Site icon Just Gujju Things Trending

એક દીકરીએ વિદાય સમયે કહી દીધુ એવું કે તેના પિતા ના મોઢામાંથી શબ્દ ખુટી પડ્યા…

આજે ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, કારણકે ઘરની એકની એક દીકરી ના લગ્ન હતા. જે પ્રસંગ ની તૈયારી ઘણા સમયથી તેના માતા-પિતા સહિત ઘરના બધા લોકોએ કરી હતી.

દીકરી પણ ઘરની ખૂબ જ લાડકી હતી, આથી તેને ખૂબ જ લાડ થી ઉછેરી હતી. અને દીકરી ના પિતા તેને કોઈપણ વસ્તુની કમી પડવા દેતા નહીં, આ બાજુ દીકરીએ કંઈ ફરમાઈશ કરી કે બીજી બાજુ તેની ફરમાઇશ તરત જ તેના પિતા પૂરી કરી દેતા.

કારણ કે ખૂબ જ લાડકી દીકરી હતી અને પહેલાથી જ તેને ખૂબ જ લાડથી ઉછેરતી હતી. ધીમે ધીમે લગ્નનો સમય નજીક આવતો જતો હતો, અને ક્યાંક ને ક્યાંક દીકરીના માતા-પિતા અંદરોઅંદર દુઃખી થતા હતા એ વિચારીને કે હવે દિકરી અહીંથી ચાલી જવાની છે.

પિતા તો દિકરી ની વિદાય નું વિચારીને થોડા થોડા સમયે રડી લેતા, અને આ બાજુ માતા ની આંખો માં પણ અશ્રુધારા વહી રહી હતી. થોડા થોડા સમય અંતરે બન્ને દંપતિ પોતાના આંસુ લૂછી લેતા હતા.

દીકરીના લગ્નની તૈયારીઓ લગભગ બધી થઈ ચૂકી હતી, છતાં પણ અમુક તૈયારીઓમાં તૈયારી કરતી વખતે તેના માતા પિતા ક્યારેક-ક્યારેક ઝગડી પડતા, કારણકે એ બંનેમાં ક્યારેક એક મત ન થઈ શકતો.

દીકરી પણ અંદરથી ખૂબ જ ખુશ હતી, પરંતુ એના દિલમાં એક ઉદાસી હતી કે હવે જ્યારે પિયર નું ઘર છોડીને જાવું પડશે ત્યારે તેને ખબર હતી કે પિતા ની તે સૌથી મોટી કમજોરી છે અને પિતા તેના વગર રહી નહી શકે. અને એક બીજી વાત પણ તેને ખટકી રહી હતી. એ વાત હતી કે મમ્મી પપ્પા નાની નાની વાતમાં પણ ઝઘડો કરી લે છે. તે વિચારી રહી હતી એમાં તેને એક સુંદર વિચાર આવ્યો.

અને લગભગ તેની વિદાય ની શરૂ થવામાં થોડી જ વાર હતી અને તે સ્ટેજ પર પહોંચી ગઈ, માઈક હાથમાં લઈને સંબોધન શરૂ કર્યું.

“તમારા બધા લોકોનો ખુબ જ આભાર કે, તમે બધા લોકો મારા લગ્નમાં આવ્યા. મારા પપ્પા અને મમ્મી નું ખૂબ જ ધ્યાન રાખજો કારણ કે મારા જતા પછી તે એકલા પડી જશે. પરંતુ હું એક વાત કહેવા માગું છું મારા પિતાને અને બધી છોકરીઓ ના પિતાને, કે તમે દીકરીને ખૂબ જ લાડથી ઉછેર્યો છો અને લગ્ન સમયે ઈચ્છો છો કે તમને પતિના સ્વરૂપમાં કોઈ એવો માણસ મળે જે અમને રાજકુમારીની જેમ રાખે અને એક એવી જિંદગી આપે, જે માત્ર સ્ટોરીમાં જ હોય.”

બધા લોકો શાંત થઇ ગયા અને દરેક લોકોનું ધ્યાન આ દિકરી ની વાત પર જતું રહ્યું, લગભગ ત્યાં હાજર સૌ લોકો દિકરી ની વાત સાંભળી રહ્યા હતા.

આગળ દીકરીએ કહ્યું કે તમને બધાને એક વાત કહેવા માગું છું કે તમે જે છોકરી સાથે લગ્ન કર્યા છે, શું તમે તેને રાજકુમારીની જેમ રાખી છે? શું તમે તેને પરી કથા જેવું જીવન આપ્યું છે? તેના સાથે ઝગડવા સિવાય કે પછી જીંદગી પસાર કર્યા સિવાય શું તમે તેને બધી ખુશી આપી છે જેની કલ્પના તમે તમારી દીકરી ના લગ્ન કરતી વખતે તમારી દીકરીને મળે એવી આશા રાખો છો?

ત્યાં હાજર સૌ લોકોમાં જાણે સન્નાટો છવાઇ ગયો હતો, અને દીકરીની માતાના આંખમાંથી જાણે આંસુઓનો વરસાદ થઇ રહ્યો હતો. એટલું જ નહીં ત્યાં હાજર બધા પુરુષ હતા અને ઘણી સ્ત્રીઓ રડી રહી હતી.

દીકરી ના પિતા નીચું માથું કરીને આ બધું સાંભળી રહ્યા હતા.

દીકરી ફરી કહ્યું, “હજુ પણ સમય છે, મારા ગયા પછી કે પછી તમારી દીકરીઓના વિદાય પછી તમે એ સ્ત્રી સાથે એવો જ વ્યવહાર કરો જે તમે પોતાની દીકરી સાથે તેના પતિ અથવા તેના સાસરિયાઓ દ્વારા જેવો વ્યવહાર થતો જોવા ઇચ્છો છો. આનાથી તે બધી સ્ત્રીઓને ખોવાયેલું માન મળશે, તેના પિતાના ચહેરા પર પણ ખુશી આવશે અને તમને બધાને જીવવાનો એક નવો સહારો મળશે, બસ મારી આટલી વાત માની લો એટલે આ જ મારી સાચી વિદાય હશે.”

આટલું કહીને દીકરી સ્ટેજ ઉપરથી નીચે આવવા લાગી. દીકરી ના માતા અને પિતા તેને ગળે મળી ગયા. અને ત્યારે તેના પિતાના મોઢામાં દિકરીને કંઈજ કહેવા માટે કોઈ શબ્દો જ હતા નહીં. અને ફંક્શનમાં હાજર દરેક લોકો માત્ર તાળી વગાડી રહ્યા હતા, ત્યાંનો માહોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો.

જો તમને આ સ્ટોરી ગમી હોય તો દરેક લોકો જોડે શેર કરજો…

અને કમેંટ માં તમારુ આ પોસ્ટ પર રેટીંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version