એક દીકરીએ વિદાય સમયે કહી દીધુ એવું કે તેના પિતા ના મોઢામાંથી શબ્દ ખુટી પડ્યા…
આજે ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, કારણકે ઘરની એકની એક દીકરી ના લગ્ન હતા. જે પ્રસંગ ની તૈયારી ઘણા સમયથી તેના માતા-પિતા સહિત ઘરના બધા લોકોએ કરી હતી.
દીકરી પણ ઘરની ખૂબ જ લાડકી હતી, આથી તેને ખૂબ જ લાડ થી ઉછેરી હતી. અને દીકરી ના પિતા તેને કોઈપણ વસ્તુની કમી પડવા દેતા નહીં, આ બાજુ દીકરીએ કંઈ ફરમાઈશ કરી કે બીજી બાજુ તેની ફરમાઇશ તરત જ તેના પિતા પૂરી કરી દેતા.
કારણ કે ખૂબ જ લાડકી દીકરી હતી અને પહેલાથી જ તેને ખૂબ જ લાડથી ઉછેરતી હતી. ધીમે ધીમે લગ્નનો સમય નજીક આવતો જતો હતો, અને ક્યાંક ને ક્યાંક દીકરીના માતા-પિતા અંદરોઅંદર દુઃખી થતા હતા એ વિચારીને કે હવે દિકરી અહીંથી ચાલી જવાની છે.
પિતા તો દિકરી ની વિદાય નું વિચારીને થોડા થોડા સમયે રડી લેતા, અને આ બાજુ માતા ની આંખો માં પણ અશ્રુધારા વહી રહી હતી. થોડા થોડા સમય અંતરે બન્ને દંપતિ પોતાના આંસુ લૂછી લેતા હતા.
દીકરીના લગ્નની તૈયારીઓ લગભગ બધી થઈ ચૂકી હતી, છતાં પણ અમુક તૈયારીઓમાં તૈયારી કરતી વખતે તેના માતા પિતા ક્યારેક-ક્યારેક ઝગડી પડતા, કારણકે એ બંનેમાં ક્યારેક એક મત ન થઈ શકતો.
દીકરી પણ અંદરથી ખૂબ જ ખુશ હતી, પરંતુ એના દિલમાં એક ઉદાસી હતી કે હવે જ્યારે પિયર નું ઘર છોડીને જાવું પડશે ત્યારે તેને ખબર હતી કે પિતા ની તે સૌથી મોટી કમજોરી છે અને પિતા તેના વગર રહી નહી શકે. અને એક બીજી વાત પણ તેને ખટકી રહી હતી. એ વાત હતી કે મમ્મી પપ્પા નાની નાની વાતમાં પણ ઝઘડો કરી લે છે. તે વિચારી રહી હતી એમાં તેને એક સુંદર વિચાર આવ્યો.
અને લગભગ તેની વિદાય ની શરૂ થવામાં થોડી જ વાર હતી અને તે સ્ટેજ પર પહોંચી ગઈ, માઈક હાથમાં લઈને સંબોધન શરૂ કર્યું.
“તમારા બધા લોકોનો ખુબ જ આભાર કે, તમે બધા લોકો મારા લગ્નમાં આવ્યા. મારા પપ્પા અને મમ્મી નું ખૂબ જ ધ્યાન રાખજો કારણ કે મારા જતા પછી તે એકલા પડી જશે. પરંતુ હું એક વાત કહેવા માગું છું મારા પિતાને અને બધી છોકરીઓ ના પિતાને, કે તમે દીકરીને ખૂબ જ લાડથી ઉછેર્યો છો અને લગ્ન સમયે ઈચ્છો છો કે તમને પતિના સ્વરૂપમાં કોઈ એવો માણસ મળે જે અમને રાજકુમારીની જેમ રાખે અને એક એવી જિંદગી આપે, જે માત્ર સ્ટોરીમાં જ હોય.”