એક માણસ રણમાં જતા જતા ભગવાન ને ફરિયાદ કરી રહ્યો હતો, થોડા સમય પછી એવો ચમત્કાર થયો કે તે…
એક માણસ રણ માંથી પસાર થઈ રહ્યો હતો, એ પસાર થતી વખતે એકલો જ ચાલી રહ્યો હતો થોડા સમય પછી તે કંટાળી ગયો એટલે બબડવા લાગ્યો કે ખરેખર આ કેવી બેકાર જગ્યા બનાવી છે, અહીં તો એક પણ હરિયાળી પણ નથી અને હરિયાળી હોય પણ કઈ રીતે શકે અહીં તો આજુબાજુ માં પાણી નું નામોનિશાન પણ નથી.
તપેલી રેતમાં ભર બપોરે માથા ઉપર પડી રહેલો તડકો પણ તેને આકરો લાગતો હતો તેમ છતાં ગુસ્સો કરીને બોલી બોલીને તે જઈ રહ્યો હતો, થોડો આગળ વધ્યો પછી ફરી પાછું આકાશ તરફ જોયું અને જાણે ભગવાનને કંઈ કહી રહ્યો હોય એવી રીતે કહ્યું
ભગવાન તમે અહીં પાણી કેમ નથી આપતા? જો અહીંયા પાણી પહેલેથી જ હોતે તો કોઈ પણ માણસ અહીં વૃક્ષ પણ ઉગાડી શક્યું હોત અને પછી આ સ્થળ કેટલું સુંદર બની ગયું હોત એટલું જ નહીં મારા જેવા અહીંથી નીકળી રહેલા માણસો ને આટલો બધો તડકો પણ સહન ન કરવો પડે…
આટલું ગુસ્સામાં બોલી ને તે ફરી પાછું આકાશમાં જોવા લાગ્યો જાણે કે તેને ભગવાન જવાબ આપવાના હોય તેમ રાહ જોઈને ઉપર જોવા લાગ્યો.
થોડા સમય સુધી ઉપર જોયું પરંતુ કંઈ જ થયું નહીં એટલે ફરી પાછો નીચે જોઇને ચાલવા લાગ્યો પરંતુ આ શું જાણે ચમત્કાર થયો હોય એમ તેના રસ્તામાં એક કુવો દેખાવા લાગ્યો.
જે માણસ ક્યાંથી પહેલી વખત નીકળતો હોય એને કદાચ એવું થઈ શકે કે અહીં કૂવો પણ હોઈ શકે પરંતુ આ માણસ આ જગ્યાએથી છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે નીકળતો હતો તેને આ જ દિવસ સુધી આ રસ્તા માં એક પણ કુવો નહોતો જોયો. આજે અચાનક જ આ કૂવો જોઈને તે કુવા પાસે ગયો.
કુવા પાસે જઈને અંદર નજર કરી તો જુવો છલોછલ પાણીથી ભરેલો હતો ભરપૂર પાણીથી ભરેલો કુવો જોઈને તે આશ્ચર્યચકિત થઇ ગયો.
તેને એવું લાગ્યું કે લગભગ હમણાં જે ભગવાન સાથે ચર્ચા કરી તેના પરિણામે અહીં કુવો આવી ગયો, ફરી પાછું આકાશમાં જોઈને તેને કહ્યું ભગવાન તમારો ખુબ ખુબ આભાર મને પાણી મળી ગયું પરંતુ આ પાણી કૂવામાંથી બહાર કાઢવા માટે પણ કઈ સાધન તો હોવું જોઈએ ને.