લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સામાન્ય વાત છે.
પરંતુ તમને પણ આશ્ચર્ય થતું હશે કે લગ્ન પહેલાં અને લગ્ન પછી શરીરમાં આવા બદલાવો સુ કામ આવે છે?
દૈનિક ભાસ્કર મા પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર આ કારણોને લીધે મહિલાઓના શરીર નું વજન લગ્ન પછી વધવા લાગે છે.
તણાવ – લગ્ન પછી ઘણી સ્ત્રીઓને નવા માહોલમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. જેનાથી તેનો સ્ટ્રેસ વધે છે અને એના હિસાબે સ્ત્રીઓનું જમવાનું વધી જાય છે. જેના હિસાબે ચરબી પણ વધે છે. અને શરીર જાડું થાય છે.
પ્રેગ્નન્સી – મોટાભાગના કપલ લગ્નના એક બે વર્ષમાં જ ફેમિલી પ્લાનિંગ કરી લે છે. જે મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન વધી ગયેલા વજનને બાળકના જન્મ પછી પણ ઘટાડવાની કોશિશ કરતી નથી. જેથી આ એક કારણ પણ હોઈ શકે જે ના હિસાબે સ્ત્રીઓનું શરીર વધવા લાગે છે.
સોશિયલ પ્રેસર – આગળ વાત કરી તેમ લગ્ન પહેલા સ્ત્રીઓને સારા દેખાવા માટે ઘણા લોકો ટોકતા હોય છે, જેથી સ્ત્રી તેના શરીરનું ધ્યાન રાખે છે. પરંતુ લગ્ન પછી આવું કોઈ કહેતું નથી. જેથી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને પહેલાં જેટલી જાગૃત રહેતી નથી જેથી શરીર વધવા લાગે છે.
વધારે પડતુ ટીવી જોવાથી – લગ્ન પછી પરિવાર સાથે બેસીને ટીવી જોવુ એ દરેક પરિવાર માં એક સામાન્ય બાબત છે. અને જો મુવી જોતી વખતે પોપકોર્ન ખાઈએ છીએ એ જ રીતે ટીવી જોતી વખતે લોકો કંઈ ને કંઈ સાથે નાસ્તો કરતા રહે છે. આને કારણે પણ વજન વધે છે.
ખાવામાં ફેરફાર – લગ્ન પહેલા ઘણી સ્ત્રીઓ ડાયેટ કરતી હોય છે કારણ કે તેને પોતાના શરીરનું ધ્યાન રાખવાની ટેવ હોય છે. પરંતુ લગ્ન પછી શરુઆત માં લોકો એમ વીચારે છે કે થોડા સમય પછી ડાયેટ શરુ કરીશુ પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં એ શક્ય થતુ નથી અને ડાયેટ માં ફેરફાર થવાને લીધે શરીર વધવા લાગે છે.