બાદશાહ અકબરે એક વખત એક ગરીબ બ્રાહ્મણ ને ભિક્ષાવૃતિ કરતા જોયા ત્યારે બીરબલ ની સામે જોઈ ને કટાક્ષ કરતા બોલ્યા આ તમારા બ્રાહ્મણ છે.
જેને તમે બ્રમ્હ દેવતા તરીકે માન સન્માન આપો છો આ તો ભિખારી કહેવાય બાદશાહ ની વાત નો બીરબલે જવાબ આપવાનું ટાળ્યું પરંતુ બાદશાહ જ્યારે મહેલ માં ચાલ્યા ગયા.
ત્યારે બીરબલે તે ગરીબ બ્રાહ્મણ ની પાસે જઈ ને પૂછ્યું કે તમે કેમ ભિક્ષા માંગી રહ્યા છો ?જેનો જવાબ આપતા ગરીબ બ્રાહ્મણ એ બીરબલ ને જવાબ આપતા કહ્યું કે મારી પાસે ખેતી વાડી ધન નથી અને મને ધાર્મિક વિધિ કરાવવાનું જ્ઞાન પણ નથી.
માટે મારા પરિવાર ના પોષણ માટે મારે મજબૂરી થી ભિક્ષાવૃતિ કરવી પડે છે ત્યારે બીરબલે કહ્યું કે ભિક્ષા માંગવા થી તમને રોજ કેટલા રૂપિયા ની આવક થઇ જાય છે તેનો જવાબ આપતા બ્રહ્માએ કહ્યું કે છ સાત રૂપિયા ની આવક થઇ જાય છે.
ત્યારે બીરબલે કહ્યું કે તમે કોઈ કામ મળી જાય તો તમે કામ કરશો ?ત્યારે બ્રહ્માએ હા પાડતા કહ્યું કે મારે શું કરવાનું રહેશે ?
એટલે બીરબલે બ્રાહ્મણને કહ્યું કે વહેલી સવાર ના બ્રમ્હ મુહૂર્ત માં સ્નાન કરી સ્વચ્છ થઈ અને દરરોજ તમારે 101 ગાયત્રી મંત્ર ની માળા ફેરવી ને જાપ કરવાનો છે.
અને હું તમને દરરોજ ના દસ રૂપિયા ની દક્ષિણા ભેટરૂપે આપીશ બ્રાહ્મણે બીરબલ ની વાત સ્વીકારી અને દરરોજ સવારે શુદ્ધ થઈ અને 101 ગાયત્રી મંત્ર ની માળા કરવા લાગ્યા અને બીરબલ દરરોજ તેને દક્ષિણા માં દસ રૂપિયા આપવા લાગ્યા.
બ્રાહ્મણ ની શ્રદ્ધા અને ઈમાનદારી જોઈ ને બીરબલે થોડા દિવસ પછી 151 માળા કરવાનું કહ્યું અને તેની દક્ષિણા પણ વધારી આપી
ગાયત્રી મંત્ર ના પ્રભાવ થી અને તેને મળી રહેતી દક્ષિણા થી બ્રાહ્મણ ની બધી ચિંતા ચાલી ગઈ હતી અને મંત્રજાપ ના તપ થી બ્રાહ્મણ નું મોઢું એકદમ તેજસ્વી થઇ ગયું હતું.
અને હવે અન્ય લોકો પણ બ્રાહ્મણ તરફ આકર્ષિત થવા લાગ્યા હતા અને ભેટ માં અનેક ચીજ વસ્તુ આપતા હતા અને હવે બીરબલ પાસેથી મળતી દક્ષિણા થી પણ વધારે આવક થવા લાગી હતી.
પરંતુ હવે તે ગરીબ બ્રાહ્મણ ને આપવામાં આવતી ભેટ નું પણ આકર્ષણ રહ્યું નહોતું બેઠા બેઠા ગાયત્રી મંત્ર ના જાપ કરવામાં જ તેને આનંદ હતો.
ગામલોકો અને આજુબાજુ ના ગામ માં પણ બ્રાહ્મણ ના તપ ની વાતો ફેલાવા લાગી અને લોકો બ્રાહ્મણ ના દર્શન કરવા આવવા લાગ્યા અને એકાદ વર્ષ માં તો એક ભવ્ય મંદિર અને આશ્રમનું નિર્માણ થઇ ગયું.
આ બાજુ બ્રાહ્મણ ની પ્રસિદ્ધિ ના સમાચાર અકબર ને મળ્યા ત્યારે અકબરે પણ બિરબલ ને સાથે લઇ અને દર્શન કરવા માટે જવાની ઇચ્છા વ્યક્ત કરી અને શાહી ઠાઠ માઠ ને ભેટ સોગાદ સાથે બ્રાહ્મણ પાસે પહોંચ્યા.
અને બ્રાહ્મણ ને ભેટ અર્પણ કરી બ્રાહ્મણ ને પ્રણામ કર્યા ત્યારે બિરબલ અકબર ને પૂછ્યું કે તમે આ બ્રાહ્મણ ને ઓળખો છો ?
ત્યારે અકબરે કહ્યું કે ના હું તો પહેલી વાર જ બ્રાહ્મણ ને મળ્યો છું ત્યારે બીરબલે અકબરને કહ્યું કે તમે આને સારી રીતે ઓળખો છો આ એ જ ભિક્ષાવૃતિ કરતા બ્રાહ્મણ છે તેની ખરાબ પરિસ્થિતિ જોઈ ને તમે કટાક્ષ કર્યો હતો.
અને આજે તમે પોતે જ એ ગરીબ બ્રાહ્મણ ને તમે નમી ને આવ્યા છો ત્યારે અકબર ના આશ્ચર્ય નો પાર ના રહ્યો અને બીરબલ ને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય થયું ?
ત્યારે બીરબલે જવાબ આપતા કહ્યું કે ભલે તે ગરીબ હતો પણ મૂળ તો બ્રાહ્મણ જ હતા પોતાની પરિસ્થિતિ ને વશ તે ધર્મ ની સચ્ચાઈ અને શક્તિઓ થી દૂર હતા.
અને આજે એક ગાયત્રી મંત્ર એ તેને બ્રાહ્મણ માંથી બ્રમ્હ બનાવ્યા છે અને બાદશાહ ને પણ પોતાની સામે નતમસ્તક રહેવા માટે મજબૂર કરી દીધા છે.
આમ બધા લોકો પોતાના ધર્મ અને કર્મ ની સાથે પોતાના સંસ્કાર ને જાણે તો દરેક વ્યક્તિ સફળતા પામી શકે છે.