સતીશ તેની આર્થિક અને પરિવાર ની પરિસ્થિતિ ઉપર ખુબ જ દુઃખી હતો. આવી પરિસ્થિતિ માં તેના એક મિત્ર એ સલાહ આપી કે તું ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા ચાલુ કરી દે. અને બીજા દિવસે સતીશ એક શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ લાવ્યો. અને તેની પૂજા ચાલુ કરી દીધી.
તે રોજ સવારે પૂજા કરી અને પછી પોતાની દુકાન પર જતો પણ તેને મિત્ર એ કહ્યું હતું તેમ તેને કશું લાભ થયો નહિ. ત્યારે એક બીજા મિત્ર ની સાથે આ વાત કરતા તેને સતીશ ને બીજા ભગવાન ની પૂજા કરવાનું કહ્યું અને સતીશ બીજા ભગવાન ની મૂર્તિ ઘરે લાવ્યો.
અને તેની પૂજા કરવાની ચાલુ કરી દીધી અને શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને મંદિર માંથી હટાવી દીધી અને મંદિર ની બહાર મૂકી દીધી. એક બે દિવસ પૂજા કર્યા પછી તેને ખ્યાલ આવ્યો કે હું જે પૂજા કરું છું. અગરબત્તી અને ધૂપ કરું છું. તેની સુગંધ તો ભગવાન શ્રી કૃષ્ણ ને પણ મળે છે.
અને તેની પૂજા કરવાથી તો મને કશો ફાયદો પણ થયો નથી. આમ વિચારી ને સતીશે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ના મોઢા પર એક કપડું બાંધવા લાગ્યો, અને ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત હાજર થયા અને સતીશ નો હાથ પકડ્યો સતીશ એકદમ હેરાન થઇ ગયો.
અને ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે આટલા સમય થી પૂજા કરતો હતો ત્યારે તમે આવ્યા નહિ. અને હવે આવ્યા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપ્યો કે આટલા સમય થી તું મને એક મૂર્તિ જ સમજી રહ્યો હતો. અને આજે તેને એ વાત નો અહેસાસ થયો કે હું બીજા ભગવાન ને ધૂપ અગરબત્તી કરું છું.
તેની સુગંધ મને ના મેળવી જોઈએ એટલે તું મને હવે મૂર્તિ માંથી ભગવાન સમજવા લાગ્યો. એટલે મારે તને આશીર્વાદ આપવા માટે આવવું પડ્યું. જો તે મારી પહેલાજ આટલી શ્રદ્ધા થી પૂજા કરવામાં આવી હોય તો તારી બધી તકલીફ દૂર થઇ ગઈ હોય. પણ કઈ વાંધો નહિ.
હવે તું પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થી ગમે તે ભગવાન ની પૂજા કરજે તારા કામ કોઈ દિવસ અટકશે નહીં.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.