આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું કરે છે કે લોટ બનાવીને રાખી દે છે અને જ્યારે રોટલી ખાવી હોય ત્યારે લોટ બનાવવાની ઝંઝટ ન રહે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.
તમને એ સાંભળીને આશ્ચર્ય થયું હશે કે ફ્રિઝમાં રાખેલો લોટ કઈ રીતે તમારો દુશ્મન હોઈ શકે કારણકે આપણને બધાને આરટીઓ વર્ષોથી છે. જ્યારે પણ લોટ વધે તો આપણે તેને ફ્રિજમાં રાખી દઈએ છીએ જેથી એ ખરાબ થતો નથી અને આપણે રાત્રે રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોટ બાંધ્યા પછી એક કલાકની અંદર રોટલી બનાવવામાં તેનો ઉપયોગ થઈ જવો જોઇએ. એટલા માટે કારણ કે બાંધેલા લોટ માં થોડા સમય પછી ઘણા બધા રાસાયણિક બદલાવો થવા માંડે છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે.
લોટ બાંધીને ફ્રીઝમાં રાખવાથી ફ્રિજ ના હાનિકારક કિરણો તેને અસર કરે છે અને તેમાં પ્રવેશ કરે છે જેના લીધે લોટ ખરાબ થઈ જાય છે. જ્યારે આવા લોટમાંથી બનાવેલી રોટલી ખાઇએ ત્યારે બીમારીઓ થવાના ચાન્સ વધી જાય છે. અને ક્યારેક વાસી લોટમાં આથો આવી જાય છે જેના હિસાબે તમે બીમાર પણ થઈ શકો છો અને ક્યારેક આ લોટ જીવલેણ પણ બની જાય છે.
આ થઇ વૈજ્ઞાનિક કારણો ની વાત પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આવી રીતના રખાયેલ લોટ ખરાબ હોય છે. આયુર્વેદમાં સ્પષ્ટ કહેવાયું છે કે ફ્રીજમાં બાંધેલો લોટ રાખવો જોઈએ નહીં. વાસી લોટ ની રોટલીનો સ્વાદ તાજા લોટની રોટલી જેવો હતો નથી આથી ફ્રીજ નો ઉપયોગ ક્યારેય પણ બાંધેલો લોટ રાખવા કરવો નહીં.
આ સિવાય આવા લોટની રોટલી ખાવાથી પેટમાં પણ સમસ્યા થઈ શકે છે, પેટમાં દુખવું અથવા ગેસ જેવી સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. બચેલા લોટનો ફરીથી ઉપયોગ કરવાથી પેટમાં કબજિયાતની સમસ્યા નો પણ ખતરો રહે છે આથી કોઈ દિવસ લોટને ફ્રીજમાં રાખવો નહીં તેમજ જ્યારે પણ રોટલી ખાવાનું મન થાય ત્યારે જ લોટ બાંધવો જોઇએ.