Site icon Just Gujju Things Trending

એક જ્યોતિષી ને ખોટો સાબીત કરવા ભીડ ભેગી તો થઈ, પરંતુ અંતે બન્યું એવું કે…

એક શહેર ની વાત છે જેમાં તે ખુબ જ પ્રખ્યાત જ્યોતિષ જ્ઞાની રહેતા હતા. અને તેઓ ખૂબ જ વિદ્વાન અને પંડીત હતા આથી તેઓ ખૂબ જ લોકપ્રિય પણ હતા.

એમની ગણતરીઓ એટલી ચોક્કસપણે સચોટ રહેતી કે તેઓ પોતાની જ્યોતિષવિદ્યામાં ક્યારેય પણ ખોટા સાબિત થયા ન હતા.

અને આ જ્યોતિષી પોતાની વિદ્યા ના આધારે ભવિષ્યની સાથે સાથે ભૂતકાળની વાતો પણ જાણી શકતા હતા.

આ વાતની જાણ લગભગ શહેરમાં દરેક લોકોને હતી એવામાં એક યુવકને આ વાતની ખબર પડી એટલે તેને એ જ્યોતિષ ની ઈર્ષા થવા લાગી, અને એને પોતાના મનોમન નક્કી કરી નાખ્યું કે મારે બધા લોકોની હાજરીમાં આ જ્યોતિષીને ગમે તેમ કરીને ખોટો સાબિત કરવો છે, અને આના માટે ભલે મારે ગમે તે કરવું પડે.

ઘણું વિચાર્યા પછી તેને પોતાના મનમાં એક પ્લાન ઘડી નાખ્યો અને જ્યોતિષ પાસે જઈને તેમને કહ્યું કે મારે શહેરના નામાંકિત વ્યક્તિઓ ની હાજરીમાં તમારી સામે પડકાર ફેંક્યો છે અને તમારી વિદ્યામાં તમને ભરોસો હોય તો તમે આ પડકાર સ્વીકારી ને આવો.

જ્યોતિષીને પોતાની વિદ્યામાં ભરોસો હતો એટલે તેને આ પડકાર સ્વીકાર્યો અને નક્કી કરેલા સમયે અને તારીખે તેઓ બંધ એક સ્થળ પર ભેગા થયા.

શહેરના નામાંકિત વ્યક્તિઓ પણ હાજર હતા સાથે સાથે આ જ્યોતિષ અને લગભગ ઘણા લોકો ઓળખતા હોય જેમ જેમ ખબર પડવા લાગી તેમતેમ ભીડ વધવા લાગી અને બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા.

ભીડ જામી એટલે પેલો માણસ મનોમન રાજી થવા લાગ્યો કે આજે તો શહેરના ઘણા નામાંકિત વ્યક્તિઓ પણ છે અને સાથે સાથે આટલા બધા લોકો ભેગા થયા છે એ બધાની સામે હું આ જ્યોતિષ ને ખોટો સાબિત કરી દઈશ.

બધા લોકો ભેગા થઇ ગયા એટલે પહેલાં યુવકે પોતાની હથેળીમાં એક ચકલી નું નાનું બચ્ચું લીધું અને મુઠ્ઠી વાળીને તેમને આ હાથ પોતાના ખિસ્સામાં રાખી દીધો, પછી તરત જ તેને જ્યોતિષીએ પૂછયું કે મહારાજ તમે તમારી વિદ્યાનો ઉપયોગ કરીને મને કહો કે મારી મુઠ્ઠીમાં રહેલું આ ચકલી નું બચ્ચું જીવે છે કે પછી મૃત્યુ પામ્યું છે?

જ્યોતિષીને તેની વિદ્યા પર તો પૂરે પૂરો ભરોસો હતો, પરંતુ તેઓ થોડા મૂંઝાઈ ગયા. કારણ કે તેને પોતાની વિદ્યાર્થી જોઈતો લીધું કે શુ જીવે છે પરંતુ જો તે પેલા માણસને એમ કહે કે બચું જીવે છે તો સહેજ મુઠ્ઠીને દબાવીને બચ્ચાને મારી નાખશે અને જો હું એમ કહીશ કે બચુ મરી ગયું છે તો એ બચ્ચાને જીવતું બહાર કાઢશે. ગમે તેમ કરીને આજે આ માણસ મારી વિદ્યાને ખોટી પડશે અને મારે આટલા વ્યક્તિઓ વચ્ચે નીચું જોવા જેવું થશે.

જ્યોતિષી થોડીવાર કંઈ બોલ્યા પછી ધવલ જવાબ આપતા કહ્યું કે સાંભળ ભાઈ, એ બચુ તારી મુઠ્ઠીમાં છે તે જીવે છે કે મરી ગયું છે એ વાતને સાઈડમાં મુકીદે. પણ એટલું હું તને ચોક્કસ કહી શકું કે એ બચ્ચાને માનવું કે જીવવું એ તારા હાથની વાત છે માટે તું ઇચ્છે તો બધું જીવે અને તું ઇચ્છે તો બધું મૃત્યુ પામે.

ત્યાં હાજર બધા લોકોએ આ જવાબ સાંભળીને તાળીઓના ગડગડાટથી જ્યોતિષીને વધાવી લીધા. જ્યોતિષીને ખોટો સાબિત કરવા માટે પોતે જ ખોટો સાબિત થઈ ગયો એવું વિચારીને પેલો માણસ પણ નીચું જોઈને ત્યાં બેસી ગયો.

મિત્રો આ લેખમાંથી ઘણું સમજવા મળે છે કે આપણી પાસે પણ આપણા હાથમાં જ અમુક બચ્ચા છે જેઓના નામ સફળતા, આનંદ અને ઉલ્લાસ આવા ઘણા બધા નામના બચાઓ આપણા હાથમાં છે પરંતુ આપણે આ બચ્ચાઓને જીવાડવા કે મારવા એ આપણા હાથની જ વાત છે.

આ લેખમાંથી ઘણું શીખવા મળે છે તમે એક વિનંતી કરી રહ્યા છીએ આ લેખને દરેક લોકો સુધી શેર કરજો જેથી દરેક લોકોને આ બોધ મળે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version