Facebook અને WhatsApp આ બંને સોશિયલ મીડિયાના giant છે એ વાતમાં શંકાને સ્થાન નથી. કારણ કે તેના વપરાશકર્તાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ બંને હવે એક જ કંપની છે એટલે કે વોટ્સએપ ને પણ ફેસબુક એ ખરીદી લીધું હતું. પરંતુ જણાવી દઈએ કે ફેસબુક ઘણા વર્ષોથી પોતાના પેમેન્ટ સિસ્ટમ માટે કામ કરી રહ્યું છે.
થોડા સમય પહેલા પણ સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ પર પેમેન્ટ સિસ્ટમ ચાલુ થવાની છે, અને ફેસબુક તેના ઉપર કામ કરી રહ્યું છે. પરંતુ હાલમાં આવેલા સમાચાર અનુસાર આ પેમેન્ટ સિસ્ટમ અત્યાધુનિક ક્રિપ્ટોકરંસી હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ખાલી એશિયાની જ વાત કરીએ તો ભારતમાં 20 કરોડથી પણ વધુ લોકો વોટ્સએપ વાપરી રહ્યા છે, આથી બ્લુમબર્ગ ની એક રિપોર્ટ અનુસાર ભારતમાં થતાં નાના મોટા પેમેન્ટ ને ધ્યાનમાં લઈને Facebook હવે ક્રિપ્ટોકરંસી જેવું તૈયાર કરી રહ્યું છે. અને અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો Facebook એ આના માટે બધી તૈયારીઓ પણ કરી લીધી છે.
એટલે હવે આવનાર વર્ષમાં એટલે કે 2019 માં ફેસબુક તેમજ WhatsApp વાપરી રહેલા લોકોને આ નવી વર્ચ્યુઅલ કરન્સી ની ભેટ મળી શકે છે.
ફેસબુકે 2014મા પે-પલ ના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ને પોતાના મેસેન્જર એપ માટે નિયુક્ત કર્યા હતા, અને Facebook થોડા સમયથી તેના Blockchain ના ઈનિશિએટિવ માં પણ કામ કરી રહ્યું છે. ફેસબુકના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે નાની ટુકડી ટેસ્ટિંગ કરી રહી છે, બસ બીજું અત્યારે કંઈ જણાવવા લાયક નથી.
પરંતુ હવે WhatsApp માં પેમેન્ટ ગેટવે આવવાની શક્યતા છે. એટલે કે આવનાર વર્ષમાં ફેસબુક પણ પોતાની ક્રિપ્ટોકરંસી રિલીઝ કરી શકે છે, જેનાથી એકબીજા સાથે પેમેન્ટ કરી શકાય.
અમુક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ચ્યુઅલ કરન્સી નું નામ stablecoin હોઈ શકે છે. આ નામ પાછળ શું રહસ્ય છે તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ક્રિપ્ટોકરંસી બીટકોઈન જેવી નહી પરંતુ stable હશે, એટલે કે તેના ભાવમાં ખુબ ઝડપી ઉતાર-ચઢાવ થશે નહીં.
અને વોટ્સએપ તરફથી પણ તમે હવે પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશો, હવે જોવાનું એ રહ્યું કે Facebook ક્યારે પોતાનું નવું કરંસી રીલીઝ કરે છે. પરંતુ હાલ જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર વર્ષમાં આ શક્ય છે.