એક નકામા દીકરાની સ્ટોરી, વાંચીને તમે પણ…

ધૈર્યે કહ્યું, “આ બહુ સારા ડૉક્ટર છે. અહીં જ મમ્મીની સારવાર થશે.” થોડા જ દિવસોમાં જયાબેન સાજા થઈ ગયા. રજા મળતા અરવિંદભાઈએ ધૈર્યને બિલ વિશે પૂછ્યું. ધૈર્યે હસીને કહ્યું, “પપ્પા, આ તો એક દાનધર્માદાથી ચાલતી હોસ્પિટલ છે, અહીં કોઈ પૈસા લેવામાં આવતા નથી.” આ સાંભળી અરવિંદભાઈએ રાહતનો શ્વાસ લીધો. ધૈર્યએ ઘરે એક કામવાળી બહેનની પણ વ્યવસ્થા કરી આપી અને પોતે ગામડે પાછો ફર્યો.

થોડા દિવસ પછી જયાબેનને ગામડે જવાનું મન થયું. અરવિંદભાઈ સાથે તેઓ પોતાના ગામના ખેતરે પહોંચ્યા. ઘણા સમય પછી ખેતર જોયું. ત્યાં કામ કરી રહેલા મજૂરોને જોઈને જયાબેનને સંતોષ થયો, પણ ધૈર્ય ક્યાંય દેખાયો નહીં. અરવિંદભાઈએ એક મજૂરને પૂછ્યું, “આ ખેતરનો માલિક ક્યાં છે?”

મજૂરે કહ્યું, “અરવિંદભાઈ, આ ખેતર હવે મારું છે. જૂના માલિક, એટલે કે તમારા દીકરાને માતાની સારવાર માટે પૈસાની જરૂર હતી, એટલે એમણે મને આ ખેતર વેચી દીધું.” અરવિંદભાઈના પગ નીચેથી ધરતી ખસી ગઈ. મજૂરે ઉમેર્યું, “પણ એમણે ખેતરની બાજુનો એક ઓરડો વેચ્યો નથી.”

અરવિંદભાઈ અને જયાબેન એ ઓરડા તરફ ગયા. તાળું તોડીને અંદર પ્રવેશ્યા. ખાટલા પર પડેલું એક કવર એમણે ખોલ્યું. અંદર હોસ્પિટલનું બિલ હતું. અરવિંદભાઈની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. બિલ પર લખ્યું હતું, ‘બાર લાખ રૂપિયા.’

જે દીકરાને પોતે આખી જિંદગી ‘નકામો’ કહ્યો, તેણે જ માતાની સારવાર માટે પોતાનું એકમાત્ર ખેતર વેચી દીધું હતું. અને જે દીકરાઓ પાછળ જીવનનું સર્વસ્વ લુટાવી દીધું હતું, તેમણે જ જરૂરિયાતના સમયે મોઢું ફેરવી લીધું.

“જયા, આપણો દીકરો નકામો હતો, પણ ખોટો નહોતો,” એમ કહેતા અરવિંદભાઈની આંખોમાં અપાર પસ્તાવો હતો. આજે તેમને પોતાના એ નકામા દીકરાને ગળે લગાડવા માટે અસહ્ય તડપ થઈ રહી હતી. જે શબ્દોથી આખી જિંદગી એને દૂર રાખ્યો હતો, આજે એ જ શબ્દો હૃદયમાં કાંટાની જેમ ખૂંચી રહ્યા હતા. આ પસ્તાવો, આ ગ્લનિ, અને આ પ્રેમ, આ બધું જ કદાચ ધૈર્યના બાર લાખ રૂપિયાના બિલ કરતાં પણ વધુ મોંઘું હતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.