Facebook અને WhatsApp આ બંને સોશિયલ મીડિયાના giant છે એ વાતમાં શંકાને સ્થાન નથી. કારણ કે તેના વપરાશકર્તાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ બંને હવે એક જ કંપની છે એટલે કે વોટ્સએપ ને પણ ફેસબુક એ ખરીદી લીધું હતું. પરંતુ જણાવી દઈએ કે ફેસબુક ઘણા વર્ષોથી પોતાના પેમેન્ટ સિસ્ટમ માટે કામ કરી રહ્યું છે.
થોડા સમય પહેલા પણ સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ પર પેમેન્ટ સિસ્ટમ ચાલુ થવાની છે, અને ફેસબુક તેના ઉપર કામ કરી રહ્યું છે. પરંતુ હાલમાં આવેલા સમાચાર અનુસાર આ પેમેન્ટ સિસ્ટમ અત્યાધુનિક ક્રિપ્ટોકરંસી હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ખાલી એશિયાની જ વાત કરીએ તો ભારતમાં 20 કરોડથી પણ વધુ લોકો વોટ્સએપ વાપરી રહ્યા છે, આથી બ્લુમબર્ગ ની એક રિપોર્ટ અનુસાર ભારતમાં થતાં નાના મોટા પેમેન્ટ ને ધ્યાનમાં લઈને Facebook હવે ક્રિપ્ટોકરંસી જેવું તૈયાર કરી રહ્યું છે. અને અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો Facebook એ આના માટે બધી તૈયારીઓ પણ કરી લીધી છે.
એટલે હવે આવનાર વર્ષમાં એટલે કે 2019 માં ફેસબુક તેમજ WhatsApp વાપરી રહેલા લોકોને આ નવી વર્ચ્યુઅલ કરન્સી ની ભેટ મળી શકે છે.