એક જ્યોતિષી ને ખોટો સાબીત કરવા ભીડ ભેગી તો થઈ, પરંતુ અંતે બન્યું એવું કે…
એક શહેર ની વાત છે જેમાં તે ખુબ જ પ્રખ્યાત જ્યોતિષ જ્ઞાની રહેતા હતા. અને તેઓ ખૂબ જ વિદ્વાન અને પંડીત હતા આથી તેઓ ખૂબ જ લોકપ્રિય પણ હતા.
એમની ગણતરીઓ એટલી ચોક્કસપણે સચોટ રહેતી કે તેઓ પોતાની જ્યોતિષવિદ્યામાં ક્યારેય પણ ખોટા સાબિત થયા ન હતા.
અને આ જ્યોતિષી પોતાની વિદ્યા ના આધારે ભવિષ્યની સાથે સાથે ભૂતકાળની વાતો પણ જાણી શકતા હતા.
આ વાતની જાણ લગભગ શહેરમાં દરેક લોકોને હતી એવામાં એક યુવકને આ વાતની ખબર પડી એટલે તેને એ જ્યોતિષ ની ઈર્ષા થવા લાગી, અને એને પોતાના મનોમન નક્કી કરી નાખ્યું કે મારે બધા લોકોની હાજરીમાં આ જ્યોતિષીને ગમે તેમ કરીને ખોટો સાબિત કરવો છે, અને આના માટે ભલે મારે ગમે તે કરવું પડે.
ઘણું વિચાર્યા પછી તેને પોતાના મનમાં એક પ્લાન ઘડી નાખ્યો અને જ્યોતિષ પાસે જઈને તેમને કહ્યું કે મારે શહેરના નામાંકિત વ્યક્તિઓ ની હાજરીમાં તમારી સામે પડકાર ફેંક્યો છે અને તમારી વિદ્યામાં તમને ભરોસો હોય તો તમે આ પડકાર સ્વીકારી ને આવો.
જ્યોતિષીને પોતાની વિદ્યામાં ભરોસો હતો એટલે તેને આ પડકાર સ્વીકાર્યો અને નક્કી કરેલા સમયે અને તારીખે તેઓ બંધ એક સ્થળ પર ભેગા થયા.
શહેરના નામાંકિત વ્યક્તિઓ પણ હાજર હતા સાથે સાથે આ જ્યોતિષ અને લગભગ ઘણા લોકો ઓળખતા હોય જેમ જેમ ખબર પડવા લાગી તેમતેમ ભીડ વધવા લાગી અને બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા.