એક પત્ની પોતાના પતિને કહે છે ખબર નહીં શું કામ પરંતુ ગઇકાલે રાત્રીના આવ્યા પછી આપણી દીકરી સોનમ કંઈક અજીબ વર્તાવ કરી રહી છે, રાત્રિના આવ્યા પછી તેને ખાવાનું પણ ખાધું ન હતું અને મેં જ્યારે તેને કારણ પૂછ્યું તો કંઈ જવાબ આપ્યો નહીં, આજે સવાર મા પણ જ્યારે હું તેને જગાડવા માટે તેના રૂમમાં ગઈ હતી તો ફરી પાછી તે રડી રહી હતી અને મેં તેને કારણ પૂછ્યું તો તેને કહ્યું કે પ્લીઝ મમ્મી મને એકલા છોડી દો.
મને તો લાગી રહ્યું છે કે આપણી દીકરીને કોઈએ લગભગ તેને પ્રેમમાં દગો આપ્યો લાગે છે. કારણ કે તેને આવો વર્તાવ કોઈ દિવસ કર્યો નથી મને હવે ડર લાગી રહ્યો છે કે તે ક્યાંક પોતાને નુકસાન ન પહોંચાડી દે.
પતિ આ બધું સાંભળીને થોડી વખત સુધી કંઈ જ બોલતા નથી અને ચૂપ રહે છે ત્યાર પછી પોતાનું ગળું ચોખ્ખું કરીને કહે છે કે ઠીક છે ચાલો હું જોઈ આવું છું એના રૂમમાં જઈ ને.
આટલું કહીને તે પોતાની દીકરીના રૂમમાં જાય છે, કેમ છો સોનમ? મજામાં ને? દીકરી ને પૂછે છે. ત્યારે તેની દીકરી સરખો જવાબ આપે છે જેવો તેની મમ્મીને આપ્યો હોય છે તેને તરત જ પોતાના પપ્પાને કહ્યું કે પ્લીઝ પપ્પા મને થોડા દિવસો માટે એકલી છોડી દો.
પપ્પાએ કહ્યું ઠીક છે બેટા કોઈ વાંધો નથી પરંતુ એક શરત છે, સાંભળીશ ને? હા કહો, દીકરી એ જવાબ આપતા કહ્યું. પિતાએ કહ્યું બસ હું તને એક ખૂબ જ વાહિયાત સ્ટોરી સંભળાવવા માગું છું એ સાંભળી લે પછી હું તને ડિસ્ટર્બ નહીં કરું, ઠીક છે?
ઓકે પપ્પા સંભળાવો, તેના પપ્પાએ કહ્યું કે આજથી લગભગ 20 વર્ષ પહેલા એક રાજા હતો જેની પાસે અપાર સંપત્તિ વગેરે હતું. અને તેને સંતાનમાં બે દીકરાઓ હતા તેનો મોટો દીકરો ખૂબ જ આજ્ઞાકારી અને ઈમાનદાર હતો. અને રાજાને પણ તેના મોટા દીકરા ઉપર ખૂબ જ ગર્વ હતો કારણ કે તે રાજા એ કહેલી દરેક વાત માનતો.
ધીમે-ધીમે બન્ને દીકરાઓ મોટા થતા ગયા મોટા દીકરાનાં લગ્ન ધામધૂમથી એક છોકરી સાથે કરવામાં આવ્યા. એ છોકરી ખૂબ જ સુંદર હતી જાણે પરી જ સમજી લો.લગ્ન પછી થોડા સમય પછી ખુબસુરત છોકરી ગર્ભવતી થાય છે. મહેલમાં ચારેબાજુ ખુશીઓનું વાતાવરણ છવાઇ જાય છે. પરંતુ રાજાની પણ એક જીદ હોય છે કે તેના દીકરાની વહુ ને ત્યાં સંતાનમાં દીકરાનો જન્મ થાય. એટલે રાજા તેના દીકરાની વહુ નો ચેક-અપ કરાવે છે તો ખબર પડે છે કે સંતાનમાં દીકરી છે.
એટલે રાજાએ તરત જ તેના આજ્ઞાકારી મોટા દીકરાને પાસે બોલાવીને હુકમ આપી દીધો કે આ દીકરી તેને જોઈતી નથી.
તેનો મોટો દીકરો રાજાનો ખૂબ જ આજ્ઞાકારી પણ હતો એટલે ના તો પાડી શકે નહીં. પરંતુ ખબર નહીં એ પાગલ માણસને શું વિચાર આવ્યો કે બે દિવસ પછી પોતાનું રાજપાટ, ઘણી બધી મિલ્કતો પૈસા, વગેરે બધું છોડીને તે પોતાની ગર્ભવતી પત્નીને લઈને મહેલમાંથી ગાયબ થઈ ગયો.
સાચું કહું તો બેટા એ ખૂબ જ પાગલ અને મૂર્ખ માણસ હતો. લોકો દિકરીને બોજ સમજીને નષ્ટ કરી દેતા હોય છે અને બીજી બાજુ એ પાગલ એક દીકરીના તમામ સુખ સુવીધાઓ ને ઠોકર મારી દીધી. એ પોતે જો તેના પિતાની વાત માની લીધી હોત તો આજે તેની જગ્યાએ રાજા હોત. ન જાણે શું કામ એ મુર્ખ દિકરી ના માટે થઈને બાપ કઈ હાલત માં હશે.
એટલામાં જ સોનમ ની મમ્મી ત્યાં આવીને તેની દિકરીને કહે છે, એ મુર્ખ દિકરી માટે પાગલ માણસ બીજુ કોઈ નહીં પરંતુ તારા પિતાજી જ છે જે તને પોતાની સાથે બનેલી સાચી સ્ટોરી સંભળાવી રહ્યા છે.
તુ નાનપણ થી કહેતી આવે છે ને કે મમ્મી નાના નાની ને તો મેં જોઈ લીધા, પણ જો કદાચ પપ્પા અનાથ ન હોતા તો દાદા દાદી નો ચહેરો પણ જોઈ શકી હોત. હકિકતમાં તારા પિતા અનાથ નથી. તુ મોટી થઈ ને દાદા દાદી થી મળવાની જીદ ન કરે એટલા માટે તારાથી આ હકિકત છુપાવી હતી. અને હા તારા આ દુનિયામાં આવ્યા પછી તારા પપ્પા એ એક કસમ લીધી કે તારા પછી બીજું કોઈ સંતાન નહીં હોય.
છાપા માં જાહેરાત આપીને તારા દાદા દાદી એ દિકરી ને લઈને પાછું આવવાનું કહ્યુ હતુ, મેં પણ તારા પપ્પા ને જવા માટે ઘણું કહ્યુ પણ તારા પપ્પા એ તને ખોળા માં લઈને ચોખ્ખી મનાઈ કરતા કહ્યુ હતુ કે જે ઘરમાં મારી પ્રિંસેસ જેવી દિકરી ની હત્યા નું ફરમાન નિકળી ગયુ હોય ત્યાં એક રાજા કઈ રીતે શ્વાસ લઈ શકે!
આટલું સાંભળ્યા પછી હવે ત્યાંનું વાતાવરણ બદલી ચૂક્યો હતો સોનમની આંખમાં પોતાના પિતા માટે સન્માન ઘણું બધું વધી ગયું હતું અને પોતાના પિતાના પ્રેમ માટે કંઈ પણ જાણે કુરબાન કરવા તૈયાર થઈ જાય એવું મન થઇ રહ્યો હતો. આંખમાંથી અશ્રુધારા રોકાવાનું નામ લેતી ન હતી. પરંતુ હવે બધું જ માત્ર અને માત્ર તેના પિતા માટે હતું.
પપ્પાએ ગળુ ચોખ્ખો કરીને પોતાની દીકરીને ખાલી એટલું કહ્યું કે હું જાણતો નથી કે દુનિયા તારા વિશે શું વિચારી રહી છે પરંતુ તું મારા માટે ખૂબ જ અનમોલ છે. આજે હું રાજા નથી પરંતુ તું ગઈકાલે આજે અને હંમેશા માટે મારી પ્રિન્સેસ બનીને જ રહેશે. આટલું બોલ્યા એટલે તરત જ દીકરીએ તેના પિતાને જઈને ગળે લગાડી દીધા અને કહ્યું તમે હકીકતમાં રાજા જ છો અને હું તમારી પ્રિન્સેસ. એ દિવસે બધાની આંખો ભીની હતી પરંતુ હા પ્રિન્સેસ પોતાની સિયાસત માં પાછી ફરી ચૂકી હતી.
જો તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.