એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…
આ બધું દ્રશ્ય જોઈને થોડી જ ક્ષણો પહેલાં ભિખારીએ જોયેલા સપના ચકનાચૂર થઈ ગયા. જે રાજાને તે એવું માનતો હતો કે તેના માટે દાન કરવા માટે આવ્યા છે તે રાજા હકીકતમાં તો લેવા માટે આવ્યા હતા, હવે એ ક્ષણે શું કરવું તે ભિખારી ના મનમાં કંઈ સમજ પડી રહી નહોતી.
ભિખારી કાયમ ભીખ માંગતો એટલે રાજા ને શું દેવું એ તો પછીની વાત છે બીજા લોકોને દેવાનું મન તે ભિખારીના થતું જ નહીં. તેની પાસે રહેલી થેલીમાં તેને હાથ નાખ્યો તો સવારે લીધેલા ઘઉંના દાણા તો ઘણા પડ્યા હતા પરંતુ તેનો જીવ જાણે રાજાને ઘઉંના દાણા આપવામાં મુંઝાઇ રહ્યો હતો. તેમ છતાં તેણે જેમ તેમ કરીને રાજાની ચાદરમાં પાંચ જેટલા ઘઉંના દાણા નાખી દીધા.
પછી ત્યાંથી રાજા પણ જતો રહ્યો અને ભિખારી પણ ભીખ માંગવા માટે આગળ જતો રહ્યો, એ દિવસે ભિખારી ને ભીખ પણ ખૂબ જ મળી પરંતુ તે અંદરથી પેલા રાજાને ઘઉંના દાણા આપવા પડ્યા એના રંજમાં જ ખોવાઈ ગયો હતો.
સાંજ થઈ ગઈ સાંજ થયા પછી ભિખારી ફરી પાછો તેની જગ્યા પર પાછો ફર્યો અને થેલીમાં જે કંઈ હતું તે ખાલી કરવા માટે થયેલી ને ઉંધી વાળી તો ભિખારીના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે સવારે તે જે ઘઉંના દાણા લઈને નીકળ્યો હતો એ દાણા તે થેલી માં જ હતા પરંતુ એ બધા દાણામાંથી પાંચ દાણા સોનાના થઈ ગયા હતા.
આ જોઈને તે ભિખારી ને તરત જ સમજાઈ ગયું કે આ બધું તેને મળેલા દાનની મહિમાને કારણે થયું. એ ભિખારી પસ્તાવા લાગ્યો કે જો તેને સવારે રાજા ને બધા ઘઉં આપી દીધા હોત તો અત્યારે બધા ઘઉંના દાણા સોનાના થઈ ગયા હોત.
ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરી માંથી એટલું તો સમજી જ શકાય છે કે દેવાથી કોઈ વસ્તુઓ ઓછી થતી નથી. લેવા વાળા વ્યક્તિ થી મોટો વ્યક્તિ દેવાવાળો હોય છે. અને કોઈ પણ વસ્તુની માયા કોઈનો પણ સાથ દેતી નથી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.