ગુરૂવારે થયેલા હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે ઘણા લોકો આગળ આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન એ પણ આ પરિવારો ના બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળી છે. તેમજ તેઓને નોકરી રોજગારીની પણ જવાબદારી સંભાળી છે.
આ એક સરકારી વેબસાઈટ છે જે મિનિસ્ટરી ઓફ હોમ અફેર્સ સંભાળે છે. જે શહીદો ના પરિવારને મદદરૂપ થવા કોઈપણ વ્યક્તિ દાન કરી શકે તેના માટે બનાવવામાં આવી છે.
આ વેબસાઇટ શરૂ કરવામાં આવી ત્યારે તેમાં દરેક શહીદ થયેલા જવાન ના ફોટા ને મૂકવામાં આવ્યા હતા, આ ફોટા પર ક્લિક કરીને તમારા ઈચ્છા પ્રમાણે રાશિ આપવાથી તે જવાનના પરિવારને મદદ કરી શકાય છે. અને જ્યારે કોઈ પણ જવાન ને 15 લાખ સુધીનું દાન મળે ત્યારે એ જવાન નો ફોટો વેબસાઈટમાંથી રદ થાય છે.
તમે કદાચ ભારત કે વીર વેબસાઈટ વિશે સાંભળ્યું હશે. આ વેબસાઈટ શહીદ થયેલા જવાનો ના પરિવાર ને કન્ટ્રીબ્યુશન આપવા માટે જ બનાવવામાં આવી છે.
કઈ રીતે કરશો Contribute?
Step.1
સૌપ્રથમ આ વેબસાઇટ ખોલો:- https://bharatkeveer.gov.in/
Step.2
ત્યાર પછી તેની Guidelines વાંચીને Donate બટન પર ક્લિક કરી શકો છો.
Step.3
પછી તમે જેને ઇચ્છો તે જવાન ના પરિવારને મદદ કરી શકો છો. આના માટે જે જવાન ને કન્ટ્રિબ્યુશન આપવું હોય તે જવાન ના ફોટા પર ક્લિક કરવાનું રહેશે.
Step.4
ત્યાં ક્લિક કર્યા પછી “I would like to contribute” બટન જમણા ખૂણા પર ઉપર દેખાશે તેને ક્લિક કરવાનું રહેશે.
Step.5
આ ક્લિક કર્યા પછી તમારું નામ મોબાઈલ નંબર અને તમે જેટલું કન્ટ્રીબ્યુશન કરવા માંગતા હોવ એટલી રાશિ લખીને જનરેટ OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
Step.6
ત્યાર પછી OTP નાખીને submit બટન પર ક્લિક કરવાથી તમારુ ડોનેશન Complete થઈ જશે.
તમને ત્યાર પછી એક તમારા કોન્ટ્રીબ્યુશન માટે થેન્ક્યુ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
અત્યારે આ સાઇટ ઉપર વધારે પડતો ટ્રાફિક છે તો વેબસાઈટ ખોલવા થોડો સમય પણ લાગી શકે છે.