રેલવે સ્ટેશન પર ચા વેચવા વાળા છોકરા ની નજર અચાનક એક ઘરડા દંપતી પર પડી, તેને જોયું કે તે ઘરડા જેવા દેખાતા પતિ તેની પત્નીને હાથનો સહારો આપીને ધીમે ધીમે ચાલી રહ્યા હતા.
થોડી દૂર જઈને તે પતિ પત્ની એક ખાલી જગ્યા જોઈને ત્યાં બેસી ગયા, તેના કપડાં જોઈને તો તેઓ ગરીબ જ લાગી રહ્યા હતા.
એટલામાં ટ્રેન આવવાના ઈંધણ દેખાયા એટલે પેલો ચા વાળો પોતાના કામમાં લાગી ગયો. અને સાંજે જ્યારે તે ચા વાળો સ્ટેશન ઉપર પાછો આવ્યો તો જોયું કે પેલા ઘરડા પતિ પત્ની હજુ પણ ત્યાં જ બેઠા હતા. જ્યાં તેને સવારે જોઈને ગયો હતો.
તે દંપતિને જોઇને વિચારમાં પડી ગયો, પણ છતાં પાછો પોતાના કામમાં મશગૂલ થઈ ગયો. ત્યાર પછી જ્યારે મોડી રાત સુધી પણ પેલું દંપતી ત્યાં જ બેઠું હતું તો આ જોઈને તે તેની પાસે ગયો અને તેને પૂછવા લાગ્યો કે તમે સવારથી અહીં શું કરી રહ્યા છો? તમારે ક્યાં જવું છે?
આથી દંપતિએ પહેલા તો ચા વાળા ની સામે જોયું કે તેને સવાલ કોણ પૂછી રહ્યું છે. પછી થોડા સમય પછી ઉપરનો અને નીચેનો ખિસ્સુ તપાસીને એક ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી અને તે ચા વાળા ને આપી.
અને કહ્યું કે બેટા અમારા બંનેમાંથી કોઈને લખતા વાંચતા આવડતું નથી, આ ચિઠ્ઠી મારા નાના દીકરાએ આપી હતી જેમાં મોટા દીકરા નું એડ્રેસ લખેલું છે. નાના દીકરાએ આપતી વખતે કહ્યું હતું કે જો ભાઈ તમને લેવા ન આવી શકે તો આ ચિઠ્ઠી કોઈને પણ બતાવજો, તે તમને સાચી જગ્યાએ પહોંચાડી દેશે.
આથી આટલું સાંભળીને ચાવાળો ખુશ થઈ ગયો કે મેં આ લોકોને પૂછ્યું તેનો મને આનંદ છે, ચાલો જલ્દી થી હું આ ચિઠ્ઠીમાં તેનું એડ્રેસ જોઈને આ લોકોને ત્યાં મૂકી આવું.
આ ચિઠ્ઠી માં એડ્રેસ લખીને ચીઠી ને વાળી દેવામાં આવી હતી, એટલે તેને તે ચિઠ્ઠી ખોલી તો અંદર જે લખ્યું હતું તે જોઈને તેના હોશ ઉડી ગયા. અને તેની આંખમાંથી અચાનક જ આંસુ નીકળવા લાગ્યા.
એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “મહેરબાની કરીને આ બંનેને તમારા શહેરના કોઈ વૃદ્ધાશ્રમ માં ભરતી કરાવી દો. તમારી ખૂબ જ મહેરબાની થશે”
આ વાંચીને ચા વાળો ઉદાસ થઈ ગયો, શું કરવું તેની કંઈ સમજ જ ન રહી.
ભલે કદાચ આ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ હાલમાં આવું અસલ જીંદગીમાં થાય તો પણ કંઈ નવાઈની વાત નથી, ધિક્કાર છે આવા સંતાનો પર જેને મા-બાપ એ જ ભણી-ગણીને ઉછેર્યા છે તે મા-બાપને તેઓ તરછોડીને વૃદ્ધાશ્રમ માં મુકવાનો વિચાર કરે છે.
આ લેખ ને એટલો શેર કરજો કે દરેક સંતાન સુધી પહોંચી જાય
અને દરેકને આ સ્ટોરી માંથી કંઈક સારી પ્રેરણા મળે.