આપણા દરેકના ઘરોમાં આપણે જરૂરિયાત મુજબ જ ખાવાનું બનાવીએ છીએ પરંતુ કોઈને કોઈ કારણોસર થોડું ખાવાનું ક્યારેક વધી રહે છે. તો ક્યારેક આપણે એવું કરતા હોઈએ છીએ કે આ ખાવાનું સાંજ માટે રાખીને સાંજે ગરમ કરીને ખાતા હોઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે દરેક ખોરાકને પાછો ગરમ કરી ખાવા ન જોઈએ. અમુક ખોરાક એવા છે જેને બીજી વખત ગરમ કરીને ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આથી આવા ખોરાકને બીજી વખત ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ.
Mushroom
મશરૂમ ને હંમેશા ફ્રેશ ખાવાથી તેના ફાયદા ઉત્તમ છે. તે કદાચ તમે જાણતા હશો. પરંતુ બીજી વખત ગરમ કરીને ખાવાથી તેના પ્રોટીનનું કમ્પોઝિશન બદલી જાય છે જે શરીર માટે indirectly હાનિકારક બની શકે છે.
બટેટા
આપણા દરેકના ઘરમાં બટેટા બનતા જ હશે, અને તે સ્વાસ્થ્યવર્ધક પણ છે પરંતુ જો આને બનાવીને વધારે સમય સુધી એમનેમ રાખવામાં આવે તો તેમાં મોજૂદ પોષક તત્વો નાશ પામે છે. આથી અને બીજી વખત ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
પાલક
પાલક ને બીજી વખત ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન થઈ શકે છે. આમાં રહેલું નાઈટ્રેટ બીજી વખત ગરમ કરવાથી એવા ટોક્સિક તત્વોમાં બદલી જાય છે કે અમુક વખત કેન્સર થવાનો પણ ખતરો રહે છે. આથી પાલક ને બીજી વખત ગરમ કરીને ન ખાવું જોઈએ.
બીટ
ગુજરાતમાં બીટ ખાવાનું ચલણ ઓછું છે, છતા જે લોકો ખાય છે તેના માટે જણાવી દઈએ કે બીટનું પણ પાલક જેવું જ છે. આમાં બીજી વખત ગરમ કરવાથી તેમાં રહેલું નાઈટ્રેટ સમાપ્ત થઈ જાય છે અને તે કેન્સર ના ગુણધર્મો માં પરિણમી શકે છે. આથી બીટ પણ બીજી વખત ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ.
ભાત
ભાત માં થોડૂં અલગ પ્રકારનું છે, તેને ગરમ કરીને ખાઈ શકાય છે પણ જો તેને ઠંડા કરીને સ્ટોર કર્યા હોઈ તો જ! જો રુમ ટેમ્પરેચર માં ભાત સ્ટોર કરેલા હોય તો, ગરમ ન કર્યા હોવા છતા તેમાં બેક્ટેરિયા ઉદ્ભવે છે અને વધતા રહે છે. અને ભાત માં રહેલ આ બેક્ટેરીયા વોમીટ ડાયેરીયા કે પછી ફુડ પોઈઝનીંગ નું કારણ બની શકે છે. આથી ભાત બનાવ્યા એક કલાક માં જ ખાઈ લેવા જોઈએ અને ફરી ગરમ કરીને ન ખાવા જોઈએ.