“એક આંખવાળી માં” – આ વાંચીને રડવું ન આવે તો કહેજો!
એ પછી એકાદ વર્ષ પછી એનો દીકરો જ્યાં ભણ્યો હતો એ નિશાળમાં એક સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો, એમાં જે તે વર્ષમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની શાળામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ તેને હાજર રહેવા માટે ખૂબ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોને રજા લઈને પોતાના ગામમાં આવ્યો.
ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ. એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યો હતો. ઘડીક તો એણે મનને મારીને રાખ્યું. સ્નેહ મિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી એટલે એનાથી રહેવાયું નહીં. પોતાના મિત્રને કહીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના બાળપણના ઘરે પહોંચ્યો. જઈને જોયુંતો ખંડેર બની ગયેલું એક ઘર બંધ હાલતમાં હતો. એણે પાડોશી ને પૂછ્યું તો એમણે જણાવ્યું કે છ મહિના પહેલા એની માં મૃત્યુ પામી હતી અને મરતા પહેલા એક પત્ર આપતી ગઈ હતી, અને કહેતી ગઈ હતી કે કોઈ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર આપવો.
દિકરો એટલો નીંભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ નથી થયું. પરંતુ કાણી માતા એ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની તેને ઈચ્છા જરૂર થઈ હતી. હાથીના પત્ર ખોલ્યો, પત્રમાં એની માતાએ લખ્યું હતું.
મારા વ્હાલા દીકરા! દરેક સ્થાને અને દરેક શ્વાસે હું તને જ યાદ કરું છું અને મરતાં સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારા બાળકો ડરી ગયા હતા એના માટે હું તારી માફી માગું છું.
આ સાથે જ બીજી એક વાત નથી પણ હું માફી માગું છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનપ અનુભવી પડી એના માટે હું શર્મિંદા છું, પણ શું કરું દીકરા? તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઈ ગયેલું. તુ આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતુ. એના માટે મેં મારી એક આંખ નો એ ભાગ પડાવીને તારી આંખમાં બેસાડાવ્યો હતો. એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ, પણ તું બંને આંખે દેખ તો થઈ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી, પણ તને કોઈ કાણીયો નહીં કહે એનો આનંદ મને હંમેશા રહ્યો છે અને રહેશે બેટા!
બસ મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશા સુખ મળતું રહેશે, મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહે એવા મારા અંતરના આશીર્વાદ.
એ જ લી. તારી કાણી માના આશીર્વાદ
પત્ર પૂરો થયો. એનિમલ માણસની આંખમાંથી ગંગા જમુના વહેવા લાગ્યા. પત્ર છાતીએ લગાવી ને ધ્રુસકે ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર તેને પોતાની કરેલી ભૂલ સમજાણી. જીવતી માને હંમેશા એને નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાને મળેલી માતા ખૂબ જ વ્હાલી લાગવા માંડી હતી. એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. પણ જેણે નફરત ના વૃક્ષો જ આવ્યા હોય એના નસીબમાં પસ્તાવાની છાણી ક્યારેય હોતી નથી. એને પણ એવું જ લાગતું હતું. એની, સાથે પણ એમ જ બન્યું હતુ.
~ ડૉ. આઈ.કે. વીજળીવાળા લીખિત રચના