દરજીની ચતુર પત્નીઃ વાંચવા જેવી સ્ટોરી છે…
એક ગામડામાં એક દરજી રહેતો હતો જે નાના-મોટા દરેક લોકોના કપડાં સિવતો હતો અને તે કમાણીમાંથી પોતાનું રોજીંદુ જીવન ચલાવતો હતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાવાનું કમાઈ લેતા હતા.
આ દરજી ની ખાસિયત હતી કે તે કપડાં એવા સરસ સિવતો કે તેના કપડા વર્ષો સુધી ચાલતા, એ જ ગામડાનો રાજા ખૂબ જ દયાળુ હતો. એક વખત રાજાએ ખુશ થઈને તેને મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન હતા. એટલે રાજાએ પેલા દરજીને આદેશ આપ્યો કે રાજકુમારી માટે સારામાં સારા કપડા બનાવવામાં આવે. રાજકુમારી ના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી કોઈ બીજાને ચાહતી હતી. અને તેનું કપડાં સિવડાવવાનું જરા પણ મન ન હતું. દરજી બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડાની સીલાઈ માટે માપ લેવા માટે આવી ગયો.
રાજકુમારી લગ્ન થી બચવા માટે એક યોજના બનાવી લીધી.
તેને દરજીને પોતાના શયનકક્ષમાં બોલાવ્યો અને બધી દાસીઓને રૂમની બહાર જવા માટે આદેશ આપ્યો. આથી બધી દાસીઓ રૂમની બહાર જતી રહી. હજુ જેવો દરજી માપ લેવાનું શરૂ કરે કે થોડી જ ક્ષણોમાં રાજકુમારી મોટે મોટેથી રડવા લાગી. આખા મહેલ ને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દરજી તો અચાનક આવું થવાથી ભય અને ડરને લીધે સ્તબ્ધ થઈ ગયો. અને તેને કંઈ સમજમાં આવે તે પહેલા રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવ્યા.
ત્યાં સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં જમા થઈ ગયા.
અને રાજકુમારીએ દરજી ઉપર છેડતીનો આરોપ લગાવી દીધો. દરજી ઉભા ઉભા કાપી રહ્યો હતો. અને તેને પણ રડતા રડતા રાજાને જણાવ્યું કે તેને એવું કંઈ કર્યું નથી.