એક ગામડામાં એક ખૂબ જ પૈસાદાર શેઠ રહેતા હતા. શેઠ પાસે એટલો બધો પૈસો હતો કે તેને જીવનમાં કોઈપણ પ્રકારની ખામી ન હતી. તેઓ એક સુંદર મજાના બંગલામાં રહેતા હતા એ બંગલાની બાજુમાં જ એક નાનકડી દુકાન હતી તેના બંગલા પાસે જ એક દુકાન હતી. આ દુકાન વર્ષો જૂની હતી અને વર્ષોથી એક માણસ આ દુકાનમાં બેસી ને કપડા સીવવાનું કામ કરતો.
એ માણસને એક ખાસ ટેવ હતી કે એ જ્યારે પણ કપડા સીવવાનું કામ કરતો ત્યારે તે ભગવાન ના ભજન પણ સાથે સાથે ગાતો. પરંતુ પહેલા ધનવાન શેઠ નું આ બાજુ કોઈ દિવસ ધ્યાન પડ્યું નહીં.
એક દિવસ શેઠને વેપારના કામથી વિદેશમાં જવાનું થયું, શેઠ વિદેશ ગયા વેપાર ધંધા નું કામ પૂરું કરીને શેઠ ત્યાંથી પાછા ફર્યા પરંતુ પાછા ફરીને ઘરે આવ્યા કે તરત જ તેઓની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ.
તેઓની તબીયત દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થતી જતી હતી પરંતુ શેઠ પાસે પૈસાની કોઈ ખામી ન હોવાથી દેશ-વિદેશમાંથી ડોક્ટર વૈધ અનેકને બોલાવવામાં આવ્યા પરંતુ કોઈ ડોક્ટર શેઠનો ઈલાજ ન કરી શક્યો. શેઠને બીમારી જ એવી હતી કે ડોક્ટરોએ કહ્યું કે આ બીમારી નો કોઈ ઈલાજ નથી. શેઠ ની તબિયત હવે દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. અને તેઓ માત્ર આરામ જ કરી રહ્યા હતા કારણ કે તેઓ થી હલનચલન પણ થતું નહીં.
એક દિવસ શેઠ આરામ કરી રહ્યા હતા એવામાં તેને ધીમો ધીમો ભજન નો અવાજ સંભળાયો, આ વાત કપડાં સીવી રહેલા માણસનો આવતો હતો.
શેઠને આ અવાજ પસંદ પડ્યો એટલે તેને નોકરને બોલાવીને પોતાના પલંગ ને થોડું બારી પાસે લઈ જવાનું કહ્યું કારણકે બારીમાંથી નજીકમાં જ રહેલી દુકાનમાંથી કપડાં સીવી રહેલા માણસનો અવાજ વધુ આવી શકે.
દરરોજ તો તેઓને આ માણસ ના ભજન સંભળાતા પરંતુ શેઠે કોઈ દિવસ આ માણસ પ્રત્યે વિશેષ ધ્યાન ન આપ્યું હતું. પરંતુ આજે તેને આ ભજન સારા લાગી રહ્યા હતા થોડા સમયમાં તો શેઠ ભજન સાંભળી ને એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે જાણે તેઓ સાક્ષાત્ ભગવાનને મળી રહ્યા હોય. મામૂલી કપડા શિવનારાના ભજન સાંભળીને તેની બીમારી ધીમે ધીમે દૂર થવા લાગી કારણ કે શેઠ તેના મનમાં ભૂલી ગયા કે તેઓ પોતે બીમાર છે અને ભજન સાંભળી તેઓને અત્યંત ખુશી મળતી.
થોડા દિવસ સુધી તો આજ કાર્યક્રમ દરરોજ ચાલતો રહ્યો હવે ધીમે ધીમે શેઠની તબિયતમાં પણ ફેર પડવા લાગ્યો એક દિવસ તેને તે કારીગર ને બોલાવ્યો અને કહ્યું મારી બીમારી નો ઈલાજ મોટા મોટા ડોક્ટર નથી કરી શક્યા પરંતુ તારા ભજન ને કારણે મારી તબિયતમાં ઘણો સુધારો થયો છે એટલા માટે હું તને ઇનામ આપવા માંગું છું. આલે 5000 રૂપિયા.
કપડાં સીવવા વાળો તો 5000 રૂપિયા મળતા એકદમ ખુશ થઈ ગયો અને પૈસા લઈને તે જતો રહ્યો, એ રાત્રિના તેને ઊંઘ ન આવી કારણ કે તે આખી રાત્રી એ જ વિચારતો રહ્યો કે આટલા બધા પૈસા ક્યાં છુપાવીને રાખીશ અને આ પૈસાથી હું શું શું ખરીદી શકું છું અને હું શું ખરીદવા માંગુ છું?
આ જ વિચારમાં તે માણસ એટલો બધો પરેશાન થવા લાગ્યો કે તેને આખી રાત ઊંઘ ન આવી અને એટલા માટે જ તે બીજે દિવસે કામ પર પણ ન જઈ શક્યો. તેને પૈસાનું મહત્વ એટલું બધું વધી ગયું કે હવે તો જાણે તે ભજન ગાવાનું ભૂલી ગયો હતો, મનમાં તેને પૈસાની ખુશી હતી. અને તેને શેઠે પૈસા આપ્યા હતા એ પૈસાની કિંમત પણ એ સમયમાં ખૂબ જ વધારે હોવાથી તેને કામ પર જવાનું જ બંધ કરી દીધું. ઘણા દિવસો સુધી તેની દુકાન બંધ રહેવાને કારણે તેને દુકાનદારી પણ જાણે વિખરાવા લાગી. અને શેઠ ની બીમારી વધુ વધતી જઈ રહી હતી. અને તેની દુકાન ઘણા બધા દિવસો સુધી બંધ રહેવાથી તેના બધા ગ્રાહકો એ તેની દુકાને જવાનું બંધ કરી દીધું.
એક દિવસ અચાનક કપડાં સિવવાવાળો કારીગર શેઠ ના ઘરે આવે છે અને શેઠને બંગલામાં પ્રવેશી ને તરત જ કહે છે તમે આ તમારા પૈસા પાછા રાખી લો, આ પૈસાને કારણે મારી ઊંઘ બગડી ગઈ છે તેમજ મારો ધંધો પણ જાણે વિખરાઈ ગયો છે અને હું ભજન ગાવાનું તો જાણે ભૂલી જ ગયો છું. આ પૈસા એ તો મારો મારા ભગવાન સાથે નાતો જ તોડી નાખ્યો. આટલું કહીને તે માણસ શેઠ ને પૈસા આપીને ત્યાંથી જતો રહ્યો ફરી પાછો પોતાના કામમાં લાગી ગયો.
આ એક માત્ર સ્ટોરી જ નહીં પરંતુ એક શીખ છે કે આપણે કઈ રીતે પૈસાની લાલચમાં આવીને લોકોથી આપણા પોતાનાથી દૂર જતા રહીએ છીએ અને અમુક સમયે તો આપણને એ પણ ભુલાઈ જાય છે કે એવી પણ કોઈ શક્તિ છે જેને આપણને બનાવ્યા છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.