એક છોકરાની માતા ને એક જ આંખ હતી. બીજી આંખ ની જગ્યાએ ફક્ત એક ખાડો હતો. એ છોકરાને એનાથી ખૂબ જ શરમ આવતી. એ અને એની મા એમ બે જ જણ ઘરમાં રહેતા હતા. એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એની મા પારકા ઘરના કામ કરીને એ બંને નું પૂરું કરતી હતી. મા રોટલો લડવામાં રાત-દિવસ એક કરીને મજૂરી કરી રહી છે એ પેલા છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નહીં. એને તો બસ પોતાની કાણી માં નો દેખાવ જ મનમાં ખટક્યા કરતો.
એક દિવસ કોઇ જરૂરી કામથી એની મા એની નિશાળે આવી હતી. પોતાની કાણી માં આવી એ પેલા છોકરાને જરા પણ ન ગમ્યું. પોતાની મા સાથે વાત કરવાને બદલે એ દોડતો દોડતો ત્યાંથી ભાગી ગયો. એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની મા સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું કે તું મારી નિશાળે શું કામ આવી? બધા મારી મશ્કરી કરે એ તને ગમતું લાગે છે કે કેમ? તારી માં તો એક આંખે કાણી છે આવું કહીને બધા મને ચીડવે છે. આ ના કરતો હતો હું ક્યાંક ભાગી જાવ અથવા તું જતી રે, અથવા તો મરી જા!
આવેશમાં આવેશમાં એ આવું કેટલું અને કેવું બોલી ગયો એનો એને ખ્યાલ જ ન રહ્યો, પણ એની માતા કાંઇ જ ન બોલી. ચૂપચાપ ઊભા ઊભા એ આંસુ સારતી રહી.
પછી તો દિવસો એમ જ પસાર થતા ગયા. પેલો છોકરો મોટો થયો. કોલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો. ત્યાં જ એક છોકરી સાથે તેણે લગ્ન કરી લીધા. એ વખતે માતાને જાણ કરવા માટે પોતાના સરનામાં વાળો કાગળ અને લખેલો. બસ એ પછી કોઈ જ જાતનો પત્ર-વ્યવહાર એણે ક્યારેય કરેલો જ નહીં. વર્ષો વીતતા ગયા. એને ત્યાં પણ બાળકો થયા.
એક દિવસ એની માં અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રમાં રહેલા સરનામા ને આધારે શોધતી શોધતી એના ઘરે પરદેશ પહોંચી ગઈ. દીકરાને જોયા ને એક દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો હતો એટલે એનાથી રહેવાયું નહીં. એને પોતાના એક દાયકાની કમાણીમાંથી પાઈ પાઈ બચાવીને ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પહોંચી હતી. દીકરાને ત્યાં પણ હવે દીકરા દીકરી આવી ગયા હશે એ વિચારથી જ એને આનંદ થતો હતો. પૌત્ર-પૌત્રી ને જોવાની એક છૂપી તાલાવેલી પણ એના મનમાં સ્થાન લઈ ચૂકી હતી.
ઘણી મહેનત પછી એના દીકરા નું ઘર મળ્યું. ઘરના બારણા ઉપર દીકરાના નામની તકતી વાંચીને જ એની આંખ માં આંસુ આવી ગયા. એણે વહાલથી એ તકતી ઉપર બે વાર હાથ ફેરવી લીધો. પછી ધ્રૂજતા ધ્રૂજતા હાથે ડોરબેલ વગાડી. દીકરાના મોટા દીકરાએ બારણું ખોલ્યું. એની જોડે એનાથી નાની બહેન હતી. બંને છોકરા વિચિત્ર પોશાક પહેરેલી એક આંખવાળી વૃદ્ધ સ્ત્રીને જોઈ ને જોરજોરથી હસવા લાગ્યા. પણ સૌથી નાનો દીકરો એને જોઈને રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળીને અંદરથી એનો દીકરો દોડતો બહાર આવ્યો, પોતાની કાણી માને જોઈને એક જ ક્ષણમાં તે બધી પરિસ્થિતિ પામી ગયો, અને એક વખત નિશાળમાં આવી ગઈ હતી અને એ જ એવી રીતે ગુસ્સે થયો હતો એવી જ રીતે ગુસ્સે થઈને બોલ્યો અરે મારી અભાગણી માં! તો અહીંયા પણ મારા બાળકોને ડરાવવા આવી પહોંચી? પણ કાન ખોલીને સાંભળી લે, તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. સારું તો એ જ રહેશે કે તું અહીંયા થી ચાલી જા.
એ જ વખતે એની પત્ની અંદરથી બહાર આવી એક આંખ વાળા માજી ને રડતા જોઇને એણે પોતાના પતિને પૂછ્યું કે કોણ છે આ માજી? એમને શું જોઈએ છે?
દીકરો કાંઇ બોલ્યો નહીં એણે કરડી નજરે એની મા સામે જોયા કર્યું.
માને થયું કે હવે દીકરાને વધારે ક્ષોભમાં નથી મુકવો. એણે મન વાળ્યું કે પુત્રવધૂ અને દીકરાના સંતાનોને જોવાની ઇચ્છા તો પૂરી થઇ જ ગઇ હતી. આંખો લૂછી ને એ બોલી માફ કરજો ભાઈ મેં તમને સૌને ખોટા હેરાન કર્યા. મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે. એટલું કહીને ત્યાંથી ચાલી ગઇ.
એ પછી એકાદ વર્ષ પછી એનો દીકરો જ્યાં ભણ્યો હતો એ નિશાળમાં એક સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો, એમાં જે તે વર્ષમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની શાળામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ તેને હાજર રહેવા માટે ખૂબ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોને રજા લઈને પોતાના ગામમાં આવ્યો.
ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ. એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યો હતો. ઘડીક તો એણે મનને મારીને રાખ્યું. સ્નેહ મિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી એટલે એનાથી રહેવાયું નહીં. પોતાના મિત્રને કહીને ત્યાંથી નીકળી ગયો અને પોતાના બાળપણના ઘરે પહોંચ્યો. જઈને જોયુંતો ખંડેર બની ગયેલું એક ઘર બંધ હાલતમાં હતો. એણે પાડોશી ને પૂછ્યું તો એમણે જણાવ્યું કે છ મહિના પહેલા એની માં મૃત્યુ પામી હતી અને મરતા પહેલા એક પત્ર આપતી ગઈ હતી, અને કહેતી ગઈ હતી કે કોઈ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર આપવો.
દિકરો એટલો નીંભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ નથી થયું. પરંતુ કાણી માતા એ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની તેને ઈચ્છા જરૂર થઈ હતી. હાથીના પત્ર ખોલ્યો, પત્રમાં એની માતાએ લખ્યું હતું.
મારા વ્હાલા દીકરા! દરેક સ્થાને અને દરેક શ્વાસે હું તને જ યાદ કરું છું અને મરતાં સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારા બાળકો ડરી ગયા હતા એના માટે હું તારી માફી માગું છું.
આ સાથે જ બીજી એક વાત નથી પણ હું માફી માગું છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનપ અનુભવી પડી એના માટે હું શર્મિંદા છું, પણ શું કરું દીકરા? તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઈ ગયેલું. તુ આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતુ. એના માટે મેં મારી એક આંખ નો એ ભાગ પડાવીને તારી આંખમાં બેસાડાવ્યો હતો. એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ, પણ તું બંને આંખે દેખ તો થઈ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી, પણ તને કોઈ કાણીયો નહીં કહે એનો આનંદ મને હંમેશા રહ્યો છે અને રહેશે બેટા!
બસ મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશા સુખ મળતું રહેશે, મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહે એવા મારા અંતરના આશીર્વાદ.
એ જ લી. તારી કાણી માના આશીર્વાદ
પત્ર પૂરો થયો. એનિમલ માણસની આંખમાંથી ગંગા જમુના વહેવા લાગ્યા. પત્ર છાતીએ લગાવી ને ધ્રુસકે ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર તેને પોતાની કરેલી ભૂલ સમજાણી. જીવતી માને હંમેશા એને નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાને મળેલી માતા ખૂબ જ વ્હાલી લાગવા માંડી હતી. એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. પણ જેણે નફરત ના વૃક્ષો જ આવ્યા હોય એના નસીબમાં પસ્તાવાની છાણી ક્યારેય હોતી નથી. એને પણ એવું જ લાગતું હતું. એની, સાથે પણ એમ જ બન્યું હતુ.
~ ડૉ. આઈ.કે. વીજળીવાળા લીખિત રચના