આપણે લગભગ બધા લોકો નાનપણથી જ આપણા ધર્મ અનુસાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ, અને લગભગ દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા મંદિર પણ હોય છે.
જણાવી દઈએ કે પૂજા પાઠ કરવા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સુખ,શાંતિ અને સફળતા મળે છે. અને એટલું જ નહીં પૂજા-પાઠ કરવાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે તેમજ શુદ્ધ રહે છે. આ પ્રક્રિયા આજકાલની નથી વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પ્રક્રિયા છે. પરંતુ પૂજા પણ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેને નિયમ અનુસાર અને વિધિ પૂર્વક કરવામાં આવે અને જો આમ ન કરવામાં આવે તો વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
જો તમે પણ પૂજા કરતા હોય તો આજે આ માહિતી ખૂબ જ અગત્યની છે જે અમે તમને આપવા જઈ રહ્યા છીએ. આપણા ઘરમાં આવેલા મંદિરમાં આ 4 દેવી-દેવતાઓની મૂર્તિઓને ન રાખવામાં ભલાઈ છે એવું માનવામાં આવે છે કારણ કે જો આ મૂર્તિઓ રાખવામાં આવે તો ઘરમાં અનહોની અથવા ઝગડા ની સ્થિતિ અશાંતિ અથવા ગૃહ કલેશ જેવું થાય છે.
નટરાજ ભગવાન શિવનું એક રુદ્ર સ્વરૂપ છે. જણાવી દઈએ કે આ મૂર્તિ ખૂબ જ આકર્ષક હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે આ મૂર્તિને ઘરમાં રાખવું તે અશુભ છે. કારણકે સામાન્ય માણસમાં એટલી શક્તિ નથી હોતી કે તે ભોળાનાથ ના ક્રોધને સહન કરી શકે… એટલા માટે ભૂલથી પણ ભગવાન નટરાજની મૂર્તિ આપણા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને તેઓની પૂજા બહાર જ કરવી જોઈએ. ઘરમાં આ મૂર્તિને રાખવાથી ઘરના દરેક સભ્યો ક્રોધિત થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે જેના કારણે ઝઘડા પણ થઈ શકે છે.
ભૈરવદેવ ની પૂજા અવશ્ય કરવી જોઈએ પરંતુ એ ની મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો આવું કરવામાં આવે તો ઘરમાં નો ઘટવાની ઘટનાઓ શરૂ થઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે આસુરી શક્તિઓ પણ જાગૃત થવાથી ઘર બરબાદ થઈ જાય છે.
જણાવી દઈએ કે રાહુ અને કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે જો આની પૂજા ઘરમાં કરવામાં આવે તો આપણા ઘરમાં અશાંતિ અને નિમંત્રણ આપી રહ્યા હોય એવું માનવામાં આવે છે આનાથી ઘરમાં રાક્ષસી ગુણો નો વાસ થવા લાગે છે. દરેક કાર્ય સંપૂર્ણ થતાં પહેલાં જ બગડી જાય છે અને આની પૂજા કરવાથી કષ્ટ જરૃર થાય છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ પૂજા ઘરમાં કરવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે.
આપણા દરેક ના ઘર ના મંદિરમાં લગભગ માતાજીની મૂર્તિ હોય છે પરંતુ જણાવી દઈએ કે માતાજીની મૂર્તિ માં માતાજી જે સિંહ પર સવાર હોય તે સિંહ નું મોઢું જો ક્રોધિત હોય અથવા ક્રોધના કારણે ખુલ્લું હોય તો આવી મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં કારણકે આ માતાજી તેમજ સિંહ નું રોદ્ર સ્વરૂપ હોય છે જેમાં માતાજી રાક્ષસનો વધ કરે છે. આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની સ્થિતિ બગડી જાય છે તેમ જ અશાંતિ અને સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે એવું માનવામાં આવે છે. એટલા માટે માતાજીની આવા રૂપ ધરાવતી મૂર્તિને ઘરમાં મંદિર માં રાખવી જોઈએ નહીં.
આ સિવાય જો કોઈ પણ ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ચૂકી હોય તો ખંડિત મૂર્તિ ને ઘરમાં મંદિર માં રાખવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય તો વહેતા પાણીમાં અથવા પછી કોઈ વૃક્ષની નીચે તેને રાખી દેવી જોઈએ અને ઘરના મંદિરને હંમેશાં સ્વચ્છ રાખવું જોઈએ.