Site icon Just Gujju Things Trending

જે F-16 ને લઈને વાતો કરી રહ્યું છે પાકિસ્તાન, તેના નિર્માતાએ જ ખોલી નાખી પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ

પાકિસ્તાની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ ડેનિયલ એ શુક્રવારે એટલે કે ગઈકાલે એક ટ્વિટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા તોડી નખાયેલા F-16 ફાઈટર પ્લેનની નિર્માતા કંપની Lockheed Martin ભારત સામે કેસ કરશે. ત્યાર પછી તેને કહ્યું હતું કે ભારતનો દાવો ખોટો છે કે તેને પાકિસ્તાનના f-16 ને તોડી પાડ્યું હતું.

ડેનિયલ એ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે F-16 નિર્માતા કંપની ભારતના ખોટા દાવા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. અને એટલું જ નહીં તેને ભારતનો F-16 તોડી પડાયા નો દાવો ખોટો પણ છે અને તેના વિરુદ્ધ નારાજગી પણ જાહેર કરી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત પાસે F-16 સાથે જોડાયેલી જાણકારીઓ નથી. અને પાકિસ્તાની ઇન્વેન્ટરી માં બધા F-16 સુરક્ષિત છે.

અને આને ટ્વિટનો જવાબ આપતા F-16 બનાવવાવાળી કંપની Lockheed Martin એ પાકિસ્તાન ને ચોખ્ખી ભાષામાં જવાબ આપી દીધો હતો. તેને ડેનિયલ દ્વારા કરવામાં આવેલ દાવાને આખો ખોટો જણાવ્યો, અને કહ્યું કે કંપનીએ આવી કોઈ કમેન્ટ કરી નથી.

ત્યાર પછી ડેનિયલ એ પોતાની ટ્વીટ તો ડીલીટ કરી નાખી, પરંતુ તેનો Screenshot હાલમાં પણ વાયરલ થઇ રહ્યો છે. જે નીચે મુજબ છે.

કંપનીએ આવી કમેન્ટ કર્યા પછી, પાકિસ્તાની બ્યુરોક્રેટ એ તરત જ પોતાનું બયાન પલટી નાખ્યું હતું. તેને માન્યો કે પાકિસ્તાન તરફથી ખોટું ગલત બયાન રિલીઝ થઈ ગયું હતું. પરંતુ તેને એમ પણ કહ્યું કે ભારત સરકાર એ સાબિત કરવામાં નિષ્ફળ થઈ રહી છે કે તેઓએ પાકિસ્તાન F-16 ને તોડી પાડ્યું છે. આ સાથે તેણે એમ પણ લખ્યું કે ભારતીય મીડિયા અને પત્રકારો એ ભારત સરકારની ખોટી જાણકારી ને પકડી પાડી છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનના ખોટા અને તદ્દન પાયા વગરના જુઠાણા ને ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ, હકીકતમાં ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું, જેનો મલબો પણ મળ્યો છે.

અને એટલું જ નહીં આ મલબા સાથે ગાઈડેડ મિસાઈલ નો મલબો પણ મળ્યો છે. અને આ ની તસ્વીરો તેમજ સેનાએ આની અધિકારિક રીતે જાણકારી પણ આપી હતી, અને સિરિયલ નંબર સાથેના ફોટા પણ શેર કર્યા હતા.

જણાવી દઇએ કે આ ગાઈડેડ મિસાઈલ અમેરિકાએ પાકિસ્તાન સરકારને આપી હતી. અને આ એટલા માટે આપવામાં આવી હતી જેથી પાકિસ્તાન આનો આતંકીઓ વિરુદ્ધ ઉપયોગ કરે. મિસાઈલ આપતી વખતે પાકિસ્તાનને અમેરિકા દ્વારા ચોખ્ખી ભાષામાં આદેશ આપવામાં આવ્યા હતા કે તે આનો પ્રયોગ ભારત વિરૂદ્ધ ક્યારેય નહીં કરે. પરંતુ પાકિસ્તાને પોતાની જાતને ઉઘાડી પાડી દીધી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version