દુકાનદારે કહ્યું તું જાતે ચોકલેટ લઈ લે. તો બાળકે ના પાડી દીધી! તેના મમ્મી એ કારણ પૂછ્યું તો જણાવ્યું કે
કરિયાણાની દુકાને થી જ્યારે ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે છોકરાની મમ્મી એ છોકરાને પૂછ્યું કે બેટા તને પેલા અંકલ ચોકલેટ જાતે લેવાનું કહેતા હતા તો પણ એમાંથી તો ચોકલેટ કેમ નહોતો લેતો?
આ સવાલનો પેલા છોકરાએ એવો જવાબ આપ્યો કે માતા જવાબ સાંભળીને અત્યંત સ્તબ્ધ રહી ગઈ. છોકરાએ જવાબ આપતા પોતાના હાથ બતાવીને કહ્યું કે જો મમ્મી મારા હાથ તો ખૂબ જ નાના છે, આથી જો મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને ખૂબ જ ઓછી ચોકલેટ મળી હોત.
પરંતુ પેલા અંકલ ના હાથ ખુબ જ મોટા હતા અને તેઓએ મને મૂઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો. અને એટલા માટે જ મેં મારા હાથેથી બરણી માં થી ચોકલેટ લીધી નહીં.
મમ્મી પોતાના દીકરા નો જવાબ સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગઈ, પછી ધીમે ધીમે તેને સમજમાં આવ્યું કે આ હકીકતમાં એક જીવન જીવવા માટેની ખુબ જ મોટી શીખ છે.
આપણા હાથ કરતા હંમેશને માટે ઉપરવાળાનો હાથ તેમજ તેનું હૃદય આપણા કરતા બહુ મોટા છે. આથી આપણે જે દરરોજ તેની પાસે માંગ માંગ કરીએ છીએ તેના કરતા આપણને તેને શું આપવું તે જો એના પર જ છોડી દઈએ તો આપણને ઘણું બધું મળશે.
એટલે કે આપણે જાતે લેવા જઈશ હું તો નાની મુઠી ભરાય એટલું મળશે જ્યારે એના પર છોડી દઈશું તો ખોબો ભરાય જાય એટલું મળી શકે!
એટલે જ કદાચ કહેવામાં આવ્યું હશે કે સાહેબ ભગવાન ઉપર ભરોસો રાખજો, એ તમારું ક્યાંય અટકવા નહિ દે. અને જો અબોલ જીવ જંતુઓને પણ તેની જરૂરિયાત મળી જાય છે તો આપણે તો માણસ છીએ. આપણે પણ ભગવાન પર ભરોસો રાખવો જોઈએ!