમમાં જતા રહે છે.
આશરે બે કલાક પછી ડોક્ટર ચહેરા પર સ્મિત સાથે ઓપરેશન રૂમમાંથી બહાર આવે છે અને આવીને છોકરાની માતાને કહે છે કે ભગવાન ની ખૂબ જ દયા છે કે તમારો દીકરો એકદમ સહી સલામત છે અને હવે તે જલ્દી ભાન માં આવી ને સારો થઈ જશે. વધારે જાણકારી મારા આસિસ્ટન્ટ ડોક્ટર હમણાં તમને આપી જશે.
બસ આટલું કહીને ડોક્ટર તરત જ ત્યાંથી જતા રહે છે, સાથે નર્સ પણ બાજુમાં ઊભી હતી એ બધું સાંભળી રહી હતી ગયા એટલે છોકરાની માતાએ નર્સ ને કહ્યું કે આ ડોક્ટર છે કે કોણ છે? ડોક્ટર ને આટલી બધી તો શેની ઉતાવળ છે કે મારો દીકરો આવે ત્યાં સુધી પણ રોકાવાનું વિચાર્યું નહીં, આ ડોક્ટર ખરેખર ખૂબ જ ઘમંડી લાગે છે.
આટલું વાક્ય સાંભળ્યું એટલે નર્સ ની આંખમાં આંસુ આવી ગયા અને તરત જ તેને જવાબ આપતા કહ્યું કે મેડમ આ એ જ ડોક્ટર છે જેમનો એકનો એક દિકરો હતો એ આજે તમારા દીકરાએ બેફામ કાર ડ્રાઇવિંગ થી સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે.
આ એ જ ડૉક્ટર છે જેને ખબર હતી કે તમારા દિકરાને કારણે જ તેમના દીકરા નો જીવ ગયો છે તેમ છતાં તેણે તમારા દિકરાનો જીવ બચાવ્યો ,અને તેઓ એટલે અત્યારે વહેલા જતા રહ્યા કે તેના દીકરા ની અંતિમવિધિ અધૂરી મૂકીને તેઓ અહીં આવ્યા હતા.
આટલું સાંભળીને પેલા મેડમ ની હાલત કાપો તો જાણે લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી અને પોતાની ભૂલનું તેને ભાન થઇ ગયું હતું.
ભલે આ કદાચ એક સ્ટોરી હશે પરંતુ એમાંથી આપણને શીખવાનું મળે છે કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ ગમે તેટલો ગુસ્સો આવતો હોય પરંતુ આખી વાત કે કોઈપણ વસ્તુ જાણ્યા વગર તમારે કોઈના વિશે કંઈ જ વસ્તુ ધારી ન લેવી જોઈએ. ઈંગ્લીશમાં પણ આના માટે એક કહેવત છે કે પુસ્તકના કવરથી પુસ્તક કેવું હશે તેના વિશે અવલોકન કરાય નહીં.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટ માં રેટીંગ આપશો, અને જો તમે આ પેજને લાઇક ન કર્યું હોય તો હમણાં જ લાઇક કરી આપજો જેથી તમને નવા લેખ મળતા રહે.