એક હજાર કામ પડતાં મુકીને પહેલા આ વાંચી લેજો, જીંદગી બદલાઈ જશે
આપણે બધાને એક વસ્તુ માનવી જ પડશે કે આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે આપણા કરતા આપણા પડોશી અને સગા-સંબંધીઓની જિંદગી સારી છે. પરંતુ આવું વિચારવું એ સારું છે કે નહીં? આ સમજવા માટે નીચે ની વાર્તા વાંચી લો…
એક વ્યક્તિ નું ઘર શહેરથી દૂર એક નાનકડા ગામડામાં હતું તેના ઘરમાં કોઈપણ જાતની કમી ન હતી. ભૌતિક સુખની વાત કરો કે બીજી કઈ પરંતુ તે ખૂબ સુખી હતો, પરંતુ તે કદી પણ ખુશ નહોતો રહેતો. એને એવું જ લાગ્યા કરતું કે ગામડા કરતા શહેરની જિંદગી સારી છે. અને એક દિવસ એને પોતાના ગામડાના ઘરની વેચીને શહેરમાં જાવાનો ફેસલો કરી લીધો. અને બીજા દિવસે એને એના મિત્ર ને બોલાવ્યો. તે મિત્ર રિયલ એસ્ટેટમાં જ કામ કરતો હતો.
તેને પોતાના મિત્રને કહ્યું કે મારે આ ગામડા નુ ઘર વેચવું છે, તું મારુ ના ગામડા નુ ઘર વેચાવી દે અને શહેરમાં એક વ્યવસ્થિત ઘર અપાવી દે. એટલે પેલા મિત્ર તેનું આખું ઘર જોઈને કહ્યું કે આટલું સુંદર ઘર છે તો તું આને સુ કામ વેચવા માંગે છે? જો તારે પૈસાની જરૂર હોય તો હું તને થોડા પૈસા આપી શકું છું. પેલાએ કહ્યું કે મને પૈસાની બિલકુલ જરૂર નથી.
હું આ ઘર ને એટલા માટે વેચવા માગું છું કે આ ઘર શહેરથી બહુ દૂર છે, અહીં શહેરની જેમ પાકા રસ્તા પણ નથી. અને અહીંના રસ્તામાં ખૂબ જ ઉબળ-ખાબળ છે. આ સિવાય અહીંયા જ્યાં જુઓ ત્યાં હરિયાળી છે અને બહુ બધા વૃક્ષો છે. અને જ્યારે પણ હવા આવે ત્યારે પાંદડાઓ ખરીને ઘરમાં પડી જાય છે. આ ગામડું ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે હવે તું જ કહે કે હું ગામડામાંથી શહેરમાં શુ કામ ન જાવ.?