Site icon Just Gujju Things Trending

એક માજી ભગવાનને કચરો ચડાવી રહ્યા હતા, એક માણસે આ જોઈને ભગવાનને કચરો ચઢાવવાનું કારણ પૂછ્યું તો…

એક ઘરડા માજી હતા. તેની પાસે જે પણ કંઈ હતું તે બધું તે ભગવાનને અર્પણ કરી ચૂક્યા હતા. આ સિવાય તે મારી પાસે જે પણ કંઈ આવે તે બધું ભગવાનને ચડાવી દેતા. એ પછી કોઈ ભૌતિક સુખ-સગવડ નાની વસ્તુ હોય કે પછી કોઈ મન માં આવેલો વિચાર હોય. અરે ત્યાં સુધી કે સવારના ઘરમાંથી ભેગો થયેલો કચરો પણ તે ભગવાનને અર્પણ કરતા અને એવું કહેતા કે આ પણ તમને સમર્પિત.

આજુબાજુના લોકો એ જ્યારે આ જોયું તો તે બધા લોકો આશ્ચર્ય પામ્યા અને તેમાંથી ઘણા લોકો કહેવા લાગ્યા કે આ યોગ્ય ન કહેવાય. અમુક લોકો તો બોલી ઉઠ્યા કે આ માજી એ તો હવે હદ વટાવી લીધી. આપણે ભગવાનને ફૂલ અર્પણ કરીએ મિઠાઈ અર્પણ કરીએ પરંતુ કચરો? કચરો તો કોઈ લોકો અર્પણ ન કરે. આ તો ખરેખર માજી એ હદ પાર કરી જ કહેવાય.

ત્યાં હાજર રહેલા એક ભાઈએ કહ્યું અરે માજી ઉભા રહો અમે ઘણા માણસો જોયા છે જે લોકો ઘણી બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરતા હોય છે પરંતુ આ તમે શું કરી રહ્યા છો તેનું તમને ભાન છે?

માજીએ સહજતાથી જવાબ આપતા તે માણસ ને કહ્યું એ તું મને ન પૂછે, જેને અર્પણ કર્યું છે એને જ પૂછે. ત્યારે મેં મારી બધી વસ્તુઓ મારું મન મારું હૃદય અને બધા જ વિચારો પણ ભગવાનને અર્પણ કરી દીધા છે તો આ કચરો પણ હું શું કામ મારી પાસે રાખું? માસી નો જવાબ સાંભળીને તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો…

થયું એવું કે તે માણસ ઘરે જઈ રહ્યો હતો એવામાં આખા રસ્તા દરમિયાન તેને આ માજીનો જ વિચાર આવ્યા કરતો હતો તે માજી વળી આવું શું કામ કરી રહ્યા હશે? ઘરે પહોંચતાની સાથે જ રાત પડી ચૂકી હતી એટલે જમ્યો અને ત્યાર પછી સુવા ની પથારી કરી.

થોડા સમય પછી તેને બરાબર ની ઊંઘ આવી ગઈ પછી એક સપનું જોયું સપનામાં તેને જોવા મળ્યું કે કોઈ તેને પોતાને સ્વર્ગ લઈને જઈ રહ્યું છે. ભગવાનની સામે તેને ઊભો રાખવામાં આવે છે. અને સામે ખૂબ જ ચમકતું એવું સોનાનું સિંહાસન હાજર હતું જેની ઉપર ખુદ ભગવાન વિરાજમાન હતા.

સવારનો સમય હતો. ઊગી રહેલા સૂરજના કિરણો ત્યાં પ્રવેશી રહ્યા હતા અત્યંત આનંદ જનક માહોલ હતો. બંને બાજુએ થી પક્ષી નો અવાજ આવી રહ્યો હતો અને આ અવાજ એટલો મધુર હતો કે જાણે કોઈ ગીત ગાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.

અને અચાનક જ તે સપનું જોઈ રહ્યો હતો એવામાં ભગવાન જે જગ્યાએ બેઠા હતા તેની સામે જ થોડો કચરો આવ્યો. કચરો આવ્યો એટલે તરત જ ભગવાને કહ્યું આ માજી તો એક દિવસ પણ નથી ચૂકતા.
એટલે તરત જ પહેલા વ્યક્તિ એ ભગવાનને કહ્યું હું આ માજી ને જાણું છું કારણ કે કાલે જ તો મેં આ માજી ને નજર સમક્ષ જોયા હતા અને ગઈકાલે જ મેં તેને પૂછ્યું હતું કે માજી તમે આ શું કરી રહ્યા છો?

આટલું બોલ્યા પછી પણ તે વ્યક્તિ ભગવાન સમક્ષ ઘણા સમયથી ઉભો હતો બધું જાણતો હતો કે ઘણા લોકો ફૂલ ચઢાવે છે ઘણા લોકો મીઠાઈ પણ અર્પણ કરે છે પરંતુ તેને એ વસ્તુ ક્યાંય પણ દેખાય નહીં.

તેને ભગવાન ને પૂછ્યું પ્રભુ હું જ્યારે ગઈકાલે માજી સમક્ષ ઊભો હતો ત્યારે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ પણ ચડાવતા હતા અને આજે પણ મને વિશ્વાસ છે કે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ ચડાવી રહ્યા હશે. ઘણા લોકો તો મંદિરના રસ્તામાં આવેલા વૃક્ષો પરથી જ ફૂલ તોડીને તમને ચડાવે છે પરંતુ એ ફૂલ તો મને ક્યાંય દેખાયા નહીં?

મારે તમને એક સવાલ પૂછવો છે એવું કહીને તેને ભગવાન ને પૂછ્યું કે આવું કેમ?

ત્યારે ભગવાને તે માણસને જવાબ આપતા કહ્યું કે એ માણસ જે લોકો અડધું ચડાવે છે તેનું અહીં સુધી પહોંચતું જ નથી. અને પેલા માજી એ તો બધું જ અર્પણ કરી દીધું છે, તે પોતાની પાસે કશું જ બચાવીને રાખતા નથી તેની પાસે જે પણ કઈ છે તે અર્પણ કરી દીધું છે.

હે માણસ સમર્પણ નો સાચો અર્થ એ જ છે કે સમ + અર્પણ= એટલે કે સમર્પણનો અર્થ એ થયો કે આપણું મન પણ અર્પણ કરી દેવું. આજ છે સમર્પણ ની પરિભાષા. મન ના મતલબ માં ઊંડા ઊતરીએ તો તેમાં ઇચ્છાઓ, આશાઓ, ઈચ્છાઓનો ત્યાગ આ બધા નો મતલબ જ સમર્પણ થાય છે. સમર્પણ નો મતલબ એવો હોય છે કે પોતાના અહંકારનો ત્યાગ કરીને જેની પણ સમક્ષ આપણે સમર્પણ કર્યું છે તેના કહ્યા પ્રમાણે આપણું જીવન વ્યતિત કરવું.

અધ્યાત્મમાં આત્મસમર્પણ નો અર્થ પણ એ જ થાય છે કે આપણી આત્માને સમર્પણ કરી દેવી. જે લોકો પોતાનું બધું જ અર્પણ કરી દેશે તેનું જ મારી પાસે પહોંચે છે.

આપણે આપણી આખી ઉમર સુધી આપણા અહમ્ એટલે કે આપણા અહંકારને નથી છોડી શકતા આપણે બીજાઓને વગર લોભે કશું આપી નથી શકતા. ત્યાં સુધી કે ભગવાનને પણ કંઈક પામવાની લાલસા થી આપણે પ્રસાદ ચડાવીએ છીએ. અને જો આપણી ઈચ્છા પૂરી ન થાય તો ભગવાન પણ બદલીએ છીએ જ્યારે કે ભગવાન તો એક જ છે.

અચાનક જ પેલા માણસની નીંદર ઉડી જાય છે, ઉઠી ને જુએ છે તો પોતાનું શરીર આખું પરસેવાથી લથપથ થઈ રહ્યું હતું. ધબકારા પણ વધી ગયા હતા કારણકે તેને હવે સમજાયું કે અત્યાર સુધી જે પણ કંઈ મહેનત કરવામાં આવી તે બધી તો વ્યર્થ માં જતી રહી. એને પણ ભગવાનને બધું અર્પણ નહોતું કર્યું એ માણસને આજે સમજાઈ ગયું કે સમર્પણ એટલે સંપૂર્ણ જ હોય એમાં કશું અધૂરું ન હોય.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version