Site icon Just Gujju Things Trending

દરજીની ચતુર પત્નીઃ વાંચવા જેવી સ્ટોરી છે…

એક ગામડામાં એક દરજી રહેતો હતો જે નાના-મોટા દરેક લોકોના કપડાં સિવતો હતો અને તે કમાણીમાંથી પોતાનું રોજીંદુ જીવન ચલાવતો હતો અને તે અને તેની પત્ની બંને ટંકનું ખાવાનું કમાઈ લેતા હતા.

દરજી ની ખાસિયત હતી કે તે કપડાં એવા સરસ સિવતો કે તેના કપડા વર્ષો સુધી ચાલતા, એ જ ગામડાનો રાજા ખૂબ જ દયાળુ હતો. એક વખત રાજાએ ખુશ થઈને તેને મહેલમાં બોલાવ્યો. રાજકુમારીના થોડા દિવસોમાં લગ્ન હતા. એટલે રાજાએ પેલા દરજીને આદેશ આપ્યો કે રાજકુમારી માટે સારામાં સારા કપડા બનાવવામાં આવે. રાજકુમારી ના લગ્ન તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હતા. રાજકુમારી કોઈ બીજાને ચાહતી હતી. અને તેનું કપડાં સિવડાવવાનું જરા પણ મન ન હતું. દરજી બીજા જ દિવસે સવારે રાજકુમારીના કપડાની સીલાઈ માટે માપ લેવા માટે આવી ગયો.

રાજકુમારી લગ્ન થી બચવા માટે એક યોજના બનાવી લીધી.

તેને દરજીને પોતાના શયનકક્ષમાં બોલાવ્યો અને બધી દાસીઓને રૂમની બહાર જવા માટે આદેશ આપ્યો. આથી બધી દાસીઓ રૂમની બહાર જતી રહી. હજુ જેવો દરજી માપ લેવાનું શરૂ કરે કે થોડી જ ક્ષણોમાં રાજકુમારી મોટે મોટેથી રડવા લાગી. આખા મહેલ ને સંભળાય એટલી મોટે મોટેથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું. દરજી તો અચાનક આવું થવાથી ભય અને ડરને લીધે સ્તબ્ધ થઈ ગયો. અને તેને કંઈ સમજમાં આવે તે પહેલા રાજકુમારીના રૂમમાં બધા લોકો દોડી આવ્યા.

ત્યાં સુધી કે સિપાહીઓ, દાસીઓ તેમજ ખુદ રાજા પણ ભાગતા ભાગતા ત્યાં જમા થઈ ગયા.

અને રાજકુમારીએ દરજી ઉપર છેડતીનો આરોપ લગાવી દીધો. દરજી ઉભા ઉભા કાપી રહ્યો હતો. અને તેને પણ રડતા રડતા રાજાને જણાવ્યું કે તેને એવું કંઈ કર્યું નથી.

પરંતુ રાજાએ દરજી ની એક વાત ન સાંભળી, દરજી ને કેદ કરી લીધો અને તેને મોતની સજા સંભળાવવામાં આવી. ત્યાર પછી રાજાએ એલાન કર્યું કે હવે જ્યાં સુધી રાજકુમારી પૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરવામાં આવે.

આ વાતની ખબર દરજીની પત્નીને ખબર પડી. આથી તે ભાગતી ભાગતી રાજમહેલ પહોંચી ગઈ. તેને પોતાના પતિના સારા ચરિત્ર માટે ઘણા પુરાવા આપ્યા પરંતુ રાજાને પોતાની દીકરીના અપમાન સામે કોઈપણ વસ્તુ દેખાય રહી ન હતી. દરજી ની પત્ની પર દયા ખાઈને રાજાએ તેને દરજી ના ગયા પછી આજીવન ભરણપોષણ પણ આપવાની વાત કરી.

દરજીની પત્નીએ રાજાના આ પ્રસ્તાવને છોકરા વી દીધો અને એક વચન માંગી લીધૂ. રાજાએ દરજીની જિંદગીને છોડીને જે પણ કાંઈ માંગે તે આપવાનું વચન કર્યું. ત્યારે દરજી એની પત્નીએ જણાવ્યું કે એ જે પણ માંગશે.તે રાજાથી એકલામાં માંગશે, તેને દરબાર ના લોકો પર ભરોસો નથી. આથી રાજાએ તેની વાત માની લીધી અને પોતાના કક્ષમાં વાત કરવા માટે બોલાવી.

એટલામાં થોડા જ સમયમાં રાજાના કક્ષ માંથી મોટે મોટેથી રડવા નો અવાજ આવવા લાગ્યો, બધા લોકો ભેગા થઇ ગયા. અને રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ત્યારે દરજી ની પત્ની એ બધા લોકોને જણાવ્યું કે રાજાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. આથી ત્યાં હાજર રહેલા બધા લોકો રાજાને ગુનાની નજરોથી જોવા લાગ્યા. હવે રાજાને આખી વાત સમજમાં આવી. તેને તરત જ દરજી ને છોડી દેવાનો આદેશ આપ્યો. અને દરજી તેમજ તેની પત્ની સાથે અજાણતા માં થયેલી ભૂલની માફી માંગી.

ત્યાર પછી બંને લોકો સન્માન સાથે ઘરે પહોંચ્યા અને પોતાની જીંદગી પાછી હસીખુશી થી વીતાવવા લાગ્યા.

આ સ્ટોરી માંથી આપણને બોધ મળે છે કે બે વ્યક્તિઓ વચ્ચે એકલા માં બનેલી ઘટનાઓ માં થોડી વાતો વણકહી રહી જાય છે. બંને માંથી જેના શુભચિંતક વધારે હોય તેની વાત નો ભરોસો કરવામાં આવે છે. અને બીજા વ્યક્તિ ને બોલવાનો મોકો પણ નથી આપવામાં આવતો. હવામાન ઘણી વખત નિર્દોષ વ્યક્તિ માનસિક તેમજ શારીરિક સજાઓ નો ભોગી બને છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version