ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને તેની સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન તેનો ઈલાજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં તેનો ઈલાજ કરનારા ડોક્ટર તેના અવસાનથી ખૂબ જ દુઃખી છે. તેઓએ એ દિવસને યાદ કરતાં જણાવ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરી 2018 ના દિવસે તેમને જણાવવામાં આવ્યું કે એક VVIP ને ગોવાથી લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમના પેટમાં દુખાવો છે અને અગ્નાશય સંબંધિત સમસ્યાઓ હોવાની સંભાવના છે. VVIP હોવાને કારણે હોસ્પિટલે તેની પૂરી તૈયારી કરી લીધી હતી, એવામાં હસીને એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે. તે મનોહર પર્રિકર હતા.
ડોક્ટરે જણાવ્યું કે તેઓ ખૂબ ઉર્જાવાન અને તરોતાજા દેખાઈ રહ્યા હતા. કોઈ પણ કહી ના શકે કે આ વ્યક્તિ બીમાર છે. અને જ્યારે મોડી સાંજે તેની રીપોર્ટ આવી તો ડોક્ટર પણ થોડા દુઃખી થઈ ગયા હતા. કારણકે તેના અગ્નાશયમાં સમસ્યા હતી. દુર્ભાગ્યથી અગ્નાશય ના જખ્મો શરૂઆતી લક્ષણમાં બહુ ઓછા નજરે આવે છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે મનોહર પર્રિકર માટે તેમને ખૂબ જ સન્માન છે, પરંતુ એટલે નહીં કે તેઓ ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી હતા, પરંતુ એટલા માટે કારણ કે તેઓ ખૂબ જ ઈમાનદાર, મહેનતુ અને લોકોના નેતા હતા. તેને જણાવ્યું હતું કે તેના જેવા ઉચ્ચ નૈતિક તો ધરાવતા નેતા બનવું તે ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. તેઓનું ભણતર પણ ખૂબ જ અસાધારણ રહ્યું હતું, તેઓ આઈઆઈટીમાંથી આવતા હતા. અને ગોવામાં દરેક લોકો તેને ચાહે છે.
જ્યારે પ્રધાનમંત્રી મોદી મળવા આવ્યા હતા…
ડોક્ટરે જણાવ્યું હતું કે રિપોર્ટની પુષ્ટિ કર્યા પછી અગ્નાશય નો ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. અને તેના ઉપર ઇલાજની સારી અસર પણ જણાઇ રહી હતી. જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તેમને જોવા આવ્યા હતા. પ્રધાનમંત્રી ખુબ જ પરેશાન હતા કે તેના મહત્વના સાથીને આ ગંભીર બીમારી થઈ છે. પરંતુ પરીકરે હસીને પ્રધાનમંત્રી મોદી ને કહ્યું હતું કે તેઓ માત્ર ગોવાના લોકોની સેવા કરવા ઈચ્છે છે. ડોક્ટરે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ તેઓને કહ્યું હતું કે આ બીમારીના ઈલાજ માટે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ હોય, તે બધાને પર્રિકર માટે બોલાવવામાં આવે એવો તેનો આગ્રહ હતો.
ત્યાર પછી ન્યૂયોર્કમાં તેના ઈલાજ કરવા માટે ડોક્ટર તૈયાર થયા હોવાથી પરીકરને ન્યૂયોર્ક લઈ જવાયા હતા, ત્યાં બધી ચીજો નિયંત્રણમાં નજરે આવી હોવાથી તેઓ ત્યાંથી પાછા ફર્યા હતા.
ડોક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં હોવા છતાં તેઓ પોતાના સ્ટાફની સાથે દરરોજ ઓફિસનું કામ કરી રહ્યા હતા. ડોક્ટર જ્યારે તેને મળવા માટે ન્યુયોર્ક ગયા હતા ત્યારે પણ તેણે જોયું કે તેઓ ત્યાં પણ ઓફિસનું કામ કરી રહ્યા હતા અને તેના સ્ટાફને જાણકારીઓ મેળવવા વિશે જણાવી રહ્યા હતા. તેઓ જ્યારે પણ બહાર હોય, ત્યારે હંમેશા ગોવા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હોય છે.
ડોક્ટરે કહ્યું હતું કે તેનામાં અસાધારણ સાહસ પણ જોઈ શકાતું હતું. તેઓ કાયમ હિંમતથી હસીને સામનો કરવામાં માનતા. ડોક્ટરે જણાવ્યું કે તેઓ તેને એવા વ્યક્તિ તરીકે યાદ રાખશે જે પરિણામ ખબર હોવા છતાં અંત સુધી સૌથી મુશ્કીલ લડાઈનો સામનો કરતા રહ્યા અને હસીને લડતા રહ્યા.
આ ઉચ્ચ કોટિની વ્યક્તિને અશ્રુભીની શ્રદ્ધાંજલિ… ભગવાન તેની આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.