Site icon Just Gujju Things Trending

વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગ સહિત આવા આવા નુકસાન થઈ શકે છે

આપણા દરેકના ખોરાકમાં મીઠાને અગત્યનું સ્થાન હશે. કંઈ પણ જમતી વખતે આપણે સાથે મીઠું નાખીને અથવા વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઓછું મીઠું ખાવાથી ભલે તમારો સ્વાદ ઓછો આવે છે પરંતુ શરીરના અગત્યના અંગો જેમકે હૃદય, ફેફસા, કિડની વગેરે માટે સારું છે. વધારે મીઠું ખાવાથી પણ તાત્કાલિક નુકસાન થતું નથી પરંતુ લાંબા સમયે શરીરમાં ઘણું નુકસાન પહોંચી શકે છે. લાંબા સમય વધારે પડતું મીઠું ખાવાથી ક્યા ક્યા નુકસાન થઇ શકે છે તેના વિશે જાણીએ…

હાડકા

વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે અને હાડકાંને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.

બ્લડપ્રેશર વધી શકે છે

શરીરમાં જેટલું વધારે મીઠું હશે તેટલું વધારે તેને ઓગળવા માટે પ્રવાહી જોઈએ છે, આવા વખતે કોશિકાઓ પાણી શોષી લે છે અને લોહી નું ક્ષેત્રફળ વધી જાય છે. આનાથી ધમનીઓ તેમ જ રદય ને વધારે લોહી પંપ કરવું પડે છે. જેના કારણે થોડા સમય બાદ ધમનીઓ અકળાવા લાગે છે જે બ્લડ પ્રેશર વધારવામાં જવાબદાર છે.

કિડનીને નુકસાન

મીઠું જો વધારે માત્રામાં ખવાય તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી તમારી કિડની ને પણ નુકશાન થઇ શકે છે. અને જ્યારે તમને ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકબીજાથી જોડાયેલા રોગ છે. વધારે પડતું મીઠું લેવાને કારણે હાઇપર ટેન્શન થાય છે અને જે તમારા શુગર લેવલને પણ પ્રભાવિત કરવામાં જવાબદાર બની શકે છે. આથી મીઠું કાયમ માપસર જ ખાવું જોઈએ.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version