Site icon Just Gujju Things Trending

ગણપતી બાપા ની પાછળ મોરિયા શબ્દ વપરાય છે તેનો મતલબ શું છે?

આજે ગણેશ ચતુર્થી છે આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરે છે. તમે બધા આ વસ્તુ જાણતા હશો.આપણે ભક્તિભાવથી ગણેશજીની સેવા કરીએ છીએ ત્યાર પછી તમે ઘણા લોકોને બોલતા સાંભળ્યા હશે કે ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા. આ નાદ આપણે બધા જ બોલીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગણપતિબાપા પછી જે મોરિયા બોલવામાં આવે છે તેના પાછળ આખી એક વાર્તા છુપાયેલી છે.

જી હા ગણેશજીના એક પરમ ભક્ત ની વાર્તા આ નામ પાછળ છુપાયેલી છે.

મહારાષ્ટ્રના પુણેથી 21 કિલોમીટર દૂર એક ગામડું છે જેને ચિંચવાડ ના નામથી પણ ઓળખાય છે. કહેવાય છે કે ૧૫મી શતાબ્દીમાં આ જગ્યા પર એક સંત થયા હતા જેનું નામ મોરિયા ગોસાવી હતું. અને તેઓ ગણેશજીના અનન્ય ભક્ત હતા.

તેઓ દરેક વર્ષે ગણેશ ચતુર્થીના મોકા ઉપર ચિંચવાડ થી લઈને મોરગાંવ સુધી પગપાળા ગણેશજીની પૂજા કરવા માટે જતા હતા. આવું કરતા કરતા ઘણાં વર્ષો વીતી ગયાં. અને કહેવાય છે કે એક દિવસ ખુદ ભગવાન ગણેશજી એ તેના સપનામાં આવીને તેને કહ્યું કે તેની મૂર્તિ નદીમાં મળશે. અને બરોબર એવું જ થયું, નદીમાં નાહતી વખતે તેઓને ગણેશજીની મૂર્તિ મળી.

આ ઘટના બાદ લોકોએ માની લીધું કે ભગવાન ગણેશજીનું કોઈ ભક્ત છે તો તે માત્ર મોરિયા ગોસાવી જ છે. આ ઘટના પછી મોરિયા ગોસાવીના દર્શન માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા.

કહેવાય છે કે જ્યારે ભક્ત ગોસાવીજીના પગ પકડીને મોરિયા કહેતા તો તેઓ પોતાના ભક્તોને મંગલમૂર્તિ કહેતા હતા.

આથી આવી જ રીતના આ સિલસિલો ચાલુ થયો જે આજે પણ દરેક લોકોના હોઠ પર છે. આ વાર્તા તમારા મિત્રો તેમ જ સગા-સંબંધીઓ સાથે શેર કરજો જેથી તેઓને પણ ખબર પડે કે ગણપતિ બાપા મોરિયા બોલવા પાછળ નું મહત્વ શું છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version