રાત્રીના લગભગ દસ વાગ્યા હશે, એક માણસ તેના અત્યંત વૈભવી ઘરમાં બેઠો હતો, ઘરના વૈભવ વિશે થોડો પરિચય આપવામાં આવે તો લગભગ દરેક પ્રકારનો વૈભવ તે ઘરમાં મોજુદ હતો. નોકર-ચાકર થી લઈને એક સામાન્ય કામ કરવું હોય તો પણ માણસ રાખવામાં આવેલ હતો.
બહાર બગીચા માટે માળી, ઘરમાં ત્રણ જેટલા નોકર પણ હતા અને એક ડ્રાઈવર આમ આટલા લોકો સતત ઘરમાં રહેતા. પરંતુ રાત્રિના લગભગ નવ વાગ્યા પછી બધાનો કરો અને ડ્રાઇવર પોતાની ઘરે જતા રહેતા ફરી પાછા બીજે દિવસે સવારે આવી જતા.
ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા, ઘરમાં બીજું કોઈ રહેતું ન હતું. નોકરો અને બધા કામ કરનારાઓ પણ સવારે આવતા અને સાંજે સમય થતા પોતપોતાના ઘરે જતા રહેતા.
ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા, પૈસાની કોઈ પણ જાતની ખામી ન હતી એક રાત્રીના લગભગ દસ વાગ્યા આસપાસ શેઠ ને અચાનક શરીરમાં કશું થવા લાગ્યું. તરત જ અણસાર આવ્યો કે તેને એલર્જી થઇ છે.
શેઠને આવું થવું તે સામાન્ય બાબત હતી એટલે તે ગભરાયા નહીં અને તરત જ પોતાની દવા લેવા ટેબલ પાસે ગયા પરંતુ જોયું તો ટેબલ માં એક પણ દવા બચી ન હતી. અને ઘરે બીજી દવા ન હોવાને કારણે હવે ઘરની બહાર નીકળવું પડે તેમ હતું, ઘરમાં ગાડી હતી પરંતુ ડ્રાઇવર ન હોવાથી ગાડી લઈને જઈ શકાય તેમ ન હતું.
શેઠ ના ઘરેથી મેડિકલ સ્ટોર કંઈ બહુ દૂર ન હતો ચાલીને જઈએ તો બહુ બહુ તો એક મિનિટ જેટલો સમય લાગે. પરંતુ વાતાવરણ વરસાદનું હોવાથી વરસાદ ચાલુ હતો એટલે શેઠે વિચાર્યું કે તેઓ રિક્ષામાં જતા રહેશે, ઘરની બહાર નીકળ્યા દવાની દુકાન તો વધારે દૂર ન હતી પરંતુ વરસાદ હોવાથી તેઓએ રીક્ષા લેવા નું વિચાર્યું હતું.
શેઠના ઘરની થોડા પગલાં આગળ ચાલીએ એટલે ત્યાં એક ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું હતું. શેઠ નું ધ્યાન પડ્યું કે ત્યાં મંદિરના નિર્માણ થઇ રહ્યું હતું ત્યાં કોઈ રીક્ષા ઉભી છે, શેઠ રીક્ષા પાસે ગયા પરંતુ રિક્ષામાં કોઈ ન હતું. આજુબાજુમાં નજર કરી તો એક માણસ મંદિર સામે જોઈને જાણે પ્રાર્થના કરી રહ્યો હોય એમ ઊભો હતો.
આજુબાજુ માં બીજું કોઈ ન હતું એટલે શેઠ ને થયું કે લાગે છે આ માણસ રિક્ષાવાળો જશે તેમ છતાં શેઠે તેને પૂછ્યું કે આ રીક્ષા તમારી છે? પેલા માણસે હા માં જવાબ આપ્યો શેઠે પૂછયું મારે અહીં બાજુમાં જ જવું છે, આવશો?
રીક્ષાવાળાએ હા કહી એટલે રીક્ષા માં બેસી ગયા શેઠ અને પેલો માણસ પણ રીક્ષા હંકારવા લાગ્યો. રિક્ષાના અરીસામાંથી તે માણસ નું મોઢું અસ્પષ્ટ રીતે બતાવી તો રહ્યું હતું, પરંતુ આવા અંધકારમય વાતાવરણમાં પણ તેના મોઢા ઉપરથી આંસુ વહી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું અને તે પોતે પણ બીમાર હોય તેવું લાગી રહ્યું હતું.
શેઠે મેડિકલ સ્ટોર નું સરનામું આપ્યું પછી રીક્ષા વાળા ને પૂછ્યું કેમ ભાઈ, રડી રહ્યો છે? લાગે છે તારી તબિયત ઠીક નથી.
રિક્ષાવાળા એ શેઠની વાત સાંભળી એટલે શેઠ ને જવાબ આપતા કહ્યું વરસાદના કારણે ત્રણ દિવસથી હું જે જગ્યા પર રીક્ષા ચલાવુ છું તેનું ભાડું નથી મળ્યું. અને ભૂખનો માર્યો હું આમતેમ ભટકયા કરું છું અને મારું શરીર પણ જાણે દુખી રહ્યુ હોય એવું લાગી રહ્યું છે. હમણાં જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો તે મને ભોજન આપી દો, મારી રીક્ષા માટે કોઈ ભાડું મોકલાવો.
મેડિકલ સ્ટોર ખૂબ જ દૂર ન હતો રિક્ષા ચલાવનારા એ આટલું કહ્યું ત્યાં મેડિકલ સ્ટોર આવી ગયો પેલા માણસની વાત નો કંઈ પણ જવાબ આપ્યા પહેલા શેઠ ઉતરીને મેડિકલ સ્ટોર માં જતા રહ્યા.
મેડિકલ સ્ટોરમાં જઈને પોતાના માટે દવા લઈ રહ્યા હતા ત્યારે માત્ર દસ સેકન્ડ લાગી તેને એ વિચારવામાં કે ભગવાને મને આ રીક્ષા વાળા ની મદદ કરવા માટે જ મોકલ્યો લાગે છે, શેઠ ને અચાનક વિચાર આવવા લાગ્યા કે મેં નોકરોને આજે સવારે જ કહ્યું હતું કે મારી દવા ખતમ થવા માં છે, એ લોકો ભૂલી ગયા એટલે મારે રાત્રે બહાર નીકળવું પડ્યું. હજી અડધો કલાક પહેલાં જ જો મને એલર્જી થઈ હોત તો હું ડ્રાઈવરને મોકલીને દવા મંગાવી લેતી પરંતુ એ બધા લોકો જતા રહ્યા પછી મને એલર્જી ઉપડી એટલે હું બહાર નીકળ્યો અને તદુપરાંત જો વરસાદ ન આવતો હોત તો શેઠ ચાલીને જતા રહે પરંતુ વરસાદ આવતો હોવાથી તેઓએ રીક્ષા લેવાનું વિચાર્યું.
તરત જ મેડિકલ સ્ટોરમાંથી પોતાની પણ દવા લીધી અને રિક્ષાવાળા માટે પણ દવા લીધી, બહાર નીકળીને બાજુમાં જ એક રેસ્ટોરન્ટ હતું. ત્યાંથી રિક્ષાવાળા માટે એક પંજાબી થાળી પાર્સલ કરાવી, અને ફરી પાછા રિક્ષામાં આવીને બેસી ગયા.
રીક્ષાવાળાને કહ્યું ઘરે લઈ લે, રિક્ષાવાળા ભાઈ ફરી પાછા જ્યાં મંદિર પાસે ઊભા હતા ત્યાં જ આવીને શેઠને ઉતાર્યા એટલે શેઠે તેના હાથમાં પચાસ રૂપિયાની નોટ આપી, સાથે સાથે દવા પણ આપી અને જે પાર્સલ કરાવ્યું હતું તે પાર્સલ પણ આપ્યું, આમાં પંજાબી થાળી પાર્સલ કરાવી છે ખાઇ લેજે. અને હા જમ્યા પછી આ દવા લઈ લેજે અને કાલે સવારે અને સાંજે એમ ફરી પાછી આ દવાનો કોર્સ પુરો કરજે.
રિક્ષાવાળા ભાઈ તેનાથી ઉંમરમાં ઘણા નાના હશે પરંતુ તેના આંખમાંથી આશુ નીકળ્યા વગર રહી શક્યા નહિ, તે રડી પડ્યો અને શેઠને બે હાથ જોડીને કહ્યું મેં તો ભગવાન પાસે પેટનો ખાડો પૂરવા માટે માત્ર બે રોટલી માંગી હતી પરંતુ તે કેટલો દયાળુ છે હું ઘણા મહિનાઓથી વિચારી રહ્યો હતો કે મારે પંજાબી ખાવું છે પંજાબી ખાવું છે, પરંતુ સમય પણ ન મળતો અને ક્યારેક અનુકૂળતા પણ ન રહેતી કે હું પંજાબી ખાઈ શકું. પરંતુ આજે ભગવાને જાણે મારી પ્રાર્થના સાંભળી લીધી. અને તમને ભગવાને અહીં મારા માટે મોકલ્યા.
શેઠ રીક્ષા વાળા ની વાત સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા, અને તે સ્તબ્ધ થઈને રિક્ષાવાળા ની સામે ને સામે જોઈ રહ્યા.
તે શેઠ ઘરે ગયા અને ફરી પાછું વિચારમાં પડી ગયા કે તે જે રેસ્ટોરન્ટમાં પંજાબી થાળી નું પાર્સલ લેવા ગયા હતા ત્યાં હકીકતમાં દાળ બાટી પણ ખૂબ જ વખણાતી હતી અને એક વિચાર દાળ બાટી નો પણ કર્યો હતો પરંતુ આખરે તેને પંજાબી થાળી જ શું કામ પાર્સલ કરાવી? શું ભગવાને તેના ભક્તોની મદદ કરવા માટે જ મને મોકલ્યો હશે? દવા લઈને શેઠ અને આ વિચારમાં જ આડા પડ્યા હતા કે તેને નીંદર આવી ગઈ.
એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જો ક્યારેક આપણને પરોપકાર કરવાનો કે મદદ કરવાનો મોકો અચાનક મળતો હોય તો તે ક્યારેય મૂકવો જોઇએ નહીં કારણ કે શું ખબર ભગવાને તેના પ્રત્યેની નીતિ તરીકે આપણને પસંદ કર્યા હોય એ મદદ કરવા માટે?
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.
first appeared on justgujjuthings.com