એક માણસની પત્નીએ મરતા મરતા કહ્યું મારા ગયા પછી તમે બીજા સાથે લગ્ન ન કરતા, પતિએ બીજા લગ્ન કર્યા તો એવું થયું કે…

સંત તો થોડીક વાર હસવા લાગ્યા પછી બોલ્યા કે ભાઈ તમારી વાતો સાંભળીને મને લાગે છે કે આ ભૂત ખૂબ જ ચાલાક છે, ત્યારે માણસે કહ્યું કે હા તે ખૂબ જ ચાલાક પણ છે અને મને હેરાન પણ કરે છે.

તેને સંત તે જવાબ આપતા કહ્યું કે મારી પાસે આનો ઈલાજ છે પરંતુ હું તને કહું એમ જ તારે કરવાનું છે, માણસ એ કહ્યું કે જો આનાથી આ ઈલાજ થઈ જાય તો હું તમે કહો તે કરવા માટે તૈયાર છું.

તેની પાસેથી ઉપાય સાંભળીને તે માણસ ઘરે જતો રહ્યો અને ત્યારે રાત્રે જ્યારે ફરી પાછી આત્મા આવી ત્યારે તે આત્માને માણસે કહ્યું કે તું ખૂબ જ ચાલાક છે, હું તારાથી કંઈ છુપાવી નથી શકતો અને તમે જેવું ઈચ્છો છો એમ હું મારી નવી પત્નીને છોડવા માટે પણ તૈયાર છું પરંતુ તેના માટે તમારે એક પ્રશ્નનો જવાબ દેવો પડશે જો એ જવાબ તું નહીં આપી શકે તો તારે મારો પીછો કાયમ માટે છોડવો પડશે.

પત્નીના પોતે જવાબ આપ્યો કે મંજુર છે તમે પ્રશ્ન પૂછો.

તે માણસ ત્યાં રૂમમાંથી ઉભો થઈને બહાર ફળિયામાં આવી ગયો અને ફળિયામાં પડેલા ખૂબ જ બધા નાના નાના પથ્થર તેની મુઠ્ઠીમાં લઈ લીધા અને કહ્યું કે કહો મારી મુઠ્ઠીમાં કેટલા પથ્થર છે? બસ આ સવાલ પૂછ્યો કે તરત જ જાણે ચમત્કાર થયો હોય તેમ તેની પત્નીનું ભૂત ગાયબ થઈ ગયું.

તે માણસ તો ખૂબ જ રાજી થઈ ગયો, અને તે રાત્રે તેને ખૂબ જ સારી નિંદર પણ આવી ગઈ. થોડા દિવસો પછી તે સંતનો આભાર માનવા માટે ફરી પાછો તેની પાસે ગયો અને કહ્યું મહારાજ મારો તે ભૂતથી પીછો છોડાવવા માટે ખૂબ જ આભાર પરંતુ હું સમજી ન શક્યો કે આખરે આ એક પ્રશ્ન પૂછવાથી તે કેમ ગાયબ થઈ ગયું?

ત્યારે સંતે કહ્યું બેટા હકીકતમાં કોઈ ભૂત હતું જ નહીં. માણસે કહ્યું અરે શું વાત કરો છો મને તો તે દેખાતું પણ હતું. ત્યારે સંતે કહ્યું હા હું સાચી વાત કરું છું, કોઈ ભૂત હતું જ નહીં, તે જ્યારથી બીજા લગ્ન કર્યા ત્યારથી તને તારા મનમાં જાણે ગુનો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું અને એટલા જ માટે તારા મનમાં એક બ્રહ્મની સ્થિતિ પેદા થઈ ગઈ જે તને ભૂતનો અનુભવ કરાવી રહી હતી.

માણસે કહ્યું તો પછી એને મારી બધી વાતો કેવી રીતે ખબર હોય, ત્યારે સંતે કહ્યું કે કારણકે એ તારું જ બનાવેલું ભૂત હતું એટલે જે તું જાણતો હતો તે બધું જ એ પણ જાણતું હતું અને એટલા માટે જ જ્યારે તે તેને પથ્થર વિશે સવાલ પૂછ્યો તો તે ભૂત ગાયબ થઈ ગયું કારણ કે મને ખબર હતી કે તું નીચેથી પથ્થર ઉપાડીશ તો તને ખબર નથી રહેવાની કે કેટલા પથ્થર ઉપાડ્યા અને તને નહીં ખબર હોય તો તે ભૂત પણ તે પ્રશ્નનો જવાબ ન આપી શકે, એટલે તારા મનમાં રહેલા આ ભ્રમમાંથી તું મુક્ત થઈ ગયો.

તે માણસને બધી વાત સમજાઈ ગઈ, સંતને પગે લાગીને આશીર્વાદ લઈને તે ફરી પાછો પોતાની ઘરે પાછો ફરી ગયો.

મિત્રો કદાચ આ સ્ટોરી કાલ્પનિક પણ હોઈ શકે છે પરંતુ, કહેવાય છે કે આપણા દરેક લોકોના મનમાં કોઈ પણ જૂની વાતને લઈને એક ગિલ્ટ ફીલિંગ રહી જાય છે, આ સ્ટોરીમાં ભૂત આવવું તે આવી જ એક ફિલિંગ છે પરંતુ તેની માત્રા ખૂબ જ વધારે છે. પરંતુ આપણા જીવનમાં આપણે ઘણી જૂની ઘટનાઓને યાદ કરીને અફસોસ કરતા રહીએ છીએ, કોઈ વખત આપણે આપણા પોતાના પર પણ ગુસ્સે થતા હોઈએ છીએ. તમારા ભૂતકાળના કારણે તમારા ભવિષ્યને અને વર્તમાનને બગાડવામાં સમજદારી નથી.

અને આમ પણ કહેવામાં આવે છે કે સાચા પ્રેમમાં કોઈ દિવસ બંધન હોતું નથી, સાચો પ્રેમ તો તેના પાર્ટનરને સુખી જોવા માંગે છે, આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવો. અને જો આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર પણ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts