એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…
એક ભિખારીની આ સ્ટોરી છે, એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો. અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશીકુ બનાવી ત્યાં જ સૂઈ જતો.
એક દિવસની વાત છે એ ભિખારી સવારે જાગીને ફરી પાછો નિત્ય ક્રમ અનુસાર ભીખ માંગવા નીકળ્યો, આ ભિખારી ને એક ટેવ હતી જે તેવું અનુસાર જ્યારે પણ સવારે ભીખ માંગવા નીકળે ત્યારે તે પોતાની થેલી ખાલી ના રાખતો, આના માટે તે ભિખારી નું એવું પણ માનવું હતું કે જો બીજા લોકો તેની થેલી જુઓ તો તેને પણ લાગે કે આ ભિખારીને લોકોએ કંઈક આપેલું છે.
તે દિવસે તે ભીખ માંગવા નીકળ્યો ત્યારે તેની થેલી ખાલી હોવાથી આગળ જઈને ઘઉંના દાણા પડ્યા હતા તે દાણા માંથી મુઠી ભરીને દાણા લઇ પોતાની પાસે રહેલી થેલી માં નાખી દીધા.
તે દિવસ તિથિ પ્રમાણે સારો દિવસ હોવાથી ભિખારી મનમાં ને મનમાં એવું વિચારી રહ્યો હતો કે જો ભગવાનની કૃપા રહેશે તો મારી થેલી આજે આખી ભરાઈ જશે. અને તે હજી મનમાં વિચારી રહ્યો હતો ત્યાં સામે અચાનક જ ત્યાંના રાજાની સવારી આવતી હોય એવું માલૂમ થયું.
ભિખારી આ જોઇને એકદમ ખુશ થઈ ગયો અને તરત જ તેને વિચાર્યું કે આજે તો રાજાના દર્શન થઇ ગયા એટલે તેનું દાન મળશે એનાથી આજે તો મારે ઘણું બધું મળશે અને મારી દરિદ્રતા પણ દુર થઇ જશે.
તેનું જીવન જાણે બદલાઈ જવાનું હોય એવી આશામાં તેઉપર આકાશમાં જોઈને ભગવાનનો આભાર માનવા લાગ્યો. જેમ જેમ રાજાની સવારી નજીક આવતી ગઇ એમ ભિખારીની કલ્પનાઓ પણ વધતી જતી હતી અને બીજી બાજુ તે વધારે પડતો ઉત્સાહમાં પણ આવી ગયો હતો.
રાજાની સવારી ત્યાં ભિખારી પાસે આવીને થોડે દૂર ઊભી રહે છે. રાજા તે સવારી માંથી નીચે ઉતરીને ભિખારી પાસે જાય છે, આ બધું જોઇને ભિખારી મનોમન એકદમ ખુશ થઈ જાય છે. પરંતુ રાજા હે તેને કંઈ આપ્યું નહીં અને રાજા એ ભિખારી ની સામે પોતાની કિંમતી ચાદર ફેલાવી નાખી.