Site icon Just Gujju Things Trending

27 ફેબ્રુઆરીએ શું થયું હતું? ઈન્ડિયન એરફોર્સે જણાવી હકીકત

Source: IAF, Twitter & Facebook Post

૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ કરી દીધું હતું, જેમાં તે લોકો તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો અને ભારતીય સેનાએ પણ તેનો બરાબર નો જવાબ આપ્યો હતો.

૨૭ ફેબ્રુઆરીએ આપણા જાંબાઝ પાઇલોટ અભિનંદન ને પાકિસ્તાને તેની તરફ કસ્ટડીમાં લીધા હતા, અને ગઈકાલે તે વતન પાછા ફરી ચુક્યા છે. પરંતુ હકીકતમાં તે દિવસે શું થયું હતું, તેની હકીકત આજે ઈન્ડિયન એરફોર્સે ટ્વિટર પર જણાવી હતી.

ઈન્ડિયન એરફોર્સે ડાયરી ઓફ ઇવેન્ટ કરીને એક સિરીઝ મા ટ્વિટ કરી હતી, જેમાં પાંચ મિનિટમાં તે દિવસે થયેલી હકીકતો સાથે જણાવી હતી. ચાલો જાણીએ શું થયું હતું

૨૭ ફેબ્રુઆરીએ સવારે અંદાજે 10 વાગ્યે ઇન્ડિયન એરફોર્સના રડાર એ પાકિસ્તાન એરફોર્સના લડાકુ વિમાનો ના કાફલાને ભારતીય સીમામાં જાંગર તરફ આવતા ડિટેક્ટ કર્યા. આ પાકિસ્તાની વિમાનોએ વેસ્ટ રાજૌરી ના સુંદરબાની વિસ્તારમાં ભારતીય એર સ્પેસને તોડી હતી.

અંદર આવી રહેલા વિમાનો જુદાજુદા લેવલ ઉપર જણાયા હતા. ઇન્ડિયન એરફોર્સના પાયલોટને Mig-21Bison, Su-30MKI, Mirage-2000 વિમાનો સાથે અંદર ઘૂસી રહેલા પાક વિમાનોને રોકવા જણાવાયું હતું. પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ મિલેટ્રી ઇન્સ્ટોલેશન્સ ને ટાર્ગેટ કર્યા હતા, જેને ઇન્ડિયન એરફોર્સના ફાઇટર્સ એ પાયલોટે તેના પ્લાનમાં સફળ થવા દીધા ન હતા.

તેમ છતાં પાકિસ્તાન એરફોર્સના બોમ્બ ઇન્ડિયન આર્મીના ફોર્મેશન કમ્પાઉન્ડમાં પડ્યા હતા. જોકે તેના કારણે મિલેટ્રી ઇન્સ્ટોલેશન્સ માં કોઈ નુકસાન પહોંચ્યું હતું નહીં. અને એરિયલ કોમબેટ માં પાકિસ્તાન એરફોર્સનું લડાકુ વિમાન F-16 ને ઇન્ડીયન એરફોર્સના લડાકુ વિમાન Mig-21 Bison એ શૂટ કરી નાખ્યું હતું. આથી F-16 ફ્રેશ થઈને LOC ની પેલેપાર પડ્યું હતું.

આ એરિયલ એંગેજમેન્ટ માં ભારતે પોતાનું Mig-21 વિમાન ગુમાવ્યું હતું, જેમાં બેઠેલા પાયલોટે પોતે સુરક્ષિત રીતે ઈજેક્ટ કરી નાખ્યું હતું, પણ તેનું પેરાશૂટ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં જતું રહ્યું હતું જ્યાં તેને પાકિસ્તાન આર્મી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ ચાર ટ્વિટ પછી એરફોર્સે પાંચમી ટ્વિટમાં લખ્યું હતું કે, “ વિંગ કમાન્ડર અભિનંદન પાછા અમારી સાથે છે. આપણા આ હવાઈ યોદ્ધા માટે ઇન્ડિયન એર ફોર્સ ગર્વ મહેસૂસ કરે છે.”

ઈન્ડિયન એરફોર્સે કરેલી ટ્વીટ ના Screenshot…

Tweet #1

Tweet #2

Tweet #3

Tweet #4

Tweet #5

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version