આ ફિલ્મના સેલિબ્રિટીઓ ને થઈ ચૂક્યો છે ભૂતિયો અનુભવ, રણવીર સાથે જે થયું તે જાણીને ચોકી જશો

કોઈપણ માણસને પૂછો કે તમે ભૂત માં માનો છો તો કદાચ કોઈ પણ માણસ હા પણ પાડી શકે અને ના પણ પાડી શકે પરંતુ જેઓને અગોચર અનુભવ થયો હોય તે લોકો ભૂત હોય છે એવું અચૂક માનતા હોય છે, આપણા સામાન્ય માણસો સાથે અવાર નવાર ભૂતિયો અનુભવ થતો રહે છે પરંતુ આપણે કાં તો એ કોઈની સાથે શેર નથી કરતા કા પછી આ અનુભવ એટલો ભયાનક હોય છે કે આપણે તેને આપણા પૂરતો જ રાખતા હોઈએ છીએ.

જણાવી દઈએ કે આવા અગોચર અનુભવમાં માત્ર સામાન્ય માણસ નહિ પરંતુ બોલિવૂડના સેલેબ્સને પણ અનુભવ થઈ ચૂક્યા છે, આમાં અમે ફિલ્મની વાત બિલકુલ નથી કરી રહ્યા આ બધી હકીકત ની વાતો છે જે હકીકતમાં અભિનેતાઓ તેમાં જ અભિનેત્રીઓ સાથે બનેલી સત્યઘટના છે.

બોલિવૂડમાં પોતાની અલગ છાપ ઊભી કરનાર ઈમરાન હાશ્મી સાથે પણ આવો અનુભવ બની ચૂક્યો છે, તેને એક વખત જણાવ્યું હતું કે તેઓ વેકેશન માટે પોતાના મિત્રો સાથે ફરવા ગયા હતા, જ્યાં એક હોટલમાં રોકાયા હતા ત્યાં તેના સિવાય કોઈ હતું નહીં. એટલામાં જ તેને અચાનક એક માણસ નો અવાજ સંભળાયો આથી તેઓ ભાગી ને તરત જ્યાં અવાજ આવી રહ્યો હતો તે દિશામાં પહોંચ્યા પરંતુ તેને માત્ર અવાજ આવતા રહ્યા, અને આજુબાજુમાં કોઈ મળ્યું નહીં.

બોલિવુડની એક સમયની બ્યુટી બિપાશા બાસુ સાથે પણ આવો એક ખૂબ જ ભયાનક અનુભવ થયો છે, જણાવી દઈએ કે બિપાશાએ એક નહીં પરંતુ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે જે ઘણી ભૂતો ઉપર આધારિત હતી. અને એવી જ રીતના એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેને આવો અનુભવ થયો હતો, ફિલ્મની શૂટિંગ દરમ્યાન તેને કોઈપણ script ની લાઇન યાદ રહેતી ન હતી, એટલું જ નહીં તે પોતે ડિસ્ટર્બ પણ રહેવા લાગી હતી. પરંતુ એ જ લોકેશનમાં બીજા ફિલ્મ નું શૂટિંગ થઇ રહ્યું હતું. આ બીજી અભિનેત્રીને એવું કહેવાઈ રહ્યું હતું કે કોઈ આત્મા ની અસર થઈ હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની મોત નિપજી હતી.

હમણાં જેના લગ્ન થયા તે રણવીર સિંહ ને પણ એક આવો અનુભવ થઈ ચૂક્યો છે, બાજીરાવ મસ્તાની ના શૂટિંગ દરમિયાન તેને અલગ જ અનુભવ થયો હતો. તેને ખુદ બાજીરાવની આત્મા હોવાનો અહેસાસ થયો હતો. અને તેને જણાવ્યું હતું કે કાળા બોર્ડ પર તેઓએ એક આકૃતિ બનેલી જોઈ જે બિલકુલ પેશવા બાજીરાવ જેવી દેખાઈ રહી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ તેને ભ્રમ થયો હતો કે હકીકતમાં આવું હતું તે હજી સુધી જાણી શક્યા નથી.

વરુણ ધવન સાથે પણ આવો વિચિત્ર અનુભવ થયો હતો, હકીકત મા તેઓ એક વખત એબીસીડી ટુ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન એક હોટલમાં રોકાયા હતા, જે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ હોટલ માં એક પ્રખ્યાત ગાયક નું ભૂત થાય છે, અને અનાયાસે કહો કે સંજોગે પરંતુ વરુણ ધવન ને એ જ રૂમ આપવામાં આવ્યો હતો, રાતના થાકી ને રૂમ પર આવ્યા પછી જેવા સુતા કે તેને વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા, અને તેના રૂમ નો દરવાજો પણ વિચિત્ર અવાજ સાથે આપોઆપ ખૂલી રહ્યો હતો.

બોલિવુડની સ્ટાર કોરિયોગ્રાફર માનવામાં આવતી સરોજ ખાન ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી તરીકે પોતાનું નામ મશહૂર કરી ચૂકી છે. પરંતુ એક વખત તે જ્યારે પોતાના ગ્રુપ સાથે હોટલમાં રોકાયેલી હતી ત્યારે તેને કંઈક અજીબ અનુભવ થયો હતો, તેઓને લાગ્યું કે અચાનક કોઈ તેની ઉપરના માળ માં વારંવાર ફર્નિચર ફેરવી રહ્યું છે, પરંતુ તેને જ્યારે હોટલના સ્ટાફને આ ઘટનાની ફરિયાદ કરી તો તેને જણાવવામાં આવ્યું કે તે જે રોકાઈ હતી તેની ઉપર કોઈ માળ હતો જ નહીં છે.

શું તમારી સાથે પણ આવો ક્યારેક વિચિત્ર અનુભવ થયો છે, તો કમેન્ટમાં જણાવજો. અને શું તમે પણ આવી અગોચર શક્તિઓમાં માનો છો કે કેમ તે પણ કમેન્ટમાં જણાવજો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team