દુકાનદારે કહ્યું તું જાતે ચોકલેટ લઈ લે. તો બાળકે ના પાડી દીધી! તેના મમ્મી એ કારણ પૂછ્યું તો જણાવ્યું કે
એક કપલ હતું, બંને ના લગ્નને 10 વર્ષ થી પણ વધારે થઈ ગયું હતું, બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા, બંને સંતાનને નાનપણથી જ ખૂબ જ લાડકોડથી ઉછર્યા હતા.
એક દિવસ દીકરાને લઈને તેની મમ્મી કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે જાય છે, જ્યારે પેલી સ્ત્રી ત્યાં ખરીદી કરી રહી હતી એવામાં તેનો દીકરો વેપારી સામે જોઈને એ મરકમરક હસી રહ્યો હતો.
આમ તો છ વર્ષની ઉંમર હતી એટલે ગમે તેની સાથે વાતો પણ કરી લેતો, એટલે પેલી સ્ત્રી ખરીદી કરતા કરતા પોતાના બાળકને જોઇ રહી હતી અને તેને થયું કે તેનો દીકરો હમણાં વેપારી સાથે કંઈક વાતોચીતો કરશે.
ત્યાં ઉપર બેઠેલા વેપારીને પણ આ નાનકડા અને એકદમ નિર્દોષ દેખાતા બાળકનું હાસ્ય ખૂબ જ ગમ્યું, આમ પણ દુનિયામાં ભાગ્યે જ એવા લોકો હશે જેને બાળકનું નિર્દોષ હાસ્ય ન ગમે! તમે ગમે તેવા ખરાબ મૂડમાં હોય પરંતુ જો રસ્તામાં પણ તમારી સામે કોઈ બાળક નિર્દોષ હાસ્ય કરે તો તમારો મૂડ તરત જ ચેન્જ થઇ જતો હોય છે.
વેપારી ને પણ જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું હતું એટલે તરત જ તેને પેલા બાળકને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે બેટા અહીં આવ અહીંયા ચોકલેટની બરણી પડી છે તેમાંથી તુ હાથ લંબાવીને તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે.
સાંભળીને બાળક તરત જ વેપારી પાસે ગયો પરંતુ જાતે ચોકલેટ લેવાની તેને ના પાડી દીધી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા માટે કહી રહ્યા હતા પરંતુ બાળક ના જ પાડી રહ્યો હતો. અને પેલી બાજુ તેની મમ્મી પણ દુર ઉભી ઉભી આ ઘટના ને નિહાળી રહી હતી.
થોડીવાર પછી બાળક ના પાડતો હતો એટલે વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી, બાળકે પોતાના બંને હાથનો ખોબો ધર્યો અને વેપારીએ આપી એટલી બધી ચોકલેટ લઇ લીધી.
પછી વેપારીને સરસ મજાની સ્ટાઇલ કરીને થેન્ક યુ કહી ને પોતાની મમ્મી પાસે જતો રહ્યો. તેની મમ્મી હજુ ખરીદી કરી રહી હતી, મમ્મી પાસે ગયો થોડીવાર ઊભો રહ્યો અને મમ્મી ની ખરીદી પૂરી થઇ એટલે તરત જ તેઓ બંને ઘર તરફ જવા રવાના થઈ ગયા.