Site icon Just Gujju Things Trending

દીકરી ની વિદાય વખતે પિતા સૌથી છેલ્લે રડે છે, કારણ કે…

મા અને દીકરી ના સંબંધ વિશે તો વાત થતી જ હોય છે, અને લગભગ દરેક લોકો જાણતા પણ હોય છે. પણ પરંતુ પિતા અને દીકરી નો સંબંધ પણ દરિયા કરતાં પણ વધારે ઊંડો છે. કોઈપણ પિતા દરેક ઘરના દીકરાને ભલે વટ તો હશે, ખીજાતો હશે. પરંતુ એ જ બાપ જ્યારે દિકરી ની વાત આવે ત્યારે પોતાની દીકરીની દરેક નાની-નાની ફરમાઈશ પણ પૂરી કરે છે, અને તેના દીકરીની ખોટી જીદ પણ નજર અંદાજ કરી દે છે. દીકરો કંઈક માંગે તો તે દીકરાને ના પાડી શકે છે.

પરંતુ જ્યારે દીકરી કંઈક પિતા પાસે માંગે છે, તો તે ગમે તેમ કરીને દીકરીની ઈચ્છા પૂરી કરે છે. ભલે પછી દુનિયા તે પિતાનું બધુ લૂંટી લેતો પણ તે હાર માનતો નથી. અને પોતાની જ દીકરી ના આંખમાં આંસુ જોઈને જે પોતે અંદરથી તૂટી જાય છે એને જ પિતા કહેવાય છે.

અને દીકરીનું પણ આવું જ છે તે જ્યારે ઘરમાં રહે છે ત્યારે તેને કોઈ પણ વાતમાં પોતાના પિતાનું ઘમંડ હોય છે કે જો કોઈએ કંઈ કહ્યું તો તે તરત જ જવાબ આપતા કહી દે છે કે પપ્પાને આવવા દો, હું પછી જણાવું છું. ભલે દીકરી ઘરમાં રહે છે પોતાની માતા સાથે અને તેના પરિવાર સાથે પરંતુ દીકરીને હિંમત હંમેશા માટે તેના પિતા હોય છે.

જ્યારે લગ્નમાં વિદાય થાય છે ત્યારે દીકરી દરેકને મળી ને રડે છે, પરંતુ પોતાના પિતાને એવી રીતે કસીને પકડી લે છે જેવી રીતે માતા પોતાના દીકરાને ભેટી પડે, કારણકે એ દીકરીને એ વાતની ખબર છે કે એ પિતા જ છે જેને ગમે તેવા સંજોગોમાં ગમે તેવા સમયમાં મારી દરેક ફરમાઈશ ને પૂરી કરી હતી, એજ સમયે પિતા પોતે પણ રડી લે છે. અને પછી દીકરીને હિંમત પણ આપે છે કે આપણે મળતા રહીશું, દીકરીને હિંમત વધારે ન ટૂટે એટલા માટે પિતા થોડું જ રડે છે, પછી ક્યાંક ખૂણામાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી લે છે. અને આ વાત દીકરીના પિતા સારી રીતે સમજી શકે છે.

જ્યાં સુધી પોતાના પિતા જીવતા હોય ત્યારે દીકરી પોતાના પિયર ભક્તિ આવતી જતી રહે છે અને તે લગ્ન થયા હોવા છતાં પણ પોતાના ઘરમાં હજુ જીદ કરી લે છે અને કોઈ પણ જો તેને કંઈ કહે તો તરત જ તે તેને જવાબ આપી દે છે કે આ મારા પિતાનું ઘર છે. લગ્ન પછી પણ જ્યાં સુધી પિતા હોય ત્યાં સુધી તે પિયરમાં કોઈની પણ બીક રાખતી નથી. પરંતુ જેવા એના પિતા આ દુનિયામાંથી ચાલ્યા જાય છે કે દીકરી ત્યારે આવે ત્યારે એટલું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે કે ત્યાં હાજર દરેક સગા સંબંધીઓને ખબર પડી જાય છે કે તેની દીકરી આવી ગઈ છે. અને તે દિવસે દીકરી હિંમત હારી જાય છે કારણકે તે દિવસે તેના પિતા નહીં પરંતુ જાણે તેની હિંમત ચાલી ગઈ હોય તેવું તેને મહેસુસ થાય છે.

પિતાના આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી દીકરી ક્યારેય પોતાના ભાઈના ઘર માં કે પોતાના પિયર કોઈપણ લોકો સાથે જીદ કરતી નથી, અને એ પછી કોઈ પણ બાબત કેમ નથી. તેમ છતાં તે કોઇ પણ વાતમાં જીદ કરતી નથી. કારણ કે દીકરી પણ સમજે છે કે જ્યાં સુધી પિતા હતા ત્યાં સુધી દરેક વસ્તુ તેની હતી.

બાકી આ વિષય એવો છે કે આ વિષય ઉપર લખવા જઈએ તો લેખના લેખ લખાઈ જાય તેમ છતાં ઘણી બધી વસ્તુ કહેવાની રહી જાય.

પિતા માટે તેની દીકરી તેની જિંદગી હોય છે પણ એ ક્યારેય જણાવી શકતો નથી, ક્યારેય બોલતો નથી. અને એવી જ રીતે દીકરી માટે પણ પોતાના પિતા તેની સૌથી મોટી હિંમત અને ઘમંડ હોય છે પરંતુ દીકરી પણ આ વાત ક્યારે પણ જણાવતી નથી. ક્યારે પણ તે બોલતી નથી.

પિતા અને દિકરી નો પ્રેમ એ દરિયા કરતાં પણ ઊંડો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કોમેન્ટમાં તમારા રેટિંગ જરૂર આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version