એક માણસ 10 વર્ષથી પીઝા ઓર્ડર કરતો હતો, એક દિવસ ઓર્ડર ન આવ્યો તો તે માણસના ઘરે ડ્રાઇવરને મોકલ્યો. ડ્રાઇવર ઘરે ગયો તો…
એક માણસ લગભગ દરરોજ ડોમિનોઝ માંથી પીઝા ઓર્ડર કરતો હતો, આ જાણે એનો નિયમ બની ગયો હતો કારણ કે છેલ્લા દસ વર્ષથી તે ડોમિનોઝ માંથી દરરોજ પીઝા ઓર્ડર કરતો હતો. તેને તે અતિ પ્રિય હતું. એટલા માટે જ તે છેલ્લા દસ વર્ષથી આ જાણે નિત્યક્રમ હોય તેમ કરી રહ્યો હતો.
પરંતુ ફરી એક દિવસ તેનો પીઝાનો ઓર્ડર ન આવ્યો, તેને પીઝા ઓર્ડર કરવાનું બંધ કરી દીધું, અને તે જે ડોમિનોઝના આઉટલેટ માંથી પીઝા ઓર્ડર કરતો હતો તેના કર્મચારીઓ ચિંતિત થઈ ગયા હતા, તે બધા લોકો જાણતા હતા કે આ માણસ દરરોજ પીઝા ઓર્ડર કરે છે, અને બધા લોકો તેની આ ટેવ થી વાકેફ હતા.
એટલા માટે જ્યારે તેને પીઝા ઓર્ડર કરવાનું બંધ કરી દીધું ત્યારે તે લોકોને લાગ્યું કે કંઈક તો ગડબડ થઈ છે, એમાંથી કોઈ એક કર્મચારીને વિચાર આવ્યો હશે એટલે તરત જ તેઓએ એક ડીલેવરી ડ્રાઇવરને તેના ઘરે મોકલવાનો નિર્ણય કર્યો. ડ્રાઇવર તેના દરવાજા સુધી ગયો અને દરવાજો ખટખટાવ્યો.
પરંતુ બધા લોકોના આશ્ચર્ય ની વચ્ચે દરવાજા પર કોઈ આવ્યું નહીં, કોઈ જવાબ થોડા સમય સુધી ન મળ્યો એટલે તે કર્મચારી પણ ચિંતિત થઈ ગયો. ચિંતા માટેને ત્યાંની ઇમર્જન્સી સર્વિસ એટલે કે 911 પર ફોન કર્યો.
આખી ઘટનાની જાણ કરી એટલે થોડા જ સમયમાં તેના ઘરે પોલીસ પહોંચી ગઈ હતી,. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે તે માણસને જમીન પર પડેલો જોયો. તે માણસ ખૂબ જ ગંભીર હાલતમાં હતો અને તેને સ્ટ્રોક આવ્યો હતો. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.